આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૦)
સમે મા, દીકરાને કહે છે કે, તું મારી કુખે જનમ્યો હોઉં તો ફલાણું કામ કરીશ નહીં.)
મંછી  : નહાય છે ખરાં કે નહીં ?
પ્રેમકોર : અટકાવ તો મહીને મહીને આવે છે.

(એટલી વાત થઈ રહી ત્યાં એક કોલણ એક મરદની સાથે લડી)

પ્રેમકોર : ચાલો ચાલો કોઈકને લડાઈ થઈ. બારીએથી જોઈયે.
કોળણ  : હત મારા પીટા.

(પીટવું એટલે મરનારની પછવાડે કુટવું)

મરદ  : પીટ તારા ભાઈને.
કોળણ  : તારો ઓસલો કુટું.

(ઓસલો એટલે કુટવું, કાણ, અથવા રાજીઆ.)

મરદ  : કુટ તારા બાપનો ઓસલો.
કોળણ  : મારા રડ્યા, પાઘડી બળ્યા,
મરદ  : પાઘડી બળ્યો તારો ભાઈ, રાંડ ગધાડી.
કોળણ  : રાંડ ગધાડી તારી મા.
મરદ  : હત, તને નાતરે દઊં.
કોળણ  : નાતરે દે તારી બેનને.
મરદ  : તને હાલાલખોર પરણે.
કોળણ  : પરણે તારી હોય તેને.

(એ કોળણ નો ધણી આવી પહોંચ્યો.)

ધણી  : રાંડના, બાઈડી સાથે શું લડે છે. આવ્ય લડવું હોય તો મારી પાસે.
મરદ  : રાંડના તું શું કરનાર છું.