આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૧)


પ્રેમકોર : મુવા પીટા, ભુંડું બોલશે, હવે ચાલો આપણે ઘરમાં બેશીએ.

(પછી ઘરમાં જઈ બેઠાં.)

મંછી  : પીટ્યા કોળી નાળીને કાંઈ લાજ નહીં. પોતાની બહેન દીકરી ઊભી હોય, ને ગમે તેમ બોલે.
પ્રેમકોર : અરે એ તો લડાઈ થાય, ત્યારે કોળીની બાઈડીઓ, પણ બેફાટ ભુંડું બોલે.

(હીરાચંદ શેઠ બારીએ આવીને પેલા કોળીઓને કહે છે.)

હીરાચંદ : અલ્યા, રાંડે જણાયો, અહિંયાં શું એલફેલ બોલો છો ? કાંઈ વિચાર રાખો છો કે નહીં. કે આતે વસ્તી છે કે ઉજડ ?
ધણી  : જુવો શેઠ સાહેબ, આ છીનાળનો મારી બાઈડી સાથે લડે છે.
મરદ  : જુવો જુવો મને ગાળ દે છે.
શેઠ  : અલ્યા કોઈ સીપાઈ છે કે ? આ કૂતરીનાઓને અહિંયાંથી કહાડી મુકો.

(પછી સીપાઈએ કહાડી મેલ્યા.)



પ્રકરણ ચોથું

મંછી  : આ નવલવહુના પગમાં કલ્લાં કેટલાં રૂપૈયાનાં છે.
પ્રેમકોર : સો રૂપૈયાનાં, પોલાં છે.
મંછી  : સો તે કેટલા, હશે ?
પ્રેમકોર : પાંચ વીસો એટલે સો કહેવાય.