આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૨)
મંછી  : નહીં, નહીં, સાત વીસે સો હશે. કેમ કે એક કણબી પાસેથી એક રુપૈયાના કડબના પુળા અમારે ઘેર સો લીધા હતા, તે સાત વીસોયે સો ગણ્યા હતા.
પ્રેમકોર : એ તો નાતે નાતની સોયો જુદીઓ હોય. વાણીયાની પાંચવીસે સો થાય. ને કણબીની સાતવીસે સો થાય, ને કોળીના પુળા અમારે ઘેર લીધા હતા, તે નવ વીસે સો ગણ્યા હતા.

(એ રીતનો શિરસ્તો છે ખરો)

એટલી વાત થઈ ત્યાં પાનાચંદે ઘોડીયામાં સુતાં સુતાં વા સંચર કર્યો.

પ્રેમકોર : નવલવહુ, પાનાચંદને પગે કરો નહીં તો હગશે.

(બાળકને બે પગ ઉપર બેસારીને ઝાડે ફેરવે છે.)

નવલવહુ : હમણાં મેં પગે કર્યો હતો, પણ હગતો નથી.
મંછી  : હેઠ બાળોતીઊં રાખ્યું છે કે નહીં ?

(બાળકની તળે લૂગડું રાખે છે તે બાળપોતીઊં, તે બાળોતીયું)

નવલવહુ : હા રાખ્યું છે.
મંછી  : ત્યારે શી ફીકર છે ? છોકરાને ખોળામાં ધવરાવવા લેઈએ તોપણ બાળોતીયું હેઠળ રાખીએ.
નવલવહુ : તે રાખ્યું છે.
મંછી  : આ ઘોડીયું રાખ્યું છે, તેથી પારણું હોય તો સારૂં. કેમકે છોકરૂં સુખેથી સુઈ રેહે.