આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૩)
(ઘોડીયું એટલે લૂગડાની ખોઈ, ને પારણું રસીથી ભરેલું હોય છે તે.)
પ્રેમકોર :
હીરાચંદ : આવો મહારાજ, ક્યાંથી આવ્યા ?
બ્રાહ્મણ : ડભોડેથી મોતીચંદ સંઘવીના ખરચની કંકોતરી છે.
હીરાચંદ : મેલો કેમ મોકલ્યો નહોતો ?
બ્રાહ્મણ : કહ્યું કે શેઠના ઘરમાં કોઈને સ્નાન નહિ આવતું હોય તેથી, મેલો ન લખ્યો.
હીરાચંદ : લાવો જોઈએ કંકોતરી.
બ્રાહ્મણ : લ્યો.

શેઠ વાંચે છે.

સ્વસ્તશ્રી અમદાવાદ મહાશુભસ્થાને પુજ્યારાધે, શેઠજી શ્રીપાંચ હીરાચંદ અમરચંદ, જોગ્ય એતાનશ્રી, ડભોડેથી લા. સંઘવી પાનાચંદ ઝવેરચંદના જુહાર વાંચજો.