આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૪)
બીજું સંઘવી મોતીચંદ નહાનચંદનું ખરચ માહા વદી ૫ ગુરૂવારનું નીરધાર્યું છે, તે ઉપર સાથ સરવેને તેડીને વહેલા આવજો. તમો આવે રૂડુ દીસસે. સવંત ૧૯૧૨ ના માહા સુદ ૫.
પ્રેમકોર : કંકોતરીમાં કંકુના છાંટા કેમ નથી ?
હીરાચંદ : ખરચની કકોતરીમાં કંકુ નહોય.
બ્રાહ્મણ : મને કહ્યું છે કે, શેઠને કહેવું કે જો નહીં આવો તો, અમારે તમારે પાણી પીવાનો વહેવાર રહેશે નહિ, ને માણસ પચાસ સાથે લાવજો.
હીરાચંદ : મારે ધોળેરે જવાનું આજ મુહુરત છે.
બ્રાહ્મણ : ધોળેરે જવાય નહીં. સગાનું કામ કાંઈ રોજ રોજ આવતું નથી.
પ્રેમકોર : તમારાથી ધોળેરે નહીં જવાય, ને ખરચે આવવું પડશે.
હીરાચંદ : ઠીક, પણ કે દહાડે ખરચ છે ? ઝવેરચંદ, કંકોતરી વાંચો જોઈએ.
ઝવેરચંદ : વાંચીને કહે છે, માહા સુદ ૫ લખી છે.
હીરાચંદ : આજ શી તથ થઈ ?
ઝવેરચંદ : આજ તો ૩ છે પણ પાંચમ કે દહાડે છે ?
હીરાચંદ : કોઈ ટીપણા વાળાને બોલાવો. પછી ટીપણાવાળા બ્રાહ્મણને બોલાવ્યો.
હીરાચંદ : મહારાજ, પાંચમ કે દહાડે છે ?
ટીપણાવાળો બ્રાહ્મણ : આજ ત્રીજ દસ ઘડી છે. તે ઉપરાંત