આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૫)
ચોથ છે. ને કાલે ચોથ સાત ઘડી છે, તે ઉપરાંત પાંચમ છે. ને પરમ દહાડે પાંચમ ૪ ઘડી છે.
હીરાચંદ : ત્યારે સાચી પાંચમ કે દહાડે છે ?
ટીપણાવાળો બ્રાહ્મણ : શ્રાધ કાળની તો કાલે છે, ને ઉદયાત તો પરમ દહાડે છે.

(જે તિથિ બપોરે હોય, તે તિથિનું શ્રાધ તે દહાડે થાય, અને કેટલાંક કામમાં સૂરજ ઉગતી વખત જે તિથિ હોય તે ગણાય છે.)

હીરાચંદ : ત્યારે ખરચ કાલ હશે કે પરમ દહાડે ?
ઝવેરચંદ : મારે પોહો કરવો છે તે સારૂ ગોરજીને મેં પૂછ્યું હતું તો કહે શાવકની પાંચમ તો કાલ છે.

(ઉપવાસમાં શાવક લોકો રાત્રીયે જે તિથિ હોય તે ગણે છે.)

હીરાચંદ : જુઓ જુઓ કંકોતરીમાં વાર લખ્યો છે કે નહીં ?
ઝવેરચંદ : પાંચમ ને ગુરૂવાર લખ્યો છે.
હીરાચંદ : ત્યારે શું, આજ મંગળવાર ને કાલે બુધવાર, ને પરમ દહાડે ગુરૂવાર છે. ત્યારે કાલનો દહાડો વચમાં રહ્યો; કંકોતરી પણ મોડી આવી, કોઈને લૂગડાં શીવડાવવાં હશે, કોઈને ઘરાણું ધોવરાવવું હશે, તે રીતે એક દહાડામાં થશે ?
ઝવેરચંદ : કેને કેને સાથે આવવાનું કહીશું ?
હીરાચંદ : આપણા કુટુંબમાં ઘરદીઠ એક એક માણસને કહેવું. એટલે પચાસ-સાઠ માણસ થશે.

(પછી એટલું માણસ લેઈને પાંચમને દહાડે