આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૬)
પહોર દિવસ ચડતાં ડભોડે પહોંચ્યાં.)
હીરાચંદ : બાઈડીઓને ઝટ ગામમાં જવા દો, પછી આપણે જઈએ.

(પછી બાઈડીઓ રોતીરોતી ગામમાં ગઈ, ને મરનારના ઘર પાસે જઈને કૂટણાં કુટ્યાં ને ઘરમાં બેશીને મોહોવાળ્યાં, પછી ભાયડા રોતારોતા ગામમાં ચાલ્યા. માથે ઓઢીને રોવાની રીત્ય કે, હીરાચંદ. મારા વાલેશરી સગારે, એ, એ, એ,

ઝવેરચંદ : મારા મામારે, એ, એ, એ,
બીજા લોકો : ઓ, ઓ, ઓ,

(એ રીતે રોતા, રોતા, મરનારના ઘર પાસે જઈને બેઠા, એટલે તેના ઘરના આદમિયોએ, આવીને કહ્યું કે છાના રહો, છાના રહો; (પેહેલાં બીજા લોકો છાના રહ્યા, પછી ઝવેરચંદશેઠ છાના રહ્યા, સહુથી છેલ્લા હીરાચંદશેઠ છાના રહ્યા; પછી પાણીના કોગળા કરાવ્યા.)

ઘરધણી : ચાલો, ચાલો, જમવા. ઝટ અસુર થયાં છે. પછી જમવા ગયા. (પેલી બાઈડીઓ રૂવે છે, તેમાંની એક જણી રોતી રોતી બીજીના કાનમાં કહે છે, આ ઘરમાં તો મોતીચંદ સંઘવી રહે છે ને તે કેમ જણાતા નથી ?
બીજી બાઈડી : ત્યારે તમે રોઈરોઈને આંખો રાતી ચોળ કરી છે, તે અત્યાર સુધી કેને રોયાં.
પેલી : એ જ મરી ગયા કે ? મેં તો જાણ્યું કોઈક બીજું મરી ગયું હશે.

(કેટલાંએક પોતાને ઘેર પાછાં જશે, ત્યાંહાં સુધી પણ જાણશે નહીં કે કોણ મરી ગયું.)}}