આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪૭)

પછી ચઢાઉતરી સગણ પ્રમાણે છાની રહિયો. છેલી મરનારની ઓરત રૂવેછે કે,
વાલારે, તમેતો, મને એકલી મુકીને ગયા, મારી ભળામણો કેને દેઇ ગયારે, તમને કેના ભરૂંસા આવ્યા, હું બળી ગઇરે.

પ્રેમકોર : છાનાંરહો, છાનાંરહો, હવે એમાંનું કાંઇ દેખવાનું નથી. એ રીતે ઝાઝીવાર કહ્યું એટલે છાની રહી.

ઘરધણી. ચાલો ચાલો, હવે ભાયડા જમી ઉઠ્યા. બાઇડીઓ જમવા બેસો (પછી જમવા ગયાં.)

પ્રેમકાર : ના મારેતો નથી જમવું, હુંતો શોગ પાળીશ.
કાકી : ના મા, તમારે શોગ હોય નહીં. તમે મારૂં છોકરૂં

કહોવાઓ. એતો ભાગ્યશાળી થઇ ગયા. એમનો શોગ શ્યો? (પછી જમવા ગયાં. બીજે દિવસે હીરાચંદશેઠ વગેરેએ એમના દીકરાને પાધડીયો બંધાવી, ખરચ બહુ સારૂં કર્યું, એવાં વખાણુ કરીને સઉ સઊને ગામ વીદાય થયાં.

(રસ્તામાં ચાલતાં ચાલતાં બાઇડિયો વાત કરેછે)

મંછી : હાય, હાય, શેઠાણી, તમારા કાકાના દીકરાની વહુને

તો કુટતાંએ નથી આવડતું. (બરાબર સૌની સાથે હાથ કુટતાં પડવો જોઈએ.)

પ્રેમકાર : ગામડામાં તો જે તે કોઇક દહાડે કુટવું પડે, તે શાનું આવડે.?

(જેને કુટતાં રોતાં આવડે તે બાયડી હોશિયાર