આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૦)
બપોરનું કહ્યું હતું, કે આ ઠેકાણે જાજમ પાથરી રાખજે, માણકચંદના ઘરનાં મળવા અવનાર છે.

(ગેરહોશિયાર, કારણ કે પગાર રૂ. ૩)નો હોય છે.)

ચાકર : (ગુસ્સામાં ઊભો થયો ને આવી બોલ્યો) આ ઠેકાણે જાજમ હતી તે કુણ લેઈ જ્યું ?
પ્રેમકોર : અહીં મેલી હોય ત્યારે કોણ લેઈ જાય તારો બાપ ?
ચાકર : હું શું કરૂં, જાજમ તો જડતી નથી, મહીને રૂ ૩) નો પગાર ખાવો, ને કનડાઈને મરી જૈએ છીએ, હું તો મારે ઘેર જઈશ. નથી મારે ચાકરી કરવી.

(ચાકરનો પણ વાંક નહીં કેમકે હમાલનું કામ, ભીસ્તીનું કામ, તથા અરધું બબરચીનું કામ, તે ઉપરાંત પટાવાળાનું કામ પણ તે એકલાને કરવું પડે છે.)

મંછી : શું કરવા બીચારા ચાકરને એમ કરો છો ? પાથર્યાનું શું કામ છે ? અહીંયાં હેઠાં બેશીશું.

(કોઈ વખત હેઠળ પાથર્યા વગર બેસવાનો પણ ચાલ છે ખરો.)

પ્રેમકોર : હેઠાં તે બેસાય ? લાવને પીટ્યા, જે હોય તે લાવીને પાથર.
ચાકર : આ ગાડીનો પડદો છે તે કહો તો પાથરૂં.
નવલવહુ : આ જો, આ ઘંટી હેઠે નાની જાજમ પડી, લે પાથર.
પ્રેમકોર : ઘંટી હેઠળ કોણે જાજમ મેલી હતી ?
ચાકર : મેં મેલી હશે, પણ ભૂલી જ્યો.

(પછી જાજમ પાથરી, તે ઉપર સૌ બેઠાં; ચાકર