આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૬ )
<poem>

ઠગતી નહિ, સ્હેજ ઠગાઈ જતી, ન રડાવતી, આ૫ ઉરે રડતી; અબળા બલ-વીર તણી જનની, ૨મણી પણ મન્મથની જયિની.

સુરભિ પ રિ સે વ ન બ દ્ધ મતિ, દ ધિ મં થ ન દો લિ ત દે હ વ તી; વિ વિ ધ વ્ર ત સં ય મ શી લ વ તી, સમયો ચિત ગાન નિધાનવતી.

કંઈ રૂકિમણી રૂપગુણે રમતી, કંઈ માનસ માંહિ મારાં મળતી; કંઈ સ્નેહભરી સખી સોન તણી, કંઈ રાણિક વિગ્રહથી વસતી.

વ્રત–તેજભરી કોઈ નાગમતી, કંઈ રાજુલસગસંગસુરંગવતી; કંઈ તોરલ તીવ્ર તપે તપતી. કંઈ કસ્તૂરબ્હેનની બ્હેનપણી.

સુરનારી શી સોરઠ-સુંદરી એ, મૃદુ ભાષિણી ભવ્ય રસે ભરી એ. ભુવિ ભારતભૂષણ ભાગ્યવતી, નરલોક વિષે ઈતરત્ર નથી.