આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૦ )
<poem>

( સ્રગ્ધરા )

કોટિ શાખા પ્રસારી રસભર રમતો કૈં રસીલો રસાળ, ને મોંઘી મંજરીની સરસ સુરભિથી વર્ષતો નિત્ય વ્હાલ; કિંતુ હર્ષે હવામાં વ્યજન સમ વડાં પત્ર દોલાવનારી, રંભાથી વાટિકાની સુખકર સુષમા કૈંક જૂદી જણાતી.

( માલિની )

સુખદ સલિલ આપી પ્રાણીના પ્રાણ પોષે, સુભગ સર સમીપે રમ્ય સૃષ્ટિ રચાવે; પણ ખળખળ વ્હેતી, નિર્મળાં નીરવાળી, સરણિ સરિત કેરી ભવ્ય ભાગ્યે ભરેલી.

( અનુષ્ટુપ )

અનેરી એ મનોવૃત્તિ, અનેરો સ્નેહ અંતરે, અનેરી આર્દ્રતા એની, ના અન્યત્ર મળી શકે. નિઃસ્વાર્થ સ્નેહની શાળા, નિઃસ્વાર્થ રનેહશિક્ષિકા, સંયમે સર્વદા પૂરી, સ્વાર્થત્યાગવિચક્ષણા.

પ્રેમમાં સર્વથી પ્હેલી ને છેલ્લી સ્વાર્થમાં સદા, દુહિતા દિવ્ય કો દેવી દેવધર્મધુરંધરા, અન્યમાં એ નથી પ્રીતિ, એ ન દીઠી સહિષ્ણુતા, રીઝવો ખીજવે તોએ એક ભાવ ઉરે સદા.