આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૦૧ )
<poem>

( સોરઠો )

"દુહિતા ભલી ન એક", સૂત્ર અધમ એ સ્વાર્થનું, શુષ્ક હૃદય નિઃસ્નેહ, ઇચ્છે ક્યાંથી આર્દ્રતા ? રસહીણો સંસાર, રસથી દૂર સદા રમે, અંતરને અધિકાર પુણ્ય પ્રણયને ના ગમે.

( શિખરિણી )

હજારો પુત્રોના સતત સહવાસે હૃદયને, નહિ જે નિઃસ્વાર્થી પ્રણયરસ કે માર્દવ મળે; અનાયાસે આપે રસ વરસતી એક દુહિતા, દયા કેરાં દૈવી ઝરણ પ્રકટાવે જગતમાં.

( મન્દાક્રાન્તા )

ભૂલી જાયે કદી હૃદયથી માત કે તાત એને, ને હૈયાની પ્રણયસરિતા શુષ્કતા કાંઈ સેવે, તોએ દેવી પ્રણય નહિ એ સ્વાન્તને શાંત થાશે, સ્વર્ગંગા એ સકળ સમયે એકધારી વહેશે.

( પૃથ્વી ) વસન્તવનસૌરભે ભ્રમર કૈંક રાચી રહે, અને વિવિધ પક્ષીઓ ફલરસાદિ સેવી રહે;