આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૪ )
<poem>

કંઈક સંસૃતિયુદ્ધ થઈ ગયાં, જય પરાજય કૈંક મળી ગયા; વિપદની વરસી કંઈ વાદળી, કંઈક સંપદની પ્રકટી ઝડી.

અવનવા અવતાર ઉરે ધર્યા, અવનવા અધિકાર મળ્યા, ટળ્યા, સહુ મળ્યું, વિરમ્યું, પલટ્યું, ગયું, હૃદય કૈં પલટાપલટી રમ્યું.

પણ નિરંતર એ પળની સ્મૃતિ, સ્થિતિ સમસ્ત વિષે હતી જાગતી; પ્રખર ગ્રીષ્મ તણા પરિતાપમાં, વિજન–નીરવ–એ વનવાસમાં.

ઉદયકાળ ન દૂર ગયેા હતો, નભ વિષે રવિ કૈંક ચડ્યો હતો; હૃદય૫ંકજ કૈં વિકસ્યું હતું. નવલ તેજ ગ્રહી હસતું હતું.

નવલ કૂજન કૈં શ્રવણે પડયું, હૃદયને અડકી હૃદયે સર્યું; હૃદયરૂપ બની, વિલસી રહ્યું, હૃદયના હૃદયે રમતું થયું.