આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપોદ્ઘાત

રા. બેટાદકરનાં કાવ્યોને એક સંમહ 'કલ્લોલિની' ઈ. સ. ૧૯૧ર માં પ્રગટ થયા પછી છ સાત વર્ષે આ બીજો સંગ્રહ તૈયાર થઈ શક્યો છે. ગુજરાતમાં જેને સર્વ રીતે કવિ કહી શકાય તેવા લેખક નર્મદાશંકર, દલપતરામ પછી થોડાજ થયા છે. બધા કાવ્ય લખનારાઓ શોખ અને વિનોદ ખાતર, બીજી પ્રવૃત્તિઓમાંથી વખત મેળવીનેજ લખતા માલમ પડે છે. કાવ્ય લખાણ પ્રવૃત્તિમાં મુખ્ય સ્થાન પામ્યું હોય એવા લખનારા ઘણા થોડા છે, પ્રભુની કૃપા એાછી ઊતરી છે એમ તે કહી શકાય તેવું નથી. પરંતુ સંસાર- જીવનની વિચિત્ર સ્થિતિને લઈને કવિ અવતરવાને હજી વખત હશે એમ લાગે છે. તો પણ કાવ્યસંગ્રહો અવારનવાર બહાર પડ્યા કરે છે એ ખુશી થવા જેવું છે. રા. બેટાદકર ગુજરાતના વાચકવર્ગની આગળ જે કાવ્યો રજુ કરે છે તેથી ખુશી થવાને એક પ્રસંગ વધે છે.

રા. બેટાદકર બાહ્ય જગતને મોહ પમાડે એવી પદવી ! એવું ધન ભોગવતા નથી. સાધારણ ગુજરાતી શિક્ષક તરીકે જીંદગી શરૂ કરી, સંસ્કૃતના અભ્યાસ અને વાચનથી સંસ્કાર પામી, મુંબ ઇનાં થોડાં વર્ષોના જીવનમાં જુદા જુદા અનુભવોથી ઘડાઈ, 'ચંદ્ર' જેવા માસિકનું અનુમોદન મેળવી કવિતા લખવા લાગ્યા. તેમના લખાણમાં સામાન્ય પ્રસંગથી હૃદયના ભાવોમાં જે નૃત્ય થઈ રહે, અને તે ભાવો જે ઘરગથ્થુ અને સંસારી વિચારે પ્રસાદયુક્ત મગજને સુઝાડે તે નૃત્ય અને તે વિચારો એવી મનોગમ અને સુંદર ભાષામાં અવતાર પામે છે કે તે વાંચતા વાંચતાં ખરી કવિતા વાંચતા