આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧ ૩૧ ) <poem>

ચલાવી તેં ચાહી વગર સમજે સત્વર તરિ, દિશાઓ ના દીસે, ગમન પથનું જ્ઞાન ન જરી, વડા ગ્રાહો વેગે તરણિ ભણી આવે તલપતા, કરે સ્પર્ધા કેવી તુજ સહિત એને ગળી જવા ?

વહે સામો વાયુ બળથી તરિને કંપિત કરે, હઠાવી દે પાછી, પણ હૃદય તારૂં નવ હઠે; થયાં ખુલ્લાં છિદ્રો, જલ પણ ભરાતું ઝડપથી, થતી ડૂબું ડૂબું નફટ ! તુજ નૌકા હર ધડી.

પ્રવાસી તો પેલાં સકળ નિજ ચિંતા પરહરી, શ્રમે થાકી સૂતાં તુજ શરણમાં જીવન ધરી; કદી કેાઈ કેાઈ ઝબકી ઝબકી જાગૃત થતાં, દિલાસાના શબ્દો શુણી સહજ નિશ્ચિંત બનતાં.

અને ભૃત્યો તારા તરિગતજ્વોત્સર્જન ત્યજી, ફરે ફાટી આંખે પથિક જનના મંડળ મહિં; અભાગી પાન્થોને કપટ-વચને મુગ્ધ કરતા, ફસાવી, લેભાવી, છળ ખળથી સર્વસ્વ હરતા,

દીસે દૃષ્ટિ એની મલિનતર ભુંડી અધભરી, વદે મીઠી વાણી, પણ હૃદયભૂમિ વિષભરી; તને એનાં કાળાં અહહ ! અપકૃત્યે ઉર ગમે, નિસર્ગેથી તારૂં હૃદય પણ એ દુષ્પથ રમે.