આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨૧)
<poem>

તેાએ એકે સ્વર વદનથી ના વદું શેાકય સામે, સ્નેહીનાં તે સહન કરવા સ્વાન્ત દૈવે સજ્યાં છે; સ્હેવામાં જે રસ વિલસતો તે ન સામે થવામાં, વારિમાં જે રહી શીતલતા તે ન અગ્નિપ્રભામાં.

ક્ષાન્તિ કેરે વિજય ન વસે વૈરને વાળવામાં, મૌને જેવું સુખ મનુજને તે નથી ગાજવામાં; શાંતિમાં જે સહજ વિરતિ તે નથી કોપવામાં, રોવામાં જે વસી વિમળતા તે ન રોવાડવામાં.

એ તોફાનો સમય વધતાં સર્વથા શાંત થાશે, ભૂંડો અગ્નિ તૃણ ન મળતાં આપ બુઝાઈ જાશે; દોડે તેને શ્રમિત બનવું, હાંફવું હોય નિત્યે, ના ભાસે કૈં ભય પતનનો સ્વસ્થને સ્વસ્થ ચિત્તે.

છો એ ગર્વે શરમ ત્યજતી હું ન એવી થવાની, જે વીતે તે હૃદય ધરતી ધૈર્યથી હું ધરિત્રી; ભોળું હૈયું ઘડી ચડીભડી છો રહ્યું સંગદોષેઃ છે એ સંગે દયિત પણ હા ! કારમાં વેણ કાઢે.

એ છે મારો તનુ હૃદયથી તે ન દૂરે જવાનો, અર્પ્યું હૈયું પ્રણય-પલટે હોય સંદેહ શાનો ? છોને એવાં અમિત હૃદયો અંતરાયો વધારે, છોને એવી વિષમ ઘડીઓ ઉડતી નિત્ય આવે !૩૩૮