આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૭ )
<poem>

ગિરિનિર્ઝર

( હરિણી )

સુત-વિરહથી આંસુભીનું રડે ઉર રાંકડું ધબક ધબકી ધ્રુજી, ઉઠે, બળે બહુ બાપડું; પ્રિય–વિરહના સંતાપો ના સ્વભાવ સહી શકે. વિષમ પળને ઝીલી વેઠી ન ધર્ય ધરી શકે,

પણ કઠિન ને કાંટાવાળો વડો પથ વિશ્વનો કમ હૃદયને ક્યારે પૂછ નહિ વ્યવહારનો; છદ ઉઘડતાં ઉડી ચાલે વિહંગમશાવકો, નભ વિલસવું વર્ષાકાજે ત્યજે જલવાહકો.

વિમલ ઝરણું એ ઉત્સાહી સ્થલાંતર ખેલવા, નવલ નવલા મિત્રો શોધી નવો રસ પામવા; જનક નગની અાંસુ વ્હેતો શુભાશિષ સંગ્રહી, મધુર હસતું ધીરે ધીરે પડયું ઉરથી સરી.

નિકટ રમીને સંધ્યાકાળે હતું સદને જવું, પણ વિપિનની શોભા જોતાં નિર્દેશ ભૂલી ગયું; પદ પદ થકી દૂર દૂર વિમેહિત સંચર્યું. જનક–ઉર તો રસ્તે જોતું સદા રડતું રહ્યું !