આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૭૮ ) સ્ખલન ( પૃથ્વી )

<poem>

અનંત રસ વર્ષતો લલિત રાસ જામ્યો હતો, અને પ્રણયવારિધિ તટ વટાવી વાધ્યો જતો, પ્રપંચ પળ વીસરી શ્રમિત વિશ્વ સૂતું હતું, અપૂર્વ ઉદધિ તણા ઉદર માંહિ ડુબ્યું હતું.

સુધા સતત સિંચતી હૃદયરમ્ય રાસેશ્વરી, લસત્પ્રણયપુત્તલી રમતી રાસ રંગે ભરી; કલ સ્વરથી જતી મધુર ગીત ગાતી હતી, અને નવલ નર્તને ઉચિત તાલ દેતી હતી.

અવધર્ય સુર-ગાન એ રહી સમીપ હું ઝીલતો, પ્રતિ સ્વર૫દક્ષરે થઈ વિલીન રાચી રહ્યો; હિમાંશુ પણ હીંડતો ગગન મધ્ય થંભ્યેા હતો, બની વિવશ બ્હાવરો કુતુક દિવ્ય જોતો હતો.

સુમંદ ઉર-વીચિએ અનિલ શાંત વાતો હતો, અને અમરગીત એ હૃદય રાખી ગાતો હતો; પ્રશાંત વન-પાદપો, વિહગ શાંત સર્વે હતાં, પ્રશાંત નભ-તારલા. અમર શાંત ઉચે હતા