આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 હ૪૭

  • ૧૮૮-નામદાર કાશીનાથ ત્રિક તેલંગનું જીવન ચરિત્ર:-બારપેજી ૩૬ પૃષ્ઠની સુંદર રીતે છાપેલી અને કેળવણીખાતાએ ઇનામને માટે મંજુર કરેલી આ નાની પાથમાં આપણે નામદાર તેલંગના ચરિત્રનું એક સંપૂર્ણ ચરિત્રનિરૂપણ તે સ્વરૂપવર્ણન શોધીએ તે તે નજ હોય એ સ્વાભાવિક છે પરંતુ જે નાનાં બાલકોના હાથમાં મૂકવાના ઇરાદાથી આ પુસ્તક તૈયાર થયું છે તેમને માટે તે સર્વ રીતે સારૂં” અને ઉપયોગી છે એમાં સંશય નથી. શાળાઓમાં એના બહાળા ઉપયોગ થવાથી ધણા લાભ છે.

૧૮૯-આર્ય સંસાર અથવા નવી વહુ-આમાં સ્ત્રીઓની સ્થિતિ રીતિ અને પરણ્યા પછીની દાંપત્ય અવસ્થાનું વર્ણન બે મિત્રોની વાતચીત દ્વારા લખ્યું છે. તર્કરામ અને વિચારશંકર એ બે નવી અને જુની પદ્ધતિના હીમાયતીઓની વાતચીતમાં જુની પદ્ધતિ પ્રમાણે સ્ત્રીઓની યોગ્યતા ઘણી સારી રીતે સમજાવવા યત્ન કર્યો છે, તથા વચમાં વચમાં ઘરસંસારને લગતી ઘણી એક બાબતોને યોગ્ય રીતે સમાવેશ કર્યો છે. લખવાની છટા સારી છે, દલીલ કરવાની યુક્તિ બુદ્ધિવાળી છે, અને આ લેખમાંથી એવાં સ્પષ્ટ ચિન્હા જણાય છે, કે આ ગ્રંથક્ત જે વધારે આયુ ભેગાવવા નસીબદાર થયા હોત તો સારા લેખકે નીવડત. એમનાં કાવ્યો વિષે પણ એકવાર અમે આવુંજ મત બાંધ્યું હતું, એમના એકે નાટક વિષે હવે પછી વિચાર દશવીશું; પણ આવા ઉછરતા અને ભવિષ્યમાં ઉત્તમ થવાનાં ચિન્હ જણાવતા લેખકના અકાલે થયેલા મરણુથી અમે ખરેખર દીલગીર છીએ. ધર્મસાર નિરૂપણ એ નામની ૧૦ પાનાની પડી સીણારના રા. ભટ હરિલાલ ઉમિયાશંકરે રચેલી અમને મળેલી છે તેના ઉપકાર સાથે સ્વીકાર કરીએ છીએ. ઓગસ્ટ-૧૮૮૬. ૧૯૯–સાઠ સંવત્સરી કુંડળીઆ અને ચોમાસાના વર્તારાને કહીનુર:આ ગ્રંથ જો કે શાસ્ત્રીય પદ્ધતિથી અને શાસ્ત્રની રચનાને શોભે તેવાં લક્ષણ, પરિભાષા, સિ. દ્ધાંત, આદિ યોજનાથી ગાઠવેલ નથી, તથાપિ એ નાના લેખમાં જે સંગ્રહ કરવામાં આવ્યો છે તે ઘણો ઉપયોગી અને સર્વેને વારંવાર મનન કરવા જેવો તથા અનુભવ લેવા જેવો છે, પાશ્ચાત્ય કેળવણી અને પાશ્ચાત્ય શાસ્ત્રના વિચારથી આપણે દોરાઈએ છીએ અને તેમ દેરાવાનું નામજ ખરી કેળવણી કે ખર સુમાર્ગ છે એમ વારંવાર ક૯પીએ છીએ, પણ સ્થાનિક અવલોકન અને લાકમાં પ્રવર્તતી દંતકથા તથા રીત રૂઢિ આદિના જ્ઞાન વિના એવા જ્ઞાનથી, સર્વદા ખરેજ માર્ગે જઈ શકાય છે એમ બનતું નથી. આ વર્ષના માસાને માટેજ સરકારી અવલોકન કરનારે આ દેશનું ચોમાસું નહિ જેવું જણાવ્યું હતું. જ્યારે તે બહુ નીવડ્યું છે, અને ગામડીઆઓએ તો દેશી યુકિતઓ અને કહેવતના ટાળા ઉપરથી જે અનુમાન બાંધ્યું હતું તેવુંજ નીવડ્યું છે. શાસ્ત્ર બંધાતા પૂર્વ લોકેાકિત, કહેવત, અવલોકન, એવાં બહુ બહુ ૧૮૮ લેખક રા, રા. મોહનલાલ પ્રસાદરાય. નિર્ણયસાગર મુંબાઇ. ૧૮૯-રચનાર રા. રા. વિજયશંકર ઉર્ફ માનશંકર પ્રાણશંકર. જામનગર, કીમત ૦-૧૨-૦ - ૧૮૦-રચનાર દેશાવાયુચક્રશાસ્ત્રી દેવજી ઉકાભાઈ મકવાણુ. હેડમાસ્તર કુવાડવા કુલ. આયોદય પ્રેસ. કીમત રૂ. ૧-૦-૦ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450