આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૭૨ સુદનગદ્યાવલિ, સ્વાર્પણને માર્ગ દર્શાવવાને સમર્થ થાય. એ વિના બીજો માર્ગજ નથી. બહારથી આણીને ગમે તેવા સુધારા કે વધારા દાખલ કરે, પણ તે ઘણું કરીને મૂલજ ઘાલશે નહિ કે ધોલશે તે ઉલટ વિકાર પેદા કરનાર થઈ પડશે. પ્રાચીનતાને પુનઃ તેના સજીવ, સતેજ, અને સંપૂર્ણ રૂપમાં જાગ્રત કરી તેની ભકિતમાં લીન થવું’ એજ સર્વ શ્રેયનો માર્ગ છે. ધર્મદ્રષ્ટિથી કે ગ્યવહારદૃષ્ટિથી કંઈ પણ કરવા જેટલાં વીર્ય, બલ, સાહસ, ધીરજ, અને સ્વાપણુ ઉપજી આવવાં તે આવી પ્રાચીનતાની ભક્તિ વિના આવતાં નથી; તેમને પ્રાજવાના માર્ગે દેશકાલાનુસાર નવા નવા ઘડાય, પણ સર્વને ગતિમાં મૂકનાર જે પ્રાથમિક વેગ તેનું નિદાન તે પ્રત્યેક દેશ પિતાની પ્રાચીનતાને પૂજતા થાય તેમાંજ રહેલું જણાય છે. આમ હોવાથી વર્તમાન સમયમાં પ્રત્યેક ધર્મ પતિ પોતાની ભાવનાઓને સતેજ અને સજીવન કરી લેઈ તેની ભક્તિ આદરવા માંડે, અને પોતાની ભાવનાઓને વહેમ, સ્વાર્થ, ઠગાઈ, ઢોંગ ઈત્યાદિ મિયા અપવાદમાંથી ઉગારી લે તે તેના જેવું આપણી ઉન્નતિનું એકે ઉત્તમ સાધન હોઈ શકે નહિ. બ્રાહ્મણ શ્રદ્ધ, જૈન, ઇસ્લામ, ક્રીસ્થીઅન, યાહુદી, પારસી સર્વે પોત પોતાની ધર્મભાવનાઓના સંપૂર્ણ સ્વરૂપને ઓળખી પોત પોતાના નિય ચારિત્રમાં અને વર્તનમાં તે ભાવનાની ભકિત દર્શાવે એજ પરમ કલ્યાણના માર્ગ છે, અને તે માર્ગ દર્શાવનારૂં' અજવાળુ જેમ થિઆણીથી મળ્યું છે તેમ તે અજવાળાને આધારે એ માર્ગમાં વિચરનારા પશુ ઘણુ સુજનાં તત્પર થયા છે એ હર્ષની વાત છે. એમજે, સર્વ ધર્મની એક્તા સમજાતાં, અધિકારાનુસાર થયેલા બહારના ભેદ ઘસાઈ જશે, અને સમગ્ર વિશ્વને ભ્રાતૃભાવ કોઈને કોઈ અશે પણ સિદ્ધ થશે. જે પુસ્તક વિષે આપણે બોલીએ છીએ તેમાં પારસીઓના ધર્મ સિદ્ધાંતની, તેમની ધર્મ ક્રિયાઓની અને તેમના ધર્મગ્રંથોમાં આવતી કથાઓની બહુ સારી વિવેચના કરી છે, અને, થિએસારીની મદદથી, તે સર્વેમાં જે સતય રહેલું છે, જે ભવ્યતા અને ભક્તિ પ્રેરનારૂં બલ રહેલું છે, તેને વિવેક કરી બતાવ્યો છે. પારસી ધર્મના મૂલ પ્રથાનું અને જ્ઞાન નથી અને ટલે ધર્મ સંબંધી વિષય ઉપર અભિપ્રાય દર્શાવવા અશક્ત છતાં અમે એટલું તો નિઃસંશય કહી શકીએ છીએ કે જે રીતે એ ધર્મના વિષયોને આ ગ્રંથ યાજનારે ખુલાસો કર્યો છે તે રીતની સત્યતા અને સર્વ માન્યતા જોતાં તેમનું પારસી ધર્મ સંબંધી જ્ઞાન બહુ ઉંચા પ્રકારનું છે અને તેમણે જે રીતે એ ધર્મને સમજાવ્યા છે તે રીતે સમજવામાં પારસી કોમન પરમહિત સમાયેલું છે. ધમભાવનાની ભ્રષ્ટતાથી પારસી કામે જે પિતાનું એક પ્રજારૂપે હાવા - પણ” ગુમાવ્યું છે તે આવા લેખેના મનન અને આદરથી પુનઃ પ્રાપ્ત કરી શકાવાના સંભવ અમને જણાય છે. ર૨૧-સનાતન હિંદી ધર્મ, કર્મચાગ:-અમેરિકા અને યુરપમાં પ્રસિદ્ધિ પામેલા આર્ય દેશનિવાસી સ્વામી વિવેકાનંદનાં આ વિષયનાં બે વ્યાખ્યાનનું આ ભાષાન્તર છે. વિવેકાનદના લેખનું સામર્થ્ય સુવિદિત છે; અને તેમને બાધ અતીવ સ્પષ્ટ અને સર્વે કાઇને સહેજે ઉપકારક થઈ શકે તેવા સરલ છે. અંગરેજી કેળવણી પામી સુનિપુણ થયેલા આ પુરુષને બ્રહ્મવિદ્યાનો બહુ સારા અભ્યાસ છે, અને હિંદુ ધર્મનું મૂલ સ્વરૂપ નિરૂપણ કરતાં તથા કર્મયોગને મોક્ષમાર્ગ દર્શાવતાં તેમણે બ્રહ્મજ્ઞાનને આશ્રય કરી શ્રીભગવદ્દગીતમાં કહેલા અને ૨૨૧ ભાષાંતર કરનાર રા. રા. ભગુભાઈ ફતેહુચંદ કારમારી; વિજય પ્રવર્તક પ્રેસ, અમદાવાદ. એક આનો અને દશ આના. Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850