આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ગૂજરાતી વાચકવર્ગમાંના કોઈપણ પુરુષ અજાણ હશે નહિ. ગુજરાતી ગદ્ય અને પદ્યને નવીન પ્રકાર ઉભવ પામી વિરતરત ચાલ્યો તેને સર્વ ક્રમ તેમણે દીઠે છે એટલું જ નહિ પણ તે ક્રમમાં તેમણે સારે ભાગ લીધે છે, તેથી સિદ્ધ થનાર ફલને અમુક સ્વરૂપ સમર્પવા પ્રયત્ન કર્યો છે, અને એવા સર્વ પ્રકારના પ્રયત્નોનું તેમણે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરી રાખ્યું છે, “ સંસ્કૃતમયી” ગુજરાતી લખનાર રૂપે એકલા મનઃસુખરામભાઇનું નામજ આપણને એ પ્રકારના લેખનને આરંભકાલે જણાતું હતું: આજ તેવા લેખકે અનેક થયા છે, સર્મગ્ર ગૂર્જર લેખનનેજ તે રંગ લાગેલો છે, જે તેમની ઇચ્છા અને શક્તિનું તેમજ તેમણે નિમણુ કરેલા માર્ગની સત્યતાનું કાંઈક પ્રમાણ છે. વળી, અન્ય પ્રકારે પણ રા. રા. મનઃસુખરામભાઈ બહુ સારા સાક્ષર, અધ્યયનરસિક, અને અનુભવી પુરુષ છે, એવા અનુભવી અને વિદ્વાન લેખક પાસેથી આપણને લેખનપ્રકાર સંબંધે જે કાંઈ મળે તે ઉપયોગી અને વિચારવા યોગ્ય થઈ પડે એ કહેવું પડે એમ નથી. તેઓ લેખન તથા વાચન સંબંધી પોતાના લેખને વાર્તિક એવું નામ આપે છે અને વાતિકનો અર્થ કરી બતાવી વિષયનો આરંભ કરે છે. પ્રથમ લેખન સંબંધે કહેવામાં આવ્યું છે. આજકાલ લેખન એ એક ધંધા જેવું થઈ પડયું છે અને નિરુપયોગી લખનારા અતિનિવેદપ્રદ લીટા કરીને ભાષાના સાહિત્યને જે લજજાસ્પદ સ્થિતિમાં લાવે છે તે પ્રવૃત્તિને રા. રા. મનસુખરામભાઇને ઘણે અનાદર છે અને તેથી કેવા પુરુષે બોધ આપી શકે અને લેખન કરી શકે તથા વર્તમાન સ્થિતિનો ઉદ્ધાર કરવાને એવા લેખકે પ્રતિ કેવી નિદનક્રિયા આરંભવાની આવશ્યકતા છે તે બતાવીને પોતાના લેખનો આરંભ કરે છે. લેખકના પણ તેઓ બે પ્રકાર માને છેઃ નસર્ગિક લેખક અને કૃત્રિમ લેખક; અને બીજા વર્ગના માટે પિતાને લેખ છે એમ ઉપધાત કરે છે. - મુલ રૂકલ્પિત લેખો કરતાં ભાષાન્તર અનુકરણ આદિ વધારે થાય છે, એટલે તેવા લેખો સંબંધે તેમણે કેટલાક વિચારે દર્શાવ્યા છે. ભાષાન્તરાદિના સંબંધમાં તેમના અભિપ્રાય એમ છે કે મલ શબદ તેમના તેમ રખાય ત્યાં સુધી રાખવા અને પ્રત્યમાત્રજ છું. રવવા. આવા પ્રકારને તેઓ ભાષાન્તર નહિ પણ પ્રત્યયાન્તર કહે છે. તાત્વિક કે શાસ્ત્રીય વિષયનાં ભાષાન્તરોમાં આ પદ્ધતિ બહુ માન્ય કરવા જેવી અને આવશ્યક છે. એ થઈ રથા” પછી, અમુક લેખ સમજી ન શકાય ત્યારે ‘ ભાષા કઠિન છે' એ આરોપ કરી ચં. થને દોષ ચઢાવવાના પ્રાકૃત જનોને જે સંપ્રદાય છે તેના ઉપર વિસ્તારથી આક્ષેપ કરી તધ્ય સમજાવવા યત્ન કર્યો છે. કઠિનતા ભાષામાં નહિ પણ વિચારમાં છે એ સિદ્ધાન્તને તેઓ સ્વીકારે છે અને વિચારાનુસારજ વાણી ઉચ્ચરાય છે લખાય છે એમ કહી વાણીની અશુદ્ધિનો વિષય તેઓ ચર્ચે છે.' | ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી થઈ છે અને અન્ય ભાષાના શબ્દો તેમાં રગની પેઠે પેઠા છે એમ જણાવી પરભાષાના શબ્દમાત્રને અનાદર રાખવાની તેઓ ભલામણ કરે છે. અંગરેજીમાં ' સેક્ષન'-લેખન જેમ સરલમાં, સરલ મનાય છે તેમ અત્ર પણુ પરચુરણ ગૂજરાતી ભાષા તેજ સારી લેખનપદ્ધતિ ગણાવી જોઇએ ઐ જે ભ્રમ કેાઈ કાઈ સાક્ષરોને પણ હોય છે તે દૂર કરવાને રા, રા. મનઃસુખરામભાઈએ સારા વિસ્તાર કરેલ છે, તેમજ વિચાર વિના ગમે તે રીતે લખ્યાં જવાને “ સ્વાભાવિક ' લેખ કહેવાનો આડ’બર કોઈ કાઈ લેખકો Gahalhiileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50