આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૩ સુદર્શન ગવાવલિ. સમન્વય ઘટાવી આપનાર અચાય અથવા ગુરુ તેના ઉપર પણ શ્રદ્ધા હોવી જોઈએ. શાસ્ત્ર અને શ્રદ્ધાનો વિરોધ તે બુદ્ધિ અને શ્રદ્ધાના વિરોધનુંજ રૂપાંતર છે. અનેક કાલના અનુભવથી બુદ્ધિએ નિશ્ચય કરીને જે સિદ્ધાન્તા ક્યા છે તે શાસ્ત્ર છે, અને શ્રદ્ધા કરનાર ઘણી વખત એવું ઈચ્છે છે કે બુદ્ધિથી પરીક્ષા કરી જોયા વિના શાસ્ત્રની શ્રદ્ધા કરવામાં કાંઇ સાર નથી, પરંતુ પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક વાતની પરીક્ષા પોતાની જાતે કરી જોવા પછીજ શ્રદ્ધા કરે એ વિશ્વક્રમ હોત તે આપણું જ્ઞાન બાલકાના કરતાં પણ ન્યુન રહ્યું હોત, મનુષ્ય વગે અદ્યાપિ પણ છેક જંગલી સ્થિતિમાંથી બહાર આવવાનો અવસર પ્રાપ્ત કર્યો ન હત. મહા પુસ્થાના અનુભવ અને જીવનના પ્રસંગોને જે સંગ્રહ, તે તે દેશકાલના પ્રતિબિંબરૂપે, યોજાય હાય છે તેનેજ ઈતિહાસ કહેવાય છે; એ ઇતિહાસ તેજ સમગ્ર મનુષ્ય વર્ગને પતાનું ભવિષ્ય યોજવામાં ઉપયોગી પ્રકાશ આપી શકે છે. એના ઉપર અશ્રદ્ધા કરનાર કાંઈ પણ કરી શકતા નથી; માત્ર અજ્ઞાન અને શંકામાંજ જીવિતને વ્યર્થ રીતે ગુમાવી નાખે છે. ગમે તેટલી બુદ્ધિના વિલાસેથી પણ પ્રાપ્ત કરવાની છે તે શ્રદ્ધાજ છે, કેમકે શ્રદ્ધા વિના, બુદ્ધિએ કરેલા નિશ્ચય એકલેજ મનુષ્યના અચાર વિચારને કશી અસર કરી શકતા નથી. ત્યારે શાસ્ત્ર અને આચાર્યને એજ ઉપયોગ છે કે પ્રથમે તેમના ઉપર શ્રદ્ધા કરવી અને પછી બુદ્ધિનો જેમ જેમ તેમાં પ્રવેશ થઈ શકે તેમ તેમ તે શ્રદ્ધાને બુદ્ધિનું સબલ સમર્થન અર્પતા જવું. બુદ્ધિમાં ઉતરે તેજ શ્રદ્ધા કરવી એ આગ્રહ સાધકને બહુજ હાનિકારક છે. બાલકને આંક શીખવવામાં આવે છે ત્યાં બાર ચાક અડતાલીસ એવું વચન કેવલ ગુરના ઉપર શ્રદ્ધા કરીને, જ્ઞાનરૂપે માનીને, બાલક ગેખે છે; ૧૨૪=૪૮ એ બુદ્ધિવ્યાપાર તે બહુ વર્ષો પછી જાણી શકે છે અને ગોખેલા વચન ઉપરની શ્રદ્ધાને દઢ કરી લે છે. આપણાં ધણાં જ્ઞાન સંબંધે એનો એજ પ્રકાર નીપજે છે. શ્રદ્ધા કરવામાંથી જ જ્ઞાનનો આરંભ છે, • અને બુદ્ધિને વિચારવાનો અવકાશ પણ શ્રદ્ધા થયા પછી જ આવી શકે છે. શ્રદ્ધારહિત અને બુદ્ધિસહિત એવું મધ્યસ્થ હૃદય રાખી વરતુસ્વરૂપની વિવેચના કરવાનો માર્ગ સાધકને માટે નથી, એ તો જે પરીક્ષા કરવા બેઠા છે તેમને માટે છે; સાધકને તે અનેક મહાજનોએ જે શાસ્ત્રાદિથી પરમાર્થના અનુભવ પ્રાપ્ત કર્યો છે તેજ શાસ્ત્રાદિમાંથી પોતાના સામર્ચને કીયે માર્ગ યોજવું તે જોવાની અપેક્ષા છે, અને તે જોવામાં શાસ્ત્રોક્ત માર્ગ ઉપર શ્રદ્ધા પ્રથમથીજ આવશ્યક છે. શાસ્ત્ર અને શાસ્ત્રના સમન્વય કરનાર ગુરુ તેમનાં વચનોને સત્ય માની સત્ય ઉપર હોય તેવીજ શ્રદ્ધા રાખી, તેમના અનુભવ કરવા યત્નવાન થવું એ શ્રદ્ધાનું પ્રથમ કર્તવ્ય છે. પ્રથમે બુદ્ધિવ્યાપાર વિનાજ કરેલી શ્રદ્ધા પરિણામે બુદ્ધિપૂર્વક થઈ જાય છે, અને બુદ્ધિથી પણ પ્રાપ્ત કરવાની જે શ્રદ્ધા તે એમ આરંભથી કેળવાઇ છેવટ એટલી ગાઢ, વિશાલ, અને વિપુલ થાય છે કે તેથી અભેદસાક્ષાત્કારને ભવ્ય ચમત્કાર પ્રત્યક્ષ જણાયા વિના રહેતા નથી. - શ્રદ્ધામાં પણ વિવેકની અપેક્ષા છે એમ વારંવાર કહેવાય છે. શાસ્ત્ર શાને કહેવુ ગુરુ કોને માનવા એ વિષે પણ વિવેકની અપેક્ષા છે. પરંતુ અત્ર શાસ્ત્ર એટલે અમેદાનુભવને ઉપયેગી જે વચનસંગ્રહ અને તેના અભેદાનુભવને અનુસાર વિનિયોગ કરનાર ગુરુ તેમના ઉપર શ્રધા કરવામાં બુદ્ધિના પ્રયોગ કરી જોવાની આવશ્યકતા નથી. શ્રધ્ધા કરવામાં ઘણી વાર આ પણને એમ ભાસે છે કે વગર વિચારે શ્રધ્ધા થાય છે, પણ તેમ હોતુ નથી. આપણે આપણી Ganan Heritage PO 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50