આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૬ અલભ્યાસ થાય છે, પ્રશ્નમાત્રનો ઉદભવ સંશયથી થાય છે, ને તે સંશયથી વિચાર, તર્ક, આદિ કરતે કરતે નિશ્ચય આવે છે; એટલે આવા આરંભક સંશયનો નિષેધ અવ ઇષ્ટ નથી; એ સંશય તો બહુ ઉપયોગી છે અને ઉપકારક છે, કેમકે અવિદ્યાના અધ્યાપ અને અપવાદ કરી આપયા સુધી તે સંશયની ગતિ છે. પણ જે સંશય અનિષ્ટ અને ત્યજવા યોગ્ય છે તે એકવાર બુદ્ધિથી નિશ્રય થઈને તે નિશ્ચય ઉપર શ્રદ્ધા થયા પછી જે સંશય ઉપસ્થિત થાય તે છે. અને એટલાજ માટે ભગવાને અજ્ઞાની અને અશ્રદ્ધાવાન અને સંશયામા એવા ત્રણ જુદે જુદા “ અને’, ‘ અને’ એમ કહીને બતાવેલા છે. અજ્ઞાન, અશ્રદ્ધા, અને સંશય એ ત્રણે જેનામાં હોય તે વિનાશ પામે એમ ભગવાનના કહેવાનું તાત્પર્ય નથી. તાત્પર્ય એમ જણાય છે કે અજ્ઞાની એટલે બુદ્ધિહીન તે તો વિનષ્ટ છે જ, પણ જ્ઞાન પામી ને એ શ્રદ્ધા ન કરે તે પણ વિનાશનાજ ભાગી છે, અને જ્ઞાન પામ્યા છતાં, શ્રદ્ધા થયા છતાં, પણ જે સંશયને અવકાશ આપે છે તે પણ વિનાશથી લેશ દૂર નથી. અથૉત જ્ઞાન અને શ્રદ્ધા પછી થનાર જે સંશય તેજ અનિષ્ટ છે. એટલે નિઃસંશય થવામાં મુખ્ય ઉપયોગ શ્રદ્ધાને છે, બુદ્ધિનો નથી, અને તે શ્રદ્ધા સાધકે પ્રાપ્ત કરી કેળવવી છે કે જેથી સ્વનિશ્ચય ઉપર દઢતા રહી નિઃસંશયતા આવે.' અને 'અહં બ્રહ્માસ્મિ' ઇત્યાદિ મહાવાકયજન્ય અપરાક્ષસાક્ષાત્કારથી જે સિદ્ધ થાય છે. તે પણ વેદાન્તની પરિભાષાનુસાર સંશય અને વિપર્યયની નિવૃત્તિ છે એમ કહેવાય છે. સંશય એટલે હું અ૫ જીવ તે સમય બ્રહ્મ કેમ હોઈ શકે એવા બુદ્ધિવિલાસ; તેમ વિપર્યય એટલે મિથ્યાજ્ઞાન અર્થાત જીવ જે બ્રહ્મજ છે તે પોતાને બ્રહ્મ માનેજ નહિ, કેવલ જીવને જીવજ માન્યાં કરે એવું જ્ઞાન. આ સંશય અને વિપર્યય જ્યારે મટી જાય ત્યારે અપક્ષ જ્ઞાન થયું કહેવાય છે. હવે આમાં જે વિપર્યય છે તે તે બુદ્ધિથી તર્ક કરતે કરતે કઈ કાલે જઈ શકે છે, પણ સંશય પાછા પ્રાદુર્ભાવ પામે છે ને શ્રદ્ધા વિના વિદૂર થતો નથી. શ્રદ્ધાની બહુ ગાઢ દૃઢતાજ સંશયને ટાળી શકે છે. શ્રવણથી પ્રમાણુગત સંશય દૂર થાય છે, મનનથી પ્રમેયરત સંશય દૂર થાય છે અને નિદિધ્યાસનથી વિપયજ્ઞાન દૂર થાય છે એમ પારિભાષિકે રીતે કહેવાય છે, તેનું તાપયો સાધકે લક્ષમાં ઉતારવા જેવું છે. શ્રવણુ અને મનન એ બે બુદ્ધિના વ્યાપાર છે, સિદ્ધાન્તને સાંભળવા અને મનમાં કરાવી તેના ઉપર વિચાર કરી શકા સમાધાનથી નિશ્રય ઉપર આવવું એ બધો ખુદને વ્યાપાર છે. શ્રવણુ કરતે કરતે, યોગ્ય વક્તાકારા, શાસ્ત્રાદિ ઉપર જે શંકા હોય તે દૂર થાય છે, મનન કરતે કરતે, શાસ્ત્રપ્રતિપાદ્ય સિદ્ધાન્ત ઉપર જે શંકા હોય તે દૂર થાય છે, એમ ઉભયત્રથી સંશય જતા રહે છે. સંશય જતા રહે છે ટલે શું થાય છે ? શાસ્ત્ર અને શાસ્ત્રપ્રતિપાદ્ય સિદ્ધતિ ઉપર શ્રદ્ધા આવે છે એનું જ નામ સંશય જતા રહ્યા કહેવાય છે. શ્રાવણ મનનથી કરીને શાસ્ત્ર એટલે પ્રમાણ તથા શાસ્ત્રસિદ:ન્ત એટલે પ્રમેય તે ઉપર શ્રદ્ધા થાય છે એટલે શ્રદ્ધાનું કાર્ય આરંભાય છે. શ્રદ્ધા થઈ કે તુરત જે વિષયની શ્રદા થાય તે વિષયાકાર વૃત્તિને પ્રવાહ ચાલુ થાય છે; બીજુ" ભાનજ રહેતું નથી. એવી સ્વનિશ્ચયાકાર વૃત્તિની જે આત્તિ તેનેજ નિદિધ્યાસન કહે છે. અર્થાત નિદિધ્યાસન પણ શ્રદ્ધાના અત્યંત પરિપાકને અથે જ ઉપયોગી છે. નિદિધ્યાસનથી વિષય યજ્ઞાનના અભાવ સિટ થાય છે; અને શ્રવણ મનનથી નિશ્ચય થયા છતાં વિષય યજ્ઞાન એટલે કે બ્રાન્તિ ઉપ20ા શકવાનું કારણ શ્રવણ મતને કરીને પ્રાપ્ત કરેલા નિશ્ચય ઉપરની શ્રડાની ન્યનતા વિના બીન્દ્ર હોઈ શકતું નથી, એટલે નિશ્ચય ઉપરની શ્રદ્ધા એવી ગાઢ ‘તીત્ર’ અને સવેગ હોય કે તેની anainimleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50