આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, પ૭ તેજ વૃત્તિની આવૃત્તિ સદા રહ્યા કરે તે વિપર્યયન અવકાશજ નથી; અર્થાત પુનઃ સંશય ઉઠે અને બ્રાતિ અથવા વિપર્યય થાય એનો અવકાશજ નથી. યોગસૂત્રમાં પણ સ્પષ્ટ રીતે તત્રવવાનાનાસન્નતા; તીવ્રસંગવાળાને ઉત્તરોત્તર વધારે પાસે છે, અર્થાત જેમ સવેગ તીવ્ર તેમ તેમ સમાધિરૂપ નિવિક૯૫સાક્ષાત્કાર વધારે સમીપ એમ કહેલું છે. ત્યાં પણ નિશ્ચય ઉપર ગાઢ, તીવ્ર, અને વેગવાળી શ્રદ્ધા હોવાને નામે અત્ર જે કહેવાય છે તેનેજ “ સવેગ ” એવા એક શબ્દ કરીને કહ્યું છે અને જેમ નિશ્ચય ઉપરને સંગ તીવ્ર તેમ સાક્ષાતકાર સમીપ એમ સૂચવ્યું છે. એ સંગ તેજ શ્રા છે. ત્યારે અપરાક્ષસાક્ષાતકારનું ભય ચિન્હ જે નિઃસં. શયતા, અથવા સંશય અને વિપર્યયને અભાવ, તે શ્રદ્ધા અથવા સવેગની અતુલ બલવતી વૃત્તિનું જ yલ છે એમ સાધકના સમજવામાં અને અનુભવવામાં આવવું જોઈએ. અને એ સમજાયા પછી શ્રદ્ધાને પુષ્ટ કરવાનાં સાધનામાં તેની નિરંતર પ્રવૃત્તિ રહેવી જોઈએ. - જેને અંધશ્રદ્ધા કહેવાય છે તે એકલી પણ કેટલી ઉપયોગી છે એ સાધકના સમજવામાં હવે સહજે આવી શકશે. અંધશ્રદ્ધા એટલે જેમાં બુદ્ધિનો વ્યાપાર નથી એવી હદય. માત્રથી કરેલી પરમાપણમય પૂજા એમ તે સર્વ કાઈના જાણવામાં હોવું જોઇએ. એવી પૂજા પણ કેટલી બધી ઉપયોગી છે ? શ્રદ્ધાનો હેતુ તદાકાર વૃત્તિનો પ્રવાહ ઉપજાવ એટલેજ છે, એમાં બુદ્ધિના વિતકે તો ઉલટા વિક્ષેપ ઉપજાવે છે, એટલે ગમે તે પ્રકારે, ગમે ત્યાં પણ શ્રદ્ધા થાય, અંધ શ્રદ્ધા થાય તો તે ઉપયોગી છે, વૃત્તિને શ્રદ્ધાના પ્રવાહમાં સ્થિર કરવાને પરમ સહાય રૂપ છે. નથુજિમેરું ગનવેલાનાં એ ગીતાવાક્ય એજ અર્થે વદાયું છે. " એમ કહેવામાં આવે કે શાના ઉપર શ્રદ્ધા થાય છે તેનો વિચાર બુદ્ધિથી કર્યા વિના શ્રદ્ધા પામવી એમાં હાનિ છે. આ વાત બહુ ઉપયોગી છે. શ્રદ્ધા શાના ઉપર થાય છે તે જાણવું આવશ્યક છે, કેમકે શ્રદ્ધા કરનારને શ્રદ્ધા જેના ઉપર થાય તેનો રંગ લાગ્યા વિના રહેતા નથી. પરંતુ એટલું બધું કરવાનો અવકાશ ન હોય, ઈશ્વરદત્ત બુદ્ધિ ન હોય, તે પરંપરાગત પૂજ્યા ઉપર શ્રદ્ધા થાય, અંધશ્રદ્ધા થાય તે પણ સારી છે. કારણ એમ છે કે શ્રદ્ધાકરનાર જેના ઉપર શ્રદ્ધા કરે છે તેનું ખરેખરૂં સ્વરૂપ જેવા કે ધ્યાનમાં લેવાં જતો નથી, માત્ર તેના સ્વરૂપની અમુક કલ્પના કરી લે છે, અને તે કપેલા સ્વરૂપ ઉપર શ્રદ્ધા પામે છે, એટલે જેના ઉપર શ્રદ્ધા કરી છે તેના સ્વરૂપને ઝાઝો રંગ શ્રદ્ધામાં ભળવાનો સંભવ નથી. નિબલ કલ્પનાશક્તિવાળાં કેવલ ભાવનામાં વિહાર કરી શકતાં નથી, અને ભાવના ઉપર શ્રદ્ધા ટકાવી શક્તાં નથી; તેમને પ્રત્યક્ષ પદાથે રૂપે કાંઈક જોઈએ છીએ; પછી તે પાષાણ હોય, ધાતુ હોય કે મનુષ્ય હોય. પરંતુ તેવાં જનાએ જે શ્રદ્ધા પામે છે તે પાષાણાત્વ ઉપર કે ધાતુત ઉપર કે મનુષ્યત્વ ઉપર પામતાં નથી, તે તે સ્થાનને પોતાની કલ્પનાના બલના પ્રમાણમાં ઉત્તમોત્તમ પ્રકારે ક૯પી લે છે, તેને નામ તેનું તે આપે છે પણ તેને કલ્પે છે ઉત્તમોત્તમ રીતે, અને પછી તે ક૯૫ના ઉપર શ્રદ્ધાવાન થાય છે. | આવી શ્રદ્ધાથી વૃત્તિ એકાકાર પ્રવાહમાં રહે એટલે લાભ થાય છે, જે શ્રદ્ધા નિઃશંકતા પર્યત પહાચી સાક્ષાત્કાર ઉપજાવી શકે તે આ શ્રદ્ધા નથી, પણ આવી અંધ શ્રદ્ધાથી એ સાક્ષાત્કાર પર્યત લેઈ જનારી શ્રદ્ધાનો માર્ગ જે “ વૃત્તિની એકાકાર આવૃત્તિ ” તે હાથ થઇ શકે છે. આમ અંધ શ્રદ્ધા પણ પરમાપયોગી છે. સાધકે જે તે પ્રકારે શ્રદ્ધાવાન થવું; અશ્રદ્ધા અને કાંઈ પણ સ્વીકારવું નહિં, કાંઈ પણ પ્રવું નહિં એ સ્થિતિમાંથી મહાપાતકની પૈ૬ દરા Gandhi Heritage Porta પછી તેવી અદ્ધાથી કાર ઉપજાવી ના માર્ગ જ સાધક અતિમાંથી મળી 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 1850