આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૦ અભ્યાસ, કાંઈ છે, એટલા માટે મહાત્માઓએ અનેક અનેક પ્રકાર સમજાવ્યા છે. એ સર્વ માં જે સામે ધનચતુષ્ટયનો માર્ગ છે તે સર્વ સામાન્ય, સરલ, અને ઉત્તમ રાજમાર્ગ છે. વિરાટ અને વિવેકથીજ જેની કૃતાર્થતા થઈ ગઈ તેને સાધનાન્તરની અપેક્ષા જ નથી; એટલેથી જેની કૃતકૃત્યતા નથી, જેને અભેદભાવનાના સોટવેગ લાગ્યો નથી, તેને સમાદિસંપત્તિ, મુમુક્ષતા, અને તે પછી શ્રવણમનનાદિ પ્રક્રિયાઓ ઉપયોગી છે. શમ અને દમથી પરમ વિરાગને ઉપયોગી જે ઈદ્રિય અને મનનો નિગ્રહ તે સિદ્ધ થાય છે, ઉપરતિથી વિરાગની ભાવનામાં દઢ સ્થિતિ થઈ! રડે છે, અને તિતિક્ષાથી એ વિરાગ અનેક હૃદ્ધના તાપમાં તવાઈ શુદ્ધ સુવર્ણરૂપે સાધકનું રક્ષણ કરનાર થઈ જાય છે. એ ચારે સાધન વિરાગને સ્પષ્ટ કરી અનુભવમાં આણી આપવાના માગરૂપ છે. તે પછી જે શ્રદ્ધા અને સમાધાન છે તે વિવેકની ભાવનાનો વિરતાર કરી તેના અનુભવ ઉપજાવવાને માટે યોજેલાં છે. શ્રદ્ધાથી આત્મભાવના અથવા અભેદભાવના અને તેનાં સાધન ઉપર નિઃસંશય વિશ્વાસ આવી જાય, બુદ્ધિએ કરેલા નિશ્ચય શ્રદ્ધાદ્વારા આચારકોટિમાં ઉતરતાં પક્ષનું અપક્ષ થાય, અને સંશય વિપર્યયની નિવૃત્તિ સુધીના પરમ સાક્ષાત્કાર આવે, એજ જીવન્મુક્તિ છે એમ આપણે કહી ગયા છીએ. શ્રદ્ધાના અતુલ પરિપાક, શ્રદ્ધાને પમ અવધિ, તેજ મોક્ષ છે; માનવું તેવું થવું એજ અભેદભાવનાને સાક્ષાત્કાર છે. એવી શ્રદ્ધા પછી સમાધાન એ અંગ સાધકને ઉપદેશેલુ છે. વિવેકથી જે આત્મભાવના કહી છે તેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવાન હદય, જે માન્યું છે તેજ થઈ ગયેલું હૃદય, શામાં સમાધાન નહિ અનુભવી શકે ? કયા વિચાર કે પદાર્થને, કયા ભાવને, આતમભાવનાથી, આત્મસત્તાથી, ભિન્ન દેખી શકશે ? જે આત્મા અ. થવા બ્રહ્મ સવદા શુદ્ધ છે, જેનામાં માયા, વાસના, અવિદ્યા, અજ્ઞાન, અભ્યાસ, ઈત્યાદિ નામથી કહેલા ભેદનો છાંટા પણ નથી, એવું જે ત્રિકાલશુદ્ધ, નિત્યશુદ્ધબુદ્ધસ્વભાવ બ્રહ્મ છે, તેજ સાધનસંપન્ન અધિકારીની દ્રષ્ટિમાં સવદા રમી રહેલું છે. કોઈ પણ વિચાર, કોઈ પણ ફુરણ, કોઈ પણ પદાર્થ, તેને, બ્રહ્મભિન્ન કે નિયશુદ્ધબુધ્ધમુક્તસ્વભાવહીન ભાસતું નથી. તેના હૃદયમાંથી અશ્વાસ અને અધ્યાસના હેતુ અહંભાવ કેવલ નીકળી ગયાં છે. માટે જ તેની બુદ્ધિ સર્વદા શુદ્ધ એવા બ્રહ્મને વિષે સર્વદા નામ સવીકાલને માટે સ્થાપન થઈ રહેલી છે. એમજ હેવું જોઈએ; પણ જ્યાં શ્રધ્ધા થયા છતાં હજી કાંઇક કચાશ હોય, ત્યાં સમાધાનના અભ્યાસ કર, સર્વદા શુદ્ધ બ્રહ્મને વિષેજ અંતઃકરણની વૃત્તિમાત્ર સર્વદા વિહર્યા કરે એવું સમાધાન પ્રાપ્ત કરવાને જે જે પદ્ધતિ, યુક્તિ, વિચાર, કાર્ય, આદિ હોય તેનું સેવન કરવું, અને વિવેકને શ્રદ્ધાથી ભાવનામાં દઢ કર્યો હોય ત્યાંથી સમાધાનદ્વારા આચારમાં આણી મૂકવા. આ પ્રકારે ચિત્તવૃત્તિમાત્રનું બ્રહ્મમય અનુભવવું તે સમાધાન છે, એવું કહી સમાધાન શું નથી તે પણ કહે છે કે સાધકને સ્પષ્ટ અનુભવ આવે. - સમાધાન શું છે તે જણાવ્યા પછી સમાધાન શું નથી તે પણ શંકરભગવાન જણાવે છે. ચિત્તનું લાલન કરવું તે સમાધાન નહિ. ચિત્તનું લાલન એટલે અંતઃકરણની વૃત્તિઓને તે તે વિચાર વિષયાદિને આકારે થઈ તે તે રૂપેજ છુટી રમવા દેવી છે. સંસારમાં અનેક પ્રકારનાં સુખદુ:ખાદિ અનુભવાય છે, અનેક પ્રકારના રાગદ્વેષના વિષય ઉપસ્થિત થાય છે. વિ. વિધ વિચારાણિઓ સ્કરી આવે છે; કુપનાનાં અચિંત્ય જગત મનોરાજ્યમાં વિસ્તરે છે; analne tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850