આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અતજીવન. ૭૭ ~ અજ્ઞાન ! આપણે એ સિદ્ધાન્તને, દૈતબુદ્ધિના નિયમન, અજ્ઞાન એવું નામ આપી શકીશુ ? એમાં ભૂલ તો નહિ હોય ? આય શાસ્ત્રાએ તેમ અવાચીન પાશ્ચાત્ય તત્તશોધકોએ એટલે નિશ્ચય ખાત્રી પૂર્વક કર્યો છે કે આ વિશ્વનું બંધારણ દ્વૈતથી હોઈ શકવું એ યોગ્ય કે બુદ્ધિપુર:સર નથી. પોતે જે જાણતાં હોઈએ, જે વાત સહજ ગળે ઉતરે તેવી હોય, તેના કરતાં વિપરીત વાત સાં મળવી, અને ખરી માનવી, તે ઘણાંને બહુ વિકટ લાગે છે; ને એટલાથીજ તેઓ તે વિપરીત વાતને ખેતી માનવાનું વલન ગ્રહુણ કરે છે. આપણને ભારે તેજ પર્ય એ કાંઇ નિયમ નથી, ભાવે કે ન ભાવે પણ જેથી ખરે લાભ હોય તેજ પથ્થ; સત્ય તેજ સત્ય, પછી તે આપણા હાલના વિચારોથી વિપરીત હોય કે તેને મળતું હોય. વિશ્વની જે વ્યવસ્થા છે તેમાં યથાર્થ રીતે અવલોકીએ તે બે પદાર્થ હોય એમ લાગે છે; એક જોનાર ને બીજું તેને જોવાનું. જોવાના સાધનો, હાલે, “ જોવાનું ” એમ જે વિભાગ ઠરાવ્યું તેમાંજ સમાસ રાખીએ તો દ્રષ્ટા અને દસ્ય બેજ વિભાગ આખા વિશ્વમાંના પ્રત્યેક પદાર્થના થઈ શકે. દૃશ્યમાં પણ ચેતનયુક્ત અને ચેતનવીન એવા બે વિભાગ છે. ચૈતન્યહીનને જડ કહે છે, અને જડ તથા ચેતન એજ પદાર્થ માત્રનાં તત્ત્વ છે એમ સામાન્યતઃ બોલાય છે. પણ કોઈ જડ પદાર્થ લે તો તેમાં શું સમજાય છે ? માત્ર તેની અમુક આકૃતિ અને તેનું અમુક નામ, પણ તે પદાર્થ પોતે શું છે, વસ્તુતઃ શાનો બનેલો છે તે સમજાતું નથી, કે સમજાવાનું પણ નથી. તેનું કારણ તત્ત્વો એમ કહે છે કે દ્રષ્ટાનું જે ચિંતન્ય દૃશ્યને જુએ છે તે વાસ્તવિક રીતે દૃશ્યના યથાર્થ તત્ત્વને જોતું નથી, માત્ર દૃશ્યનું પ્રતિબિંબ પાતામાં પડે છે તેનેજ જોઇ લે છે, ને તેને અમુક નામ રૂપ અર્પે છે. જેવું, જાણવું, સમજવું, એ આદિ ધર્મ તેને જ્ઞાન કહીએ, તો કેવલ જાણવું એટલા ધર્મે કરીને જ્ઞાન સર્વત્ર ને સર્વ પદાર્થોમાં એક જ પ્રકારનું સમજાશે. એ જ્ઞાન તેજ ચેતન. એ ચેતન તે જડને ધર્મ નથી, કેમકે ચેતન વિનાનું જડ કહીં પણ છેજ નહિ, હોઈ શકે નહિ. ત્યારે સિદ્ધ એટલું જ થયું કે ચેતન એજ સર્વત્ર એકાકાર એક વસ્તુ છે; જડ શું છે તે જાણવું અશકય છે, માત્ર તેના પ્રતિબિંબદ્વારા તેનાં નામ રૂપ સમજાય છે. દ્રષ્ટા અથવા જેનાર જે અંતરમાંનું ચિતન્ય તેનું બંધારણુજ એવું છે કે તે બાહ્યપદાથને જોવા જાય તે પૂર્વે તે પોતેજ તે પદાર્થરૂપ થઈ જાય છે, અને પોતે જ પોતાના રૂપને જુવે છે. અને વચમાં જે બાહ્ય પદાર્થ (દસ્ય) જાણવું ધાર્યું હતું તે બાજુ ઉપર રહી જાય છે. જ્ઞાન થાય છે તેની પ્રક્રિયાજ આ કહી તે પ્રમાણે છે, બીજી રીતે નથી. જડવાદીએ કહે છે કે પદાર્થને ચક્ષુરાદિ સાથે સંસર્ગ થયો એટલે ચક્ષુનાં પરમાણું છે તેને ગતિ મળી, અને તે ગતિ મગજમાં પહોચી, નાડીઓને સક્રાન્ત થઈ. એ રીતે નાડીદ્વારા જે અનુભવ થયે તે જ્ઞાન એ નામથી વ્યવહરાયું. એટલે કે જ્ઞાન એ જ પરમાણુની અમુક ગતિનું નામ છે, બાકી વસ્તુતઃ જ્ઞાન એવું જડથી ભિન્ન કાંઈ નથી; અને દશા અને દૃશ્ય એવા ભેદ પાડી, દશ્ય કદાપિ જથ્થાતું નથી, ને દ્રષ્ટા પોતે પોતાનેજ જુવે છે એમ જે કહેવાય છે તે વિનાકારણુ યોજેલી યુક્તિ માત્રજ છે. આના સામે સિદ્ધાન્તવાળા એમ આક્ષેપ કરે છે કે જડ પરમાણુને જે ગતિ થઈ શકે છે તેના પ્રકાર નિરંતર એક રૂપજ હોય છે, તેને ધમ ચલન વલન એ સતત એકજ રહે છે, પછી તે ગમે ત્યાં અને ગમે તે રીતે પ્રવર્તતા હોય. પરંતુ જેને જ્ઞાન કહીએ છીએ, જે આ ગતિ કરતાં વિલક્ષણ હોવું જોઈએ એમ માનીએ છીએ, Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50