આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અદ્વૈતવને, فی સર્વમય એક ગણવાથી, જીવ એ જે પદાર્થ છે તે નીકળી જશે, અને તેથી માણસને પિતાનાં પાપ પુણ્ય માટે ફલ ભાગવવાં પડે છે તે અન્યાય ગણાશે. અર્થાત દુનીયામાં ગમે તેમ કરીએ તોપણ કશી જવાબદારી નથી એમ થશે. અદ્વૈતવાદની ટિ બરાબર ન સમજાયાથી આ ભય પેદા થયું છે, ને જે એટલાજ કારણથી અદ્વૈતવાદ ન સ્વીકારાતા હોય તે અમને ખાતરી છે કે એ બાબતમાં એમ માનનારા ભુલ કરે છે એવું અમારા કરતાં કોઈ વધારે સમર્થ અદ્વૈતાનુયાયી બતાવી શકશે. અંત:કરણવૃત્તિથી ભેદબુદ્ધિ પેદા થાય છે એ વાત લક્ષમાં રાખવાથી, વન વિભાગ રદ થવાની જે ભીતિ છે તે નિર્મલ થશે; અને ત્યાં સુધી ભેદબુદ્ધિ છે અર્થાત અંતઃકરણ અને તેની વૃત્તિઓ છે ત્યાં સુધી પાપ પુણ્ય જવાબદારી એ જે વ્યાવહારિક યુક્તિઓ છે તે પણ કાયમ રહેશેજ. વ્યવહારિક યુક્તિઓ એમ કહેવાનું કારણ આગળ રસ્પષ્ટ કરીશું, કેમકે જેને નીતિ કે પુણ્ય કહેવાય છે તેમાં યથાર્થ નીતિ કે યથાર્થ પુણ્ય શું છે તે જુદે વિષય છે, અને જેને વેદાંત, ગુરુ શિષ્ય અને શાસ્ત્ર સમેત, મિથ્યા, અત્યંત મિયા, કહે છે તે નીતિ ને તે પુણ્ય એ જુદી વાત છે. એટલે કે તટસ્થેશ્વર ન માનવાથી જે ભય માનવામાં આવે છે તે નિષ્કારણ છે એમ માનવામાં બાધ નથી. તટસ્થેશ્વર માનનારા બીજુ કારણ એમ કહે છે કે આપણા અંતઃકરણની લાગણી આપણને કોઇના ઉપર આધાર રાખવા, કેદની ભક્તિ કરવા પ્રેરે છે, માટે તટસ્થેશ્વરજ તે ભક્તિનું ભાજન છે એવું આપણા સ્વભાવથી સિદ્ધ છે. આનું ઉત્તર એજ કે આપણા શુદ્ધ ચૈતન્યની સાક્ષીથી તટસ્થેશ્વર કરતાં, સર્વ કરતાં સમય એકરસ ઇશ્વરની સાક્ષી સિદ્ધ રીતે મળે છે એ વાત આપણે આ વિષયના પ્રથમ આરંભેજ સિદ્ધ કરી છે, અને તે ઉપરાંત વળી વિશ્વસ્વરૂપ સમજવાની બાબતમાં માત્ર લાગણીથી દોરાઇ, બુદ્ધિ અથવા આંતર ચૈતન્ય જે સિદ્ધ કરે તેને ન ગણકારવું એ યથાથે વિવેકવાનનું કામ નથી. - એકલી લાગણીને આધારે ધર્મ જેવી બાબતમાં સિદ્ધાત બની શકે નહિ. પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, ભૂગલ, કે ભૂરતર, એવા કોઈ એક દેશી શાસ્ત્રમાં પણ લાગણીને જેમ બને તેમ અતિ વિદૂર રાખીએ છીએ તો સર્વ જીવિતને હેતુ બતાવનાર ધમ શાસ્ત્રની વાત વિચારવામાં માત્ર લાગણીનેજ આધાર પકવો એ ઉપહાસારપદ છે. કહેશે કે બુદ્ધિથી કશી તકરારનો અંત આવી શકે નહિ, માટે આંતરેન્દ્રિયની પ્રતીતિ અને તે તે પ્રતીતિ પ્રમાણે થતાંજ તે પ્રતીતિજન્ય આવેગની શાન્તિ, એ સિદ્ધ અનુભવને આધારે ધર્મસ્વરૂપ નિયમવું સુલભ છે. જો આવું જ હોય તે તો તટસ્થેશ્વરવાદ એક માનવા માત્ર રૂપ થઈ પડે, અને તે મતના અનુયાયીઓને, પોતે ધારેલી વાતજ જ્યારે કલ્પના માત્ર છે, ત્યારે બીજાનાં દૂષણ દેખવાનું લેશ પણ પ્રોજન રહે નહિ. Fિબહુના પથરાને ઈશ્વર ક૯૫નાર, કે એારડે અડકાવી મૂકી તેમાંજ ઇશ્વર બેઠા છે તેનું ભજન કરવું એમ માનનાર, એવાને પણ હસવાનું તેમને કારણ રહે નહિ. પરંતુ એમને એમ લાગે છે કે ક૯૫ના તથા આવેશ અને લાગણી એ બધાંને બુદ્ધિએ તપાસવાની આવશ્યક્તા છે, એમ ન હોય તો નીતિનિયમ પણ વિપરીત થવા જાય. - લાગણીમાત્રથીજ ધર્મસ્વરૂપ નક્કી થતું હોય, તે તે ધર્મને આધારે રચાનારી નીતિના સ્વરૂપમાં પણ લાગણીને વિભાગ અધિક માનવા જોઈએ. એમાં પણ જે દ્વારા શુદ્ધ લાગણી તૃપ્ત થાય તેજ ઉત્તમ નીતિ, જેમકે પ્રાર્થના આદિ, એમ શા માટે ન માનવું ? પણ વા સ્તવિક વાત એવી છે કે બુદ્ધિના તવને ન માનવાનું કહેતા પણ, લાગણીનેજ માનવી, Ganani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 27850