આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૧૮ સુદર્શન ગદ્યાવલિ. ટ્રસ્ટી એ તત્ત્વની એક વિવેચક હતી, તેણે કર્યું છે તે બહુ, અમૂલ્ય, અલોકિક કર્યું છે, તે તેણે નવું જ કર્યું નથી કે તેના અભાવે તેનું કરેલું ભાગી પડે. જેને જે ઘટે તેને તે સુખે આપ, અને સત્યને જ્યાં હોય ત્યાંથી સંગ્રહા. હૃદયના શેફને શબ્દોથી વર્ણવતાં પ્રેમમૂર્તિ જ દૂષિત થાય છે એ અમારે તો આ પ્રસંગ છે. એટલે વિશેષ કહેવાનું નથી. ' જુલાઇ-૧૮૮૧. અધ્યાત્મમંડલ. આપણા દેશ ઉપર પાશ્ચાત્યવિદ્યાની છાયા પડયા પછી આપણાં આચાર, વિચાર, નીતિ રીતિ, અને ધર્મ પણ, એ બધું ધીમે ધીમે બદલાતું ચાલે છે. તેમાં લાભ છે કે હાનિ છે એ વાત પ્રત્યક્ષ સિદ્ધ થવી બાકી છે, જોકે અનુમાનથી તેનાં લ વિષે વિચાર થઈ શકો કઠિન નથી. પરંતુ એક વાત અત્રના સર્વ લોકને લક્ષમાં લેવા જેવી છે ને તે એકે કેવલ જડવાદ, એટલે કે જીવ, આત્મા, ચેતન્ય એવું કશું છે નહિ, માત્ર જડપરમાણુના સંયોગથી કાંઈક પ્રકટ બલ થાય છે તેને એવું નામ આપવું હોય તો આપાય એમ માનવાનો વાદ, તેનાથી સ્તબ્ધ અને દુષ્ટ બની ગયેલા પાશ્ચાત્ય દેશોમાં પણ આજ કાલ ચિતન્યવાદ બહુ પ્રબલ પ્રકારે પ્રસિદ્ધિ પામી સ્વીકારાતો ચાલે છે. એટલું જ નથી પણ તે તન્યવાદના અનુયાયી મંડલમાં જડવાડના એક વારના મહાટા મોટા અગ્રણીનાં નામ પણ આપણે જોઈએ છીએ. અમુક વસ્તુમાં સત્ય છે કે અમુકમાં:એમ પરીક્ષા કરીને ગ્રહણ કરવાની જેમને શક્તિ છે. તેમને આ દલીલ નકામી છે, પરંતુ જેમણે અમુક દેશ કે વર્ગના લોકને બુદ્ધિમત્તાની પરાકાછાએ પહોંચેલા માન્યા હોય, અને તેથી તેમના ઘણાખરા વિચાર, માત્ર તે તેમનાજ છે એટલી છાપ ઉપરથીજ ગ્રાહ્ય માન્યા હોય, તેવા લોકને માટે આ દલીલ થોડા વજનવાળી નથી. જે તે પ્રકારે માને, પણ એ વાત કહેવાથી બતાવવાનું એ છે કે ચૈતન્યવાદ તરફ લક્ષ વળવાને લીધે આપણા દેશનાં તવશાત્રા ઉપર પાશ્ચાત્ય લોકાનું લક્ષ એટલું બધુ ખે'. ચાયું છે કે તેઓ તેમના અભ્યાસ કરવામાટે ઘરબાર અને માલમીલકત ધમાંદા કરી દેઈ તેને માંથી તે શાસ્ત્રાનાં ભાષાન્તરાદિ કરાવે છે, ત્યાગ કરી અન્ન આવી વસે છે, પૂછતા ફરે છે, શોધતા ફરે છે, અને પગલે પગલે, અને પ્રસંગે પ્રસંગે, આ દેશની તવસબંધી વાત, કિં બના, એક વહેમ જેવા ગપાટાને પણ, તેમાંથી કાંઈને કાંઈ તવરૂપ સાર ગૃહવા સારૂ’ સાંભળવા ઈરછે છે. આપણા દેશના વિદ્વાનો ઉપર તે કેટલી પ્રીતિ ધરે છે તે એક વિદ્વાને પાતાના ખાનગી પત્રમાં અત્ર કાઇને લખ્યું હતું કે “ જો તમે દુનીયાંના બ્રાહ્મણ થાઓ તે અમે તમારા ક્ષત્રિય થવા તૈયાર છીએ ” એ ઉપરથીજ સમજી શકાશે. “ બ્રાહ્મણ થાઓ ! ” અર્થાત બ્રહ્મજ્ઞાન, તત્ત્વજ્ઞાન, યોગસાંખ્યાદિજ્ઞાન, તંત્રવિદ્યા, ઈત્યાદિ જે જે તમારાં હોય તે અમને અને દુનીયાંને સરલ અને સ્વચ્છ અંગરેજી ભાષાદ્વારા શીખવે; તે અમે “ તમારા ક્ષત્રિય” થઈએ અથોત એવા બ્રાહ્મણોની જે સેવા અસલ ક્ષત્રિા બનાવતા તે બજાવીએ. તે સેવા હાલ શસ્ત્રયુદ્ધ કરવારૂપ નથી, પણ વાગ્યુદરૂપતા છેજ- કેમકે સામા દલમાં પ્રથમે નાસિતક જડવાદીઓ છે, અને બીજે નંબરે અમુક ધમના વાડામાં બંધાઈ ગયેલા પંથસંપ્રદા. યવાળા, તેમજ બાધાર્થ માત્રને સત્ય માનનારા તથા ક્રીસ્થીઅન પાદરીઓ તથા તેમની છાયાGandhitleritage Por 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50