આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨૦ સુદર્શન બથાવલિ, લના અધિકારી તરફ લખી મોકલવા. જ્યાં બની શકે ત્યાં ઉત્તર પણ ટુંકામાં પ્રશ્નની સામે થેજ લખવા. જે પ્રનોના ઉત્તર નહિ હોય તેના ઉત્તર અત્રથી જેમ યોગ્ય લાગશે તેમ યથાશક્તિ યોજવામાં આવશે. અને આવેલા તેમ યોજેલા સર્વ પ્રકાર આ પત્રમાં પ્રતિમાસ છપાશે; પણ આ પત્રના બીજા વાચકને કાંઈ ઓછું ન પડે તે માટે, યદ્યપિ આ પ્રનોત્તર પશુ સને વાચવા યોગ્ય થશે, તથાપિ એ બાબતમાં ઘણામાં ઘણું એક પૃષ્ટ કરતાં. હાલ વધારે રોકવામાં નહિ આવે. - અગષ્ટ૧૮૯૧ તથા અકટોબર-૧૮૮૧, પ્રશ્નમાલા, અધ્યાત્મમંડલ સંબંધી. ૧. અધ્યાત્મ મંડલ શું છે ? ને શામાટે તેની જરૂર છે ? તે એક નો પંથ કે સંપ્રદાય હોઈ, જેના થી આદેશની ખરાબી થઇ છે એવા મતબહુતમાં વધારો કરનાર નથી ? ઉ. અધિ અને આમા એ શબ્દથી અધ્યાતમ શબ્દ થયા છે અને આત્માને માની તે. ના સામર્થ્ય ને વિચાર કરી તેના ફલિતાર્થ સ્વીકારી તે પ્રમાણે વર્તવાના પ્રયાસ કરનાર જે મડલ તે અધ્યાત્મમંડલ કહેવાય છે. આમા એટલે જેનાથી જ્ઞાન અને તદનુગત ધર્મ માત્ર સંભવે છે તે જડથી ભિન્ન, એટલે કે જડજન્ય નહિ તે. છતાં એવું કાંઈ નથી કે જ્યાં આત્મા ન હોય. વસ્તુ માત્રનું હોવાપણું જ આત્માના અસ્તિત્વની સાબીતી છે. આત્મા એટલે કે જ્ઞાનવિના 'છે' છે” એવો અનુભવ નથી. એ આત્મા સર્વત્ર એકરૂપ એકાકાર છે. તેની શક્તિ અમિત અને અચિંત્ય છે. તે ઉપરથી ફલિતાર્થ બે થાય છે (૧) આભા સત્ર એક ને એકાકાર છે ત્યારે દેશ, કાલ, વર્ણ, જાતિ, ધર્મ, નાત, વર્ગ ઈત્યાદિ ભેદજન્યનાનાવ મિયા છે, અને સર્વત્ર આંતમભાવ માનવા એજ સત્ય છે. (૨) આત્માના અમિત સામર્થના તપાસ કરી તે સામર્થ્યદ્વારા જનમંડલની ઉન્નતિમાં ઉપયુક્ત થાય તેવાં સાધન સંપાદન કરી, આત્મભાવ વિસ્તારવા માટે પ્રયાસ કરો. આ બે ફલિતાર્થ માંથી અવાંતરે ત્રીજી વાત પણ કેલે છે. (૩) જે સંય આવું છે કે આત્મભાવેજ હોવા જોઈએ, તેા જુદાં જુદાં શાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, પ્રાચીન, અવૉચીન, મતભેદ, ઈત્યાદિના પણ કાઈ એકવરૂપ પાયા હોવા જોઈએ. તે શોધવા માટે તે તે શાસ્ત્રાદિનો અભ્યાસ કરવો. ત્યારે અધ્યાત્મમંડલ તે શું એનું ઉત્તર થઈ રહ્યું. આ ત્રણ હેતુને સ્વીકારી જે મંડલ કામ કરે છે તે મંડલનું નામ અધ્યાત્મમંડલ છે. એનું અંગ્રેજી નામ “ થીઓસોફીકલ સોસાઈટી ” છે, અને તેનું કાર્ય બધુ" અંગ્રેજી ભાષામાં ચાલે છે, માટે ગૂજરાતીમાં પણ તેને લાભ લેવાઈ શકાય તે માટે “ અધ્યાત્મમંડલ ” સ્થાન ધ્યું છે. પણ તેની શી જરૂર છે એ પ્રશ્નનું ઉત્તર ‘ થીઓસોફી ” ની શી જરૂર છે એ પ્રશ્નના ઉત્તરરૂપ હોવું જોઈએ. જગતમાં દુ:ખ કલૈયાદિ ઘણાં છે, હલાહલ કલિ સર્વત્ર વ્યા છે, એ તે સર્વ જનોનો સાર્વત્રિક પાકાર છે. એના ઉપાય શોધવા આવશ્યક છે. એના ખુલાસા ઘણા ઘણા પ્રકારથી વિદ્યાને યોજે છે. સોશીઆલિઝમ, નેશનાલિઝમ, ઇત્યાદિ તકરાર lainiainerade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850