આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - પ્રશ્નમાલા, ૧૫ નથી. જે આચાર્યો કેવલ ગુરુપ્રસાદથી મેક્ષ મનાવે છે તે ફક્ત ભક્તિનેજ ફલરૂપે કહે છે, બાકી વારતવિક રીતે જ્ઞાન એજ સર્વનું ફલ છે. શ્રુતિ સ્મૃતિને પણ આ વાતને ધણા ટકા છે. ૮. આ વાત તે બધી બરાબર છે, પણ મેક્ષ પામવા માટે પ્રયાસ શા સારું કર જેઇએ ? આટલી બધી માથાકૂટની શી જરૂર છે ? to ઉ. આ jશ્ન સર્વના મનમાં વારંવાર ઉત્પન્ન થતા હશે. જ્ઞાન અને મેક્ષ અને તત્ત્વ અને આત્મા એ ઈત્યાદિ અધરા શબ્દના અર્થનો વિવેક કરવાના પાંડિત્યમાં લેકે શા માટે મહત્તા સમજતા હશે કે કલ્યાણ માનતા હશે એ વાત દુનીયાંદારીના ડહાપણમાં પિતાને પ્રવીણ માનનાર લોકો ઘણા વખત ઉપહાસ સૂચક ઈપસ્તિ સમેત પૂછે છે. પણ જે લેકેં એ વાતને નકામી ગણતા હશે તે તેમજ એને ઉપયોગની ગણતા હશે તે બધાને સરખી રીતે એ વાતોનો વિચાર એક નામે નહિતે બીજે નામે કરતા જરૃર હશેજ. દુ:ખ કોને નથી લાગતુ' ? સંપત્તિનાશ, પ્રિય પુત્ર કે પત્નીના મરણ જન્ય વિયેગ, શરીરની પીડા, કે પ્રતિષ્ઠામાન આદિનો ભંગ, એ બધાં દુ:ખથી કોનું હૃદય નથી ઉઠેગ પામતું' ? ત્યારે એ બધી વાતને દુ:ખ માની તે શા આધારે માની ?, એથી ઉલટી વાતોને સુખ માની તે પણ શા આધારે ? એની એજ વાતે એકને સુખ રૂપે છતાં બીજાને દુ:ખ રૂપે નથી હોતી ?: એક સુંદર સ્ત્રી જોતાં કામીને દે", તેના પતિને આનંદ, અને ત્યાગીને ઉપેક્ષા, એમ ત્રણે જુદા જુદા વિકાર - એકની એકજ વસ્તુ નથી કરતી? અથત સુખ દુ:ખ એ કાંઈ વસ્તુસ્વભાવ નથી ત્યારે શું છે? કેવેલ તેનો અનુભવ કરનારના મનની સ્થિતિનું રૂપાંતર છે. વળી અત્ર કોઈ પૂછે કે મનની સ્થિતિનું નામજ સુખ દુઃખ ભલે હો, અમુક બનાવની જે લાગણી થાય તે અત્ર તત્ર ભિન્ન ‘ભલે હો, પણ શું એવા સાર્વત્રિક અનુભવ પણ નથી હોતા કે જે સર્વને સરખાજ સુખ દુ:ખ રૂપે લાગે ? તાવ આવવાથી કોઈને સુખ લાગતું નથી—આંગળી કપાતાં કાઈ હસતું નથી, પરંતુ આવી બાબતમાં પણ બે માણસની લાગણી સરખીજ હોય છે એમતો નથીજ બનતું', એકને સહજ તાવની પીડા મહા ભારત અને પલંગમાં પાટીને વેઠવા જેવી દેખાય છે, એક કહાવાડી લઈ લાકડાં કાપવા જઈ તાવને દૂર કરે છે. એવા પણ મનોબેલ વાળા હોઈ શકે છે કે જેને કાયિકે દુઃખ પણ કશું કરી શકતું નથી. અર્થાત એજ વાત સિદ્ધ રહી કે મનની સ્થિતિ ઉપરજ સુખ દુઃખનો આધાર છે. વસ્તુસ્થિતિમાં કે વસ્તુગતિમાં એકાન્ત સુખ કે એકાન્ત દુ:ખ એવું કાંઇ છેજ નહિ. જે છે તે જોઈએ તેવું જ છે, માત્ર અનુભવનારનું મન તે તે વસ્તુ સંભવ આદિને સુખ દુ:ખ રૂપે માની અનુકૂલ પ્રતિકૂલ ગણે છે. કેટલાક એમ કહે છે કે શરીરની જીવનશક્તિને અનુકલ તે સુખ અને તેને પ્રતિલ તે દુ:ખ, પરંતુ આ લક્ષણે માન્ય કરી શકાય તેપણુ બાધ નથી કેમકે અમુકને અનુકુલ પ્રતિલ માનવું એ પણ મનના ભાવ ઉપરજ રહ્યું એટલે મનની વૃત્તિને સુખ દુઃખ માની એ વાત તદવસ્થ રહી. એમ કહેવામાં આવે કે વસ્તુતઃ પ્રત્યક્ષ રીતે જીવનશક્તિને અનુકૂલ પ્રતિલ એવા બનાવને સુખ દુ:ખ કહીએ છીએ તો મનની વૃત્તિ માત્રમાં તે શી રીતે સમાય ? એનું, સમાધાન એ છે કે મનઠારાજ તે વાત જીવનશક્તિને પણ અસર કરે છે, અને મનની અસર જડ ઉપર આપણે માની છે, એટલે મનોવૃત્તિનેજ સુખ દુઃખ કહેવી એ અબાધ છે, વિષ ખાવાથી મરણ થાય એ દુ:ખ ગણાય છે, છતાં તેમાં મનોવૃત્તિ માત્રનું દુ:ખરૂપે પરિણામ પામવાપણુ” આવ્યું નહિ, કેવળ જીવનશક્તિનું વિધાતકત્વ એજ દુ:ખરૂપ થયું; આ ઉદાહરણ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી 25/50.