આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૩૦ સુદર્શન ગદ્યાવલિ, લાગ્યા રહેવાનું છે અને તેની ખાતર સવેનો ભેગ આપવો પડે તો તેમાં પણ પાછા પગ ભરા નહીં જોઈએ. જો પોતાના હેતુ પાર પાડવા હોય તો પ્રથમ પોતે તે પાછળ સ્વાર્પણ કરવું જોઈએ. આ વર્તન મંડલની અંતર શાખાને એક સરખી રીતે સર્વને માટે લાગુ પડતું નથી, કારણ કે ઘણા ખરા માત્ર આરંભ કરનારા છે અને પુનર્જન્મમાં એ માર્ગ ઉપર ચઢવાના છે તેને માટે તૈયાર થાય છે. એટલે ઉપર જણાવેલી રીતિનું વર્તનતે માત્ર જે કાંઈ અંતે મેળવવાનું ફળ એટલે મુક્તિ પ્રાપ્ત કરવાનો જે માર્ગ શિષ્યો માટે નિમાણ કરેલ છે તે માર્ગે ચાલવા નિશ્ચય કરે છે તેને માટે છે. પ્ર. ૧૦. જે મુક્ત છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે નહિ ? ઉ. સામાન્ય લોકમાં એમ વિચાર ચાલે છે કે સિદ્ધિ અર્થાત જેમાં ચમત્કાર એટલે દુનિયાના ચાલતા ક્રમથી કાંઈક વિલક્ષણતા હોય એવું પ્રાપ્ત ન થાય તો તે મેક્ષ ક્રેમ કહેવાય ? સિદ્ધિ શબ્દનો પારિભાષિક અર્થ લેઈ અણિમાદિ અષ્ટ સિદ્ધ મુતને હાવી જોઈએ એમ કેટલાકના આગ્રહ છે. સાધારણ માણસ કરતાં વધારે શક્તિ વાળા માણસ અનેક મહત્કાર્ય કરી શકે છે, તેનાથી અધિક રાજા આદિ શબ્દમાત્રથી ઉંધુ ચતું કરી શકે છે, તો જેને મેક્ષ મળી સમભાવ થયો છે તે તો બધું જ કરી શકવા સમર્થ હોવા જોઈએ, આમ તે લોકોનું માનવું છે. આ માન્યતા સાચી નથી, તેમ ખેાટી પણ નથી. સમજવામાં ફેર ફારને લીધે આ વાતને ભ્રમ થાય છે. યોગને માક્ષ માટે આવશ્યક માન્યો છે. એ યોગના પણ મુખ્ય અને વિસારે પાડી લોકો કેવલ આસન પ્રાણાયામાદિ યોગને વેગ માની બેઠા છે. એનું નામ યુગ નથી. મેગતા જે રાજ યેગ અથવા જ્ઞાન મય એકાત્મભાવમાં વૃત્તિનો લય થવા તે છે. ભગવાન પતંજલિએ પણ શ્ચિત્તવૃત્તિ નિરોધ: એમ કહેલું છે. રાજગ વિના બીજો યોગ વ્યર્થ છે, અને મોક્ષ તે રાજયોગ છે તે છે. ત્યારે હવે જુઓકે જે લોકો હઠાગ એટલે આસન પ્રાણાયામાદિ યોગ કરે છે તેમને શરીર તથા પ્રાણુની અનેક કસરતા આવડે છે, ને તે આવડવાથી તેમના શરીરમાં અમુક અમુક એવા ફેરફાર થાય છે કે જેથી પિંડનાં તત્ત્વને બ્રહ્માંડનાં અમુક તો સાથે સંબંધ થઈ શકે છે. એ સંબંધો દ્વારા તેવા યોગીઓ અમુક અમુક સિદ્ધિ બતાવી શકે છે. પણ તે બધા ખેલ મનોમય કોશ પર્વતને છે, તેની પાર તેમની ગતિ નથી. રાજયોગની ગતિ વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ, અને તુરીયપદ પર્યત છે. જ્યાં સુધી મનની સ્થિતિ છે ત્યાં સુધીજ સિદ્ધિના અવકાશ છે, જ્યારે મનનો વિલય વિજ્ઞાન એટલે બુદ્ધિ, અથત આમાના શુદ્ધ પ્રતિબિંબમાં થાય છે ત્યારે સિદ્ધિના ધાવનાર “ કામ” ને નાશ થયેલો છે. આ રીતે કહેતાં જે મુક્ત છે તેને સિદ્ધિ અવસ્ય હોવી જોઇએ એ વાત ખોટી છે. પણ એ વાત પાછી એક રીતે સત્ય પણ છે. જે જે વ્યવહાર બને છે, જે જે જ્ઞાન ઉદ્ધવે છે, તે બધાં ( વ્યવહાર પરત્વે બેલતાં ) મનોમય કોશને ને તેથી ઉતરતા કોશનો વિષય છે. વિજ્ઞાનમયના ભારતે કવચિત-મહાત્મા જેવા પુરુષોનામાંજ-જણાય છે, પરંતુ જે જે કાર્ય વિચાર બને છે પ્રવર્તે છે તે તે જેમ એક એક પિંડ દ્વારા બને છે પ્રવર્તે છે તેમ બ્રહ્માંડના તે તે કાશ સાથે પણ સંબંધ રાખે છે મનમય પર્વતના કાશ પિંડ અને બ્રહ્માંડના જુદાં જુદા રહે છે. પણ વિજ્ઞાન અને આનંદ એ કોષમાં નાનાત્વ નથી અર્થાત જે વિજ્ઞાન આનંદમાં સ્થિત છે તે જ્ઞાનીની આગળ વસ્તુમાત્ર પ્રત્યક્ષજ છે. તેનામાં જે જે વિનાનાનકના પ્રકાશ છે તે એવા સ્પષ્ટ અને સાહજિક છે કે તેને તે સર્વનું દર્શન કરાવી શકે, પરંતુ એવા Ganahiferitage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50