આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કાંઈક કાંઇક ભોગ પણ લેતા. પણ વર્તમાન સમયની વ્યક્તિપ્રધાને ' રાજ્યનીતિ એમના હૃદયને બિલકુલ ન ગમતી; અને અનુભવ થતાં ‘ ઈલેકશન 'ના કેલેશ કલહ અદ્વૈતભાવનાને વિરોધી છે. એમ ગણી એ વિષય ગણી એ વિષયમાં પોતે વારંવાર કુટાળા દર્શાવતા. “ પૂર્વ અને પશ્ચિમ એ પુસ્તક “ રાજય’ના વિષયમાં મૂકી શકાય. પણ એમાં ઘણે ભાગે “ પૂર્વ અને પશ્ચિમ ની ભાવનાઓનું સ્પષ્ટીકરણ છે. (૪) સાહિત્ય' ના વિષયમાં એટલે કવિ તરીકે તથા અવલોકનકાર તરીકે—પણ ગુજરાતી ભાષાને એમણે અતુલ સેવા બજાવી છે. એમનાં ‘ માલતી માધવ” તથા ” ઉત્તરરામચરિત' નાં ભાષાન્તરામાં એમનાં કાવ્યરસનું ભાન સારી રીતે થાય છે, અને જે કેટલેક સ્થળે સંસ્કૃતમ્ય' ગુજરાતી જોવામાં આવે છે, તેમ તેમ થવાનું કારણ મૂલની ‘ સંસ્કૃતમચંતા સિવાય અન્ય નથી. કાન્તા' નાટકને આપણાં : સલાંનુભવરસિક ' કાવ્યમાં પ્રથમ પદ મળ્યું છે, અને તે ગુજરાતના એક પ્રતિષ્ઠિત પરીક્ષકને હાથે, એટલું કહેવું બસ છે. આ ઉપરાંત પ્રેમજીવન’ * અભેદમ” તથા “ સુદર્શન' માં વખતો વખત પ્રસિદ્ધ થતાં એમનાં કાવ્યો ‘ રવાનુભવ રસિકતા ' નાં અપ્રતિમ ઉદાહરણ છે. ઉન્નત અને પ્રબલ રસ તરંગોથી ઉભરાતાં એ કાવ્ય ગુર્જર પ્રજાને મુખે અનેક વધી પર્યન્ત રહેશે એમ લાગે છે, “Thoughts that inspire and mould cur inner life, Strengthen to bravely bear amid world-strife: And one large Hope, full-orbb’d as summer sun, That souls shall surely moet when Life is won So round thy memory we our thanks entwine. Men are the better for these songs of thine: સાહિત્યના વિષયમાં એમની છેલ્લી કૃતિ ‘નૃસિંહવતાર” અથવા “પ્રહલાદાયાન' કરીને છે જે પ્રસિદ્ધ થવી બાકી છે. ગદ્યમાં “ ગુલાબસિંહ' પણ સ્મરણ રાખવા લાયક ગ્રન્થ છે. નવલ કથાના ગ્રન્થ તરીકે કદાચિત ' ઝનોની ' જેનું ‘ ગુલાબસિંહ ’’ અનુકરણ છે તે પ્રથમ વર્ગ માં ન મૂકી શકાય તો પણ એના કેટલાક પેરેગ્રાફમાં જે જીવન ભર્યું છે તે વાંચનાર ને સચેત કયા વિના રહે એવું નથી. રૉલી પણ અપૂર્વ, ઉદાત્ત, અને એજવાળી છે. કાવ્યના અવલોકનકાર તરીકે રા. મણિલાલનું સ્થાન જેરા સ્મ તાથી નકી કેરવાનું છે. આ વિષયમાં એમનાં સામાન્ય સૂત્રે * ત્રિકાલાબાધ ' છે. ખરા અંત:કરણથી આપણા અદૈત વેદાન્તના 8 ડે ઉપાડનાર આ વિધાન કવચિત ક્રિશ્ચિએનિટિ વા પાશ્ચાત્ય ફિચારના જેમાં ઝાંખો ઝાંખો પણ આભાસ થતો લાગે એવાં કાવ્યોમાં આસ્વાદ ન લઈ શકે એ રવાભાવિક છે. વળી આ સાથે એ પણ મરણમાં રાખવાનું છે કે: કેટલાક જનોને બાહ્ય સૃષ્ટિધારા પરમાત્માનું દર્શન થાય છે તો કેટલાકને આન્તર જગતધારા થાય છે. એ બે પક્ષમાં રા. મણિલાલનું વલણ આ બીજા પક્ષ તરફ હતું. અને તેથી એમનાં કાવ્યોમાં “ સૃષ્ટિસંદર્ય” થોડું આવતું, અને એ મના કી-વના ધારણમાં પણ ધિચાને અધિક પદ મળતુંઆથી કાય કરતાં વિચારના અવલોકનકાર તરીકે રા. રા. મણિલાલ વધારે ઉરધાન ભોગવે છે. અને આ બાબતમાં એમની બરાબરી કરનાર આપણને કદાર એક કરતાં વધારે લેખક મળી શકે એમ લાગતુ" Gandhi Heritage Porta