આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રશ્નમાલા, ૧૩૭ પરિવાર માટે પ્રયાસ પણ આદરતા નથી. આવું જે ચિંતાવિષાદ રહિત, અને પ્રતીકારના પ્રયત્ન વિનાનું, સર્વ દુ:ખનું સહન તે તિતિક્ષા. આટલે સુધી આવ્યા પછી, સાધકનામાં શ્રદ્ધા સિદ્ધ થવી જોઈએ. એ પછી શ્રદ્ધા વિના સિદ્ધ થતું નથી; આપણને પગવતે ચાલવાની સહુજ શક્તિ છે તેમાં પણ જો અશ્રદ્ધા થઈ જાય તે ચાલવું કઠિન પડે એ શ્રદ્ધાને બહુ પ્રતાપ છે. ત્યારે જે સાધક છે તેને પ્રથમ તે પોતાના સામર્થ્ય ઉપર શ્રદ્ધા જોઈએ. પોતે જે માર્ગ ગ્રહણ કર્યો છે તેમાં સિદ્ધિ પ્રાપ્ત થશેજ, ગમે તેવાં વિશ્નથી પણ પાછા હઠનાર નથી, એવી દૃઢ શ્રદ્ધા પિતાના સામર્થ્ય ઉપર જોઇએ. ગુરુકૃપા, ઈશ્વર કૃપાં, એથીજ સર્વ થશે એમ હાવા કરતાં પોતાના આત્મા ઉપર આવી શ્રદ્ધા હોય તે વધારે ઉપયુક્ત છે. એ શ્રદ્ધાની સાથેજ પોતે જે સિદ્ધાન્ત માન્ય કર્યો છે તે સિદ્ધાન્ત જણાવનારાં શાસ્ત્ર ઉપર પણ તેવીજ શ્રદ્ધા જોઈએ, સત્યને સત્ય માની ઉત્તમ સત્યરૂપે પૂર્ણ પ્રેમથી ભવું જોઈએ. વળી એ સત્યના સમજાવનાર જે દેશિકા છે તેમના ઉપર પણ તેજ પ્રેમ જોઈએ. આવી શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે આગળના ચાર ગુગને વેગે, સમાધાન એ શમાદિ સંપત્તિમાંને છઠ્ઠો ગુગુ ઉદય પામવાના સમય આવે. પરબ્રહ્મ ઉપર ચિત્તનું સારી રીતે આધાન તે સમાધાન. એવું સમાધાન થયા પછી કોઈ પ્રકારનાં ક્ષેશ દુ:ખાદિ કે અસંતોષ રહેતાં નથી. ૪. આ પ્રકારે આ પર્ સંપત્તિ સિદ્ધ થાય એટલે સ્વભાવિક રીતેજ, સાધકના મનમાં એવાં અને સ્પરે છે કે હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? કયાં જઇશ ? સુખ-મેક્ષ શું છે ? શીરીતે સમજાય ? ઈત્યાદિ. આવાં પ્ર”ના નિર્ણય કરવાની જે અતિ તીવ્ર અને દૃઢ ઈછા તે મુમુક્ષતા કહેવાય. એ પ્રકારે સાધન ચતુટશ્યને વિવેક છે. ૧૯. મ. સાધન ચતુષ્ટય સંપન્નની સાથે અધિકારીને પાછા પ્રમાતા કહે છે તેનું શું તાત્પર્ય છે? ઉ. પ્રમાતા એટલે પ્રમા એટલે યથાર્થ જ્ઞાન તેને સમજનાર અથત સાધન ચતુષ્ટય સંપન્ન તેમ છતાં એ કે કોઈ કહે તે બધું હાજી હા કરીને માન્યાં ન જાય, અથવા કહેલી વાતમાંથી યુક્તિ પ્રયુક્તિ સમજીને તત્વ તથા તે તત્વને સમજાવવાની યુક્તિને જુદાં પાડી ન શકે, અથવા તત્વ ગ્રહણ કરતાં શંકા સમાધાન ન ઉઠાવતાં શિથિલ રીતેજ વાતને ગ્રહણ કરે, ને ઉપરથી પોતાના નિશ્ચયને ફેરવવા તત્પર થાય ઈત્યાદિ. આવું જે બુદ્ધિમાંદ્ય તે અતીવ અનિષ્ટ છે; ઉપદેશનુ’ રહસ્ય યથાર્થ રીતે પોતાની બુદ્ધિથકી ગ્રહણુ કરે, અને તત્વનિષ્ઠાની સુમ વાત નિરાગ્રહ થઈ સવંદા સ્થિર તથા શાન્ત મતિવડે વિવેચી શઠે તે પ્રમાતા કહેવાય સાધન ચતુષ્ટયસંપન્ન એવા જે પ્રમાતા વેદાન્ત શાસ્ત્રના અધિકારી છે. ૨૦. પ્ર. અધિકારી થયા પછી શું કરવું ? ઉ. શ્રવણ, મનન, નિદિધ્યાસન. બ્રહ્મજ્ઞાનનાં શાસ્ત્રનું શુદ્ધારા શ્રવણ કરવું; જાતે સર્વત્ર બ્રહ્મદષ્ટિ થાય તેવી યુક્તિ પ્રયુક્તિ સાધી તેનો પ્રયોગ કરતા રહેવું. એ રીતે જે શ્રવણ થાય તેમાં શંકા સમાધાન થકી જે દષ્ટ વાતો મનમાં ઉતરે તે ઉપર સવંદા મનન કર્યા કરવું અને અખલિત એક પ્રવાહપે તે સત્યને વૃત્તિમાં ઠરાવવું. એમ જ્યારે વૃત્તિ બ્રહ્માકાર થાય ત્યારે તેમાંથી બીજુ ભાનમાત્ર દૂર કરી કેવલ એકરસ બ્રહ્મદર્શન પામવું એ નિદિધ્યાસન. જે જાણ્યું હોય તેજ થવું એ અપક્ષ. પછી જ્યારે એમ થવાયું છે એનું પણ વિસ્મરણ થાય, ને સર્વદા એ રિથતિ રહે, તે નિર્વિકલ્પ. (નવેમ્બર ૧૮૮૧ થી જુન ૧૮૯૩ ) Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 37/50