આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૪૮ સુદર્શન ગવાવલિ. સિદ્ધાન્ત માનવાથી માણસ આળસુ થઈ ઉદ્યોગ ન કરે એમ પણ સમજવાનું કારણ નથી, કેમકે સમભાવ જેને થયો છે, તે તો ઓર વધારે ઉદ્યાગી થઈ શકે છે, જોકે તેના પર માર્થને પ્રકાર કદાપિ સામાન્ય લોકના પરમાર્થ કરતાં જુદા હોય. માયાપાશમાં લીન થવાથી થતાં સુખદુ:ખ આત્માના ધર્મ નથી એમ દઢ કરાવી સંસારથી કંટાળી ન જવા દેતાં ઉત્તેજન આપી આનંદમાં કર્મ કરાવ્યા જવાં એ આવો સિદ્ધાન્ત અંગીકાર કરાવવાનું સ્પષ્ટ લ છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધન ઘણાં છે. એ પ્રાપ્ત કરવામાં જુદા જુદા અધિકારીકેવા માર્ગ કેવી પ્રકૃતિનાને યોગ્ય થઈ પડશે એ વિચારપરથી ઠરાવેલી યોગ્યતાવાળા–માનેલા છે. અધિકારનો વિવેક કરવાનો આ પ્રસંગ નથી. પણ જ્ઞાન થવાથી મોક્ષ થાય છે એ સિદ્ધાન્તને રyટ કરતાં એટલું કહેવું જોઈએ કે જેમ કેવલ એસિડનું નામ જાણવાથી વ્યાધિ જતો નથી, પણ તેનું પાન કરવાથી જાય છે, તેમ જ્ઞાન માત્ર થવાથી આનંદ થતો નથી, પણ તે જ્ઞાનના ખરે અનુભવ કરવાથી થાય છે, આ બે પ્રકારનાં જ્ઞાનને પક્ષ અને અપરોક્ષ જ્ઞાન કહે છે. માક્ષ અપક્ષ જ્ઞાનીને મળે છે. મોક્ષ મુવા પછી મળે એમ પણ નથી, જીવતાં પણ મળે છે, ત્યારે સર્વ બ્રહ્મમય એમ માન્યા પછી વ્યવહાર કેમ બને એ શંકાનું સમાધાન એમ છે કે જ્ઞાનીને વ્યવહાર તે પ્રારબ્ધ અને પ્રકૃતિ પ્રમાણે હોયજ, પણ તેથી તેને લેપ થતો નથી, તેને સુખદુ:ખ થતું નથી, કેવળ સાક્ષીવત્ તેના વ્યવહાર નીમ્યાં કરે છે; છતાં તેને કમૉદિક બંધન કરી ફરી જન્મમરણની પરંપરામાં આણતાં નથી. આ પ્રમાણે આપણા શાસ્ત્રના સિદ્ધાન્ત છે, ને તે માનવામાંજ સર્વ વાતનો ખુલાસો બની આવે છે. આવા વિચાર સર્વથા માણસને કર્તવ્ય છે, ને તે ન કરવામાં મહાપાપ છે. આગળ જે અધિકાર કહ્યા તે યાદ રાખવાથી સર્વ શાસ્ત્રનો સમાવેશ સુગમ રીતે બની જઈ, અંગરેજી ભણનારને જુદી જુદી વાતો પર હસવું આવે છે તે આવવાના અવકાશ નહિ રહે. વેદ, વેદાન્ત, સ્મૃતિ, પુરાણુ એ સર્વ એકજ જાતની બુદ્ધિનાં માણસ માટે કહેલાં નથી; જેને જેવી વાત અનુફેલ પડે તેવી વાતને ગ્રહણ કરે–પણ તેમ કરવામાં એ સર્વને સિદ્ધાન્ન આખર એકના એકજ છે. એજ પ્રમાણે કેઈ કેવલ જ્ઞાનમાંજ આનંદ માને છે, તો કોઈ સત્સંગમાં ખુશી થાય છે, તો કોઇના મનને મૂર્તિ વિના સંતોષ વળતા નથી. આ સર્વે અધિકારીના ભેદ પ્રમાણે પૂજાના ભેદ છે, પણ સર્વને આખર પરિણામ તો કહ્યા તે સિદ્ધાન્તજ જાણ. - આ પ્રમાણે કાંઈક અંશે આપણા શાસ્ત્રની મુખ્ય વાતોને સહજમાં સમાવેશ કરી બતાવતાં બુદ્ધિમાન સ્ત્રી-પુરૂષને વિચારવાનો વિષય સાંપે છે. અમારે એ ઉદ્દેશ છે કે આ કહ્યા તે સિદ્ધાન્ન દઢ કરાવવાના હેતુથી, તથા તે જ્ઞાન પ્રાપ્ત થાય એ માર્ગે જણાવવાની ઈચ્છાથી શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકોનું ભાષાંતર, ઘણી લાંબી ને ખુલાસાવાર ટીકા સાથે આવતા માસથી એટલે આ પત્રના નવા વર્ષથી આપવા માંડીશુ. કોઈને આ કહ્યા તે સિદ્ધાન્તોમાં પણ શંકા કરવાની હોય તે સુખે લખી જણાવવી કે અમને તે જાણવાથી વિચારવાનો લાભ મળે. બનશે તો કોઈ વિદ્વાનની પાસે તેના ખુલાસે પણ કરાવીશું.' જુલાઈ ૧૮૮૭. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50