આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ પ્રમાણે રા. રા. મણિલાલના સિદ્ધાન્તાના ટુકડામાં સાર છે. હવે એ સિદ્ધાનતાના સ્વિરૂપ ઉપરથી તેમજ તેને પ્રતિપાદન કરવાની પદ્ધતિ ઉપરથી, રા. માણલાલની બુદ્ધિનો ખાસ ધર્મો શા હતા એ વિચારવાનું છે. જે બુદ્ધિ આપણાં અવલોકનનો આજ વિષય છે એની મહત્તા અને ભવ્યતા તરફ જતાં એ સંબંધી એકદમ વિચાર બાંધ એ જરા સાહસ જેવું છે. છતાં નિર્વિવાદ રીતે સ્વીકારાઈ શકાય એવા કેટલાક ગુણ આપણી દૃષ્ટિએ પડે છે, તે એનું' ટુકાણમાં કથન કરી જવું એ અયોગ્ય નહિ ગણાય. રા. રા. મણિલાલના સર્વ સિદ્ધાન્તાને એકત્ર કરી એમના પરસ્પર સંબંધ તપાસતાં જણાય છે કે એ વિદ્વાનના હૃદયનું વલણ (૧) પ્રાચીનતા અને (૨) શાસ્ત્રીયતા [ Scientific ના અર્થ માં, theoretic ના અર્થ માં નહિ ]; તરફ હતું. આ ઉપરાંત બીજા બે ધર્મો પ્રતીત થાય છે તે (૩) વિશાલતા અને (૪) ઉદ્દેશનું એય ( Unity of purpose ) એ છે. આ સર્વની “ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય' ના વિષયમાં રા. રા. મણિલાલ ઉ. પર શી શી અસર થઈ એ જોઇએ. (૧) ધર્મ અને ગૃહના વિષયમાં પ્રાચીનતાને સંપૂઃ અવકાશ હતા સાહિત્યના વિષયમાં પણ બહુધા હતો. અને તેથી એ ત્રણ વિષયમાં રા. રા. મણિલાલની કૃતિઓ સંખ્યાબંધ છે અને ગુણમાં પણ ઉત્કૃષ્ટ છે. રાજ્યપદ્ધતિ હાલ જેવી ચાલે છે તે સર્વથા અર્વાચીન હોવાથી એમાં રા. મણિલાલની બુદ્ધિને વિચારવાના પ્રસંગ છેડો હતો અને તેથી જણાવ્યું છે તેમ તેમણે આ વિષયમાં બહુજ થાકું લખ્યું છે. (૨) શાસ્ત્રીયતા જેને વિચારશીલતા પણ કહી શકાય-એ આ બુદ્ધિનુ" બીજુ' લક્ષણ હતું. જો કે શુષ્ક તર્ક જાળને એ નિદે છે, તથા અધિકારભેદની વ્યવસ્થા માને છે તાપણ ધર્મનું યથાર્થ સ્વરૂપે સમજવું, ‘ જીવિતના ઉદ્દેશનો નિર્ણય કરવો, ” અને આ રીતે જે નિર્ણય આવે તે ઉપર નીતિની સ્થાપ્ના કરવી એ સાધારણ રીતે રા. મણિલાલનો સર્વ પ્રતિ ઉપદેશ છે. રા. મણિલાલથી ગુજરાતને જે અતુલ લાભ થશે છે. એમાં વિચારને જાગ્રત કરવાના એમના પ્રયત્નની પ્રથમ ગણના છે. સુજિતચુતસુviાં વચનં વાઢકાપ અશ્વત્તળના રયા ચમક્યુકર્ત I " એ વાસ વાક્ય રા. રા. મણિલાલના ‘ઇમિટેશન ઓફ શર્કર ' ને આરંભે સ્વીકારેલા સિદ્ધાન્ત છે. હાલ જે નાત પ્રવત છે. તેનું બા મીચી અનુસરણ કરવું વા સામાન્ય બુદ્ધિમાં જે આવે ત શાસ્ત્રીય વિચોર ક્યાં વિના ચણ કરી લેવું એ એમને સર્વથા અનિષ્ટ છે, અને આ વલણને લીધેજ અમો નીતિના આચાર કરતાં નીતિના વિચાર ઉપર ગુજરાતનું અધિક લક્ષ બે'યું છે; એમ બતાવીને—અને તે યથાર્થ રીતેજ વિચાર હશે તો આચાર આવશે. પાછળના વખતમાં ‘ કર્મ કર્તાં કરતાં અધિકાર પ્રાપ્ત થાય છે એ સિદ્ધાન્ત ઉપર એમણે વિશેષ ભાર મુકયો. પણ શ‘ડી દષ્ટિએ તપાસતાં આ છે સિદ્ધાન્ત વચ્ચે વિરોધ નથી. અને વિરોધ માનીએ તોપણ, અને તત્ત્વજ્ઞાનને પાર જતાં પાછળના સિદ્ધાન્તમાં કેટલું સત્ય ભાસે છે તે પણ, એટલું તો ખરું જ કે રા. મણિલાલની મહત્તા એમના પૂર્વ ના સિદ્ધીતમાંજ રહેલી છે. ગુજરાતમાં અતિ પ્રાચીન ” જેને કર્મ કહે છે તે તો અનેક વર્ષો સુધી થયાં, હવે સમય વિચારના, તત્ત્વજ્ઞાનનો છે. અને અધિકારભેદ કર્મ અને વિચાર વચ્ચે નથી,

    • (* યુક્તિ યુકત’ કહેતાં વિચારવાળું—એવું વચન બાલક પાસેથી પણ ગ્રહણ કરવું; અને એથી ઉલટું એટલે યુક્તિરદ્ધિ બ્રહ્મદેવે કહ્યું હોય તથાપિ ત્યાગ કરવું’, )

Gandhi Heritage Portal