આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

'પણ વિચારનાંજ જુદાં જુદાં રવ –ખરી ભક્તિ, ખરું જ્ઞાન વગેરે-વેચે છે, હવે 'ગ્રહ' ના વિષય માં આ શાસ્ત્રીયતાની શી અસર થઈ છે તે જોઇએ, ધર્મના વિષયમાં રા. મણિલાલ ની અસર જેટલી સ્પષ્ટ છે એટલી ગૃહના વિષયમાં નથી એમ કદાચિત કેટલાક માનશે, એટલું ખરું છે કે આચાર અને વિચારની ગુંથણ ઘણી નિકટ હાઈ, આચારની વિચાર ઉપર કેટલીકવાર અસર થાય છે; અને વિચારમાં ફેરફાર થતા પહેલાં આચારને બદલવાના, ભાગ કેટલેક અંશે લેવાની જરૂર પડે છે. પણ ઘણે ભાગે વિચારધારા આચાર સુધારવાનું ધરણુજ શાસ્ત્રીય છે, જો કે વિચાર સામાન્ય જન માટે કદિન માર્ગ છે, અને કાર્ય સાધવામાં એ પદ્ધતિ જરા ધીમી થઈ પડે છે ખરી, છતાં કહેવું જોઈએ કે એ રીતે મેળવેલ જ્યજ ચિરસ્થાયી નીવડવા સંભવ રહે છે. આમ હોવાથી ગ્રહના વિષયમાં હાલ નિષ્ફળ જેવી દેખાતી રા. મણિલાલાની પ્રવૃત્તિ લાંબે ગાળે સફળ નિવડશે એમ આશા છે. અત્યારે તો એટલું કબુલ કરવું પડશે કે નારી પ્રતિષ્ઠાની અસર ‘નવીના” ની ભૂલ બતાવવા ઉપરાંત પ્રાચીનો’ ને વક્તવ્યમાં દોરવા તરફ થોડીજ થઈ છે. રાજ્યના વિષયમાં શાસ્ત્રીયતા પ્રાચીનતાની સાથે જોડાએલી હોવાથી પ્રાચીનતાથી માફક જ નિરવદાશ નીવડી. સાહિત્યમાં એ શાસ્ત્રીયતા સ્વયં વિચારરૂપ હાઇ, અમને કવિ તર્રીકે વિચારપ્રધાન ફાવ્ય તરફ, અને અવનકાર તરીકે કાવ્ય પરીક્ષામાં વિચારને અધિક પદ આપવા તરફ દોરી ગઈ. પરિણામ છેક ખાટું જ આવ્યું એમ કોણ કહી શકશે ? (૩) વિશાલતા એ આ બુદ્ધિનું ત્રીજું લક્ષણ છે. આ વિશાલતા વિષયની પસંદગીમાં અને એક પ્રકારે પ્રત્યેક વિષયની પરીક્ષામાં સંપૂર્ણ પ્રકાશે છે. રા. રા. મણિલાલના ગ્રન્થમાં મનુષ્યજ્ઞાનના અનેકાનેક વિષયોનો સમાવેશ છે. જે સિદ્ધ કરવાને એ ગ્રન્થાની ટીપ આપવી એટલું બસ છે, જેમાંથી ઘણાંખરાંનું પરિગણન ઉપર થઇ ગયું છે, પ્રત્યેક વિષયની પરીક્ષામાં જે વિશાલતા પ્રતિત થાય છે તે વિષયને અનેક દૃષ્ટિબિંદુથી વિચારી જોવાની વિશાલતા નથી, પણ એક બાજુ વિશાલ દષ્ટિએ અવલોકવાની વિશાળતા છે. આ વિશાલતા સિદ્ધાન્તસાર, અ તિઝમ, શ્રીમદ્ ભગવર્મીતા, ઈમિટેશન ઓફ શંકર વગેરેના ઉપ ધાતો, ગુજરાતના લેખકે’ વગેરે લેખોમાં સ્પષ્ટ છે. વાંચનારની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાના હેતુથી રા. રા. મણિલાલને હાથે વસ્તુની એકજ બાજુ ઉપર કેટલીક વાર ભાર મુકવામાં આવતા. પણ આ પદ્ધતિ સદોષ છે એમ કહેતા પહેલાં એટલું જરા ધ્યાનમાં રાખવાનું છે કે રા. મણિલાલના ઉદેશ પંડિત ( Scholar ) માં ખપવાનો નહિ પણ એક ઉપદેશક ( Teacher ) થઈ ગુર્જર જનમડલના આચાર વિચાર ઉપર અસર કરવાના હતા. ( ૪ ) છેવટે વિચારવાનું લક્ષણ તે રા. મણિલાલના ઉદ્દેશની એકતા છે. માત્ર કીર્તિની સ્પૃહાથી દોરાઈ જઈ અનેક વિશે ચર્ચનાર અનેક ગ્રંથો રચનાર વિદ્રાન ગમે તેમ ગમે તેવા વિષયો પસંદ કરે અને જુદે જુદે સ્થળે જુદે જુદે રૂપે ભાગે એ સ્વાભાવિક છે. પણ રા. રા. મણિલાલમાં એમ ન હતું. સર્વત્ર રા. મણિલાલતી વિચારમુદ્રા એક રૂપેજ પ્રકાશે છે. ' વિતના ઉદ્દેશન નિર્ણય કરવાની સાથે ગ્રંથકાર તરીકેના એના ઉદ્દેશાનો નિર્ણય પણ એણે કર્યો હતો. એનું સમરત વન–અને તે સાથે ગ્રંથકાર તરીકે એની પ્રવૃત્તિ એકજ ઉદ્દેશથી ઘડાયેલાં હતાં, અને તે ઉદ્દેશ તે “ અમેદાનુભવ. ' આ ઉદેશને અનુકુલ તે સારું'; પ્રતિલ તે ખાટુ'. Gandhi Heritage Portal