આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વેદાન્ત, થવા લાગ્યા હતા. એ પ્રસંગેજ કહેવાની પૂર્ણ આવશ્યક્તા હતી કે “ કર્મના ફલને આશ્રય કયો વિના, પ્રવાહ રૂપે પ્રાપ્ત થતા કર્તવ્યને કરનારજ સંન્યાસી છે. તેમ યોગી પણ છે; અગ્નિહોત્રાદિને છોડી દેનાર કે અક્રિય થઈ રહેનાર તે સંન્યાસી કે યોગી નથી; ” “ કર્મ માત્રના ત્યાગ કરનાર ત્યાગી નથી, પણ કર્મ માત્રના ફલનો ત્યાગ કરનાર ત્યાગી છે; ” ઈત્યાદિ. કૃષ્ણપરમાત્માના ઉપદેશનું તાત્પર્ય જે આ પ્રકારે યથાર્થ ગૃહાયું હોય તો જ્ઞાન–પક્ષનો આશ્રય કરનાર જે બુદ્ધિવિલાસાને ઉપાસે છે અને નિવૃત્તિ આદિમાં જ્ઞાનની પરાકાષ્ટા માને છે તેમાં વેદાન્તના સાધ્યને વિરામ નથી એ સ્પષ્ટજ છે. a પરંતુ “ આનંદ ' કે જે જ્ઞાનપક્ષનું સાધ્ય છે તે વાસ્તવિક રીતે વેદાન્તનું સાય છે કે નથી તે પણ જોવાનું છે. સત-ચિત-આનંદ એવું, વેદાન્તપ્રતિપાદ્ય બ્રહ્મનું સ્વરૂપ સમજાવવાને, એક લક્ષણમાત્ર કહેલું છે તે ઉપરથી સત ચિત આનંદ તેજ બ્રહ્મ એમ બહુ જનાના સ્વીકારવામાં આવી ગયું છે. પણ બ્રહ્મ તે સર્વ વિશેષથી રહિત નિર્વિશેષ, એક છે એટલે એમાં સત ચિત્ આનંદ ત્રણનો અવકાશજ નથી, અને એ ત્રણ કહેવામાં પણ બ્રહ્મની એકતા કહેવાનું જ તાત્પર્ય છે, બ્રહ્મના ત્રણ ધર્મ કહેવાનો હેતુજ નથી. જેમ અસ્તિ-અસ્તિ એ પ્રત્યય સત્તામાત્રમાં એકનો એક સર્વમય છે, બધાં નાના પ્રકારનાં અસ્તિત્વ એ અસ્તિપ્રત્યયથી ભિન્ન નથી; તેમ અસ્તિત્વમાત્ર પણ બ્રહ્મથી ભિન્ન નથી, માટેજ બ્રહ્મ સત છે. જેમ જ્ઞાનમાત્ર, વિવિધ પ્રકારનાં ઇંદ્રિયજન્ય સંવેદનથી આરંભી મનાવિલાસ પર્વતનાં જ્ઞાનમાત્ર, “ જાણવું' એ પ્રત્યયથી ભિન્ન નથી, તેમ જેટલા જેટલા ચૈતન્યવાળા, જ્ઞાનવાળા, વ્યાપાર છે તે બ્રહ્મથી ભિન્ન નથી. જેમ વિવિધ પ્રકારના સૂફ, ચંદન વનિતા આદિ આનંદ એક આનંદરૂપ તૃપ્તિથી ભિન્ન નથી તેમ વિષયમાત્રના સંબંધને આનંદ બ્રહ્મથી ભિન્ન નથી. સત્તા, ચૈતન્ય, તૃપ્તિ ત્રણે જેમ પિત પિતામાં એકનાં એક છે તેમ બ્રહ્મ એકનું એક છે. આટલું જ નથી પણ સત્તા એટલેજ ચેતન્ય અને તૃપ્તિ એમ સહજ સમજાય છે. ચૈતન્ય વિના અસ્તિત્વનો અનુભવ થતો નથી અને ચૈતન્યવાળું કોઈ પણ અસ્તિત્વ અમુક પ્રકારની તૃપ્તિવિના સંભવતું નથી, વૃદ્ધિ પામી અનુભવ લેઈ શકતું નથી; એટલે સમગ્ર બ્રહ્માંડનો સમાસ સમાં થઈ રહે છે. ને તે સત બ્રહ્મ છે. એ સત જેમ કોઈ જુદો પદાથે નથી તેમ બ્રહ્મ પણ જુદો પદાર્થ નથી; સર્વ છતાં કાંઈ નથી, સાકાર છતાં નિરાકાર છે, એક છતાં અનેક છે. ત્યારે સત ચિત અને આનંદ એવું બ્રહ્મનું સ્વરૂપ જણાવવા જે કહેવામાં આવે છે તેમાંથી એમ ફલિત થઈ શકતું નથી કે આનંદ એવા બ્રહ્મના કોઈ ધર્મ કે સ્વભાવ છે અને આનંદની પ્રાપ્તિ તે બ્રહ્મભાવ થયાનું સ્વરૂપ છે. વિદ્યારણ્યસ્વામી આદિ મહાત્માઓએ બ્રહ્મસાક્ષાત્કાર કરાવવાને, સાધુકાની સુગમતા સારું', વિષયાનંદના દષ્ટાંત આપી આનંદના બિંદુમાત્રને બ્રહ્માનંદના અતિ અસ્પષ્ટ અંકુરારૂપે દર્શાવ્યા છે. પણ તેમાંએ તાત્પર્ય એ છે. કે વિષયાનંદમાં એકાગ્રતા અને નિભાનતા થાય છે, છતાં કોઇ અવશ્ય ભાન રહે છે, તેવું બ્રહ્મસાક્ષાત્કારની એકતા, નિર્ભાનતા અને અવશ્ય ભાનતાનું સ્વરૂપ છે. સહિત્યકારો પણ પોતાના ઇષ્ટ ‘ રસ ” અથવા ધ્વનિને, એટલાજ ઉપરથી, “ બ્રહ્માનંદ સહોદર ' કહે છે. ' | આનંદને વેદાન્તનું સાધ્ય માનવાને કોઈ કારણ સમજાતું નથી' આનંદ તે ક્ષણિક છે, વિષમ છે, એકરૂપ નથી, વ્યક્તિએ વ્યક્તિએ આનંદની વ્યાખ્યા જુદી જુદી થાય છે. એ આનંદને વેદાન્તના સાગરૂપે શી રીતે કહી શકાય ? આનંદની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ ianchi tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50