આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૭૦ ગદ્યાવલિ, ભિન્ન હોવાથી તથા વેદાન્તના સાધ્યરૂપે આનંદને માનવાની ભૂલ થવાથી, ઘણાક વેદાન્તાનુયાયીના આચાર વિચારોમાં નિરંકુશ સ્વાતંત્ર્ય, સ્વચ્છેદિતા, અને સામાન્ય લોકો જેને અનાચાર અને અનીતિ કહે તેવું દીઠામાં આવે છે. જે ઘડી ગઈ આનંદમેં જીવનકા લ સાથે એટલા એક ચરણને મુખે રાખી, પિત પિતાની સમજણ અનુસાર આનંદની ઘડી ભેગવવાનો યત્ન કરનારા પામરે પણ વેદાન્તી હોવાનો દાવો કરી વેદાન્તને દેવ ચઢાવવાનું નિમિત્ત થઈ જાય છે. ‘ કહા લેક પતિ લે ગયો, કહા કરન ગો બેય ', એ પ્રથમાધ ને વિચારીએ તો જણુાય કે રાવણે બહુ અભિમાન કરી ન્યાયે અન્યાયે પણ સંગ્રહ કર્યો તે તેની સાથે ન ગયા; કરશે અતિ દયા ધારણ કરી પરમ ઉદારતાથી સર્વસ્વને વ્યય કર્યો કર્યો તેમાં તેની પાસેથી કાંઈ ખૂટી ન ગયું:–જે આવવાનું તે પ્રયત્ન વિના એ આવે છે ને જવાનું તે પ્રયત્ન વિનાએ જાય છે; ત્યારે પ્રાપ્ત કરવાના વિયે સંબંધે કે જે જતા રહે છે તે વિષય સંબંધ, પ્રયત્નને વચમાં આણીને કલેષ કર કે ઉપજાવો વ્યર્થ છે: લાભ, હાનિ ઉભયમાં સમાન રહી સમતાના સૂત્રને વળગી, રાવણે જેમ પતાને પ્રાપ્ત થતું કર્તવ્ય કર્યું કે કરણે પોતાને પ્રાપ્ત થતું? કર્તવ્ય કર્યું તેમ કતવ્યમાત્રમાં આનંદવું, “ આનંદની ઘડી' તેજ ભૂત અને ભષ્યિના અનુસંધાન વિનાની વર્તમાન ક્ષણ છે, અને વર્તમાનમાંજ જ્ઞાની વિચરે છે, માટે તે “ઘડી ને જીવનનું કુલ કહી છે. એ કર્તવ્યમાત્રના વર્તમાન ક્ષણનો આનંદ તેજ જ્ઞાનીનું જીવન છે; એમ ન હોત તો હિરણ્યકશિપુ આદિની વૈરભક્તિથી પણ મોક્ષની પ્રાપ્તિ સંભવત નહિ. આ પ્રકારે ‘ અનદ” ને સમજતાં પોત પોતાની રુચિ અનુસારના આનંદમાં વિહરવાનેજ આનંદ માનવાને જે માર્ગ તે વેદાન્તસિદ્ધાન્તથી પ્રતિક છે.. આનંદને વેદાન્તનું સાધ્ય માનવું એ બુદ્ધિવિલાસને વેદાન્ત સમજનારા પક્ષનું જ ફલ છે. બુદ્ધિના અભિમાનમાં વિલાસ ભેગવનારા, નિવૃત્તિનેજ જીવિતનું તંત્ર સમજનારા, જ્ઞાન પક્ષાનુયાયી વેદાન્તીઓ પોત પોતાના આનંદસામ્રાજ્યને મોક્ષ માને તો તે સ્વાભાવિક છે. જે જ્ઞાનને ઇષ્ટરૂપે સ્વીકારી તેઓ પ્રવર્તે છે તેનું વાસ્તવિક ફલ એ આનંદજ હોય. એજ અવાંચીન વેદાન્ત છે. કેવલ જ્ઞાનપક્ષ એ અવૉચીન વેદાન્ત છે, અને પ્રસ્થાનત્રયનું શાંકર ભાષ્ય, ગાડપાદાદિના લેખ, તેમના જે પ્રસાદ અને પ્રવાહ છે તે કરતાં અન્ય શૈલીના વેદાન્ત સંબંધી લેખે પણ અવૉચીન વેદાન્તના મહિનામાંજ લખાયેલા છે. એ અવૉચીન વેદાન્ત ઉપર અરુચિ થવામાંથીજ રામાનુજસંપ્રદાયનો ઉદ્ભવ છે. તેણે શુષ્કજ્ઞાનને સ્થાને ભક્તિનો અધિકાર સ્થાપી જનસમાજને આનંદમાત્રમાં મોક્ષ ન મનાવતાં શાસ્ત્રોક્ત વિધિનિષેધની મર્યાદામાં રાખી મોક્ષ મનાવવા યત્ન કર્યો છે. પણ એ ભક્તિમાં રસ નથી, જ્ઞાન ઉપરના તિરસ્કારની તેમાં બહુ છાંટ રહી ગઈ છે, અને જે આર્દતા ભક્તિનું સ્વરૂપ છે તેની એકતાનતા એમાં અનુભવાતી નથી. વલ્લભાચાર્યો વેદાન્તનો સ્વીકાર કર્યો, રામાનુજની પૈઠે સિદ્ધાન્તને ન કરવા યત્ન ન કર્યો, માત્ર જ્ઞાનપક્ષમાં “ રસ ” ઉમેરીને વેદાન્ત ઉપરથી બુદ્ધિનો અધિકાર ઉઠાવી હૃદયના અધિકાર સ્થાપવા યત્ન કર્યો. પણ તેમાં રસ ? વધારે રેડાઈ ગયા છે. એક પાસા જેમ બુદ્ધિ વેદાન્તને શુષ્ક કરી નાખતી હતી, તેમ બીજી પાસા રસ તેને એટલા બધા ઓગાળી નાખે છે કે બાચકા ભરતાં પણ હાથમાં કાંઈ આવતું નથી; શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે તેવું સમત્વ’ સિદ્ધ થતું નથી, એ ગમે તેમ હા, પણ અવૉચીન વેદાન્ત ઉપર અરુચિ થવાથી વલ્લભ અને રામાનુજનો ઉદ્ભવ છે એ વાત આપણી ચર્ચાને પુષ્ટિ આપે છે અને Janani Heri Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850