આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - વેદાન્ત, ૧૭૧ “ શુષ્ક” જ્ઞાનનો પક્ષ તે અવાંચીન છે, પ્રસ્થાનત્રયના ઉદ્દેશાનુસાર પ્રાચીન વેદાન્ત નથી એમ સિદ્ધ કરી આપે છે. આવો ભેદ કરી બતાવવાનેજ રામાનુજ તથા વલ્લભે નવું દર્શન ઉઠાવ્યા છતાં પોતાના મતને ‘વિશિષ્ટ ' તથા ‘ વિશુદ્ધ ” એ વિશેષણા આપી અદ્વૈત વેદાન્તના સારરૂપે જણાવવાના ધ્વનિ કરી રાખેલ છે. in પ્રસ્થાનત્રયમાં કહેલો, કાઇ પણ ટીકા કે ભાષ્ય વિના પણ સમન્વય કરી જોતાં સિદ્ધ થતા, જે વેદાન્તસિદ્ધાન્ત તે પ્રાચીન વેદાન્ત છે. અત્યાર સુધીમાં અવૉચીન વેદાન્તને એળખાવવાને અર્થે કેટલીક ચર્ચા કરી પ્રાચીન વેદાન્તનું સ્વરૂપ બાંધવાના ઉપધાત કર્યો. પ્રાચીન વેદાન્તના સિદ્ધાન્ત કેવો છે તે સમજાવતા પૂર્વે એ સિદ્ધાન્ત અત્રે કહેવાશે તેમજ હોવો જોઈએ એમ બીજી રીતે પણ કહી શકાય એમ છે. તત્ત્વજ્ઞાન એ વ્યવહારની પારનું, માટે વ્યાવહારિક મનુષ્યથી પણ ન સમજાય તેવું, જ્ઞાન છે એમ ધારવામાં આવે છે અને અનંત વિક્ષેપવાળી પ્રવૃત્તિના પ્રવાહમાં તણાતા વર્તમાન સમયને તત્ત્વજ્ઞાન કે પરમાર્થ વિષયની વાતો સાંભળતાં પણ હસવું આવે છે. આલસ્ય, પ્રમાદ, કર્તવ્યને ઉડાવી દેવાની યુક્તિ, એવું તત્ત્વજ્ઞાન નીચે ગુપ્ત રહે છે, તત્ત્વજ્ઞાનની વાફરચના તે માત્ર શબ્દજાલજ છે, એમ ઘણાક માને છે. જે શાસ્ત્ર આપણા જીવનનો અર્થ કરી આ પવાને, જીવનનો ઉદ્દેશ અને હેતુ સમજાવવાનો, અને આચાર વિચારનાં ધારણ બાંધી આપવાને, દા કરે છે તેના વિષે આવી ભ્રાન્તિ લોકમાં પ્રવર્તે એ ખેદની વાત છે. પરંતુ તેમ થવામાં તત્ત્વજ્ઞાનનો જે અર્થ જ્ઞાનપક્ષે ઘણા સમયથી હરાવ્યા છે તે પણ એક કારણ છે. જ્ઞાનપક્ષને જે બુદ્ધિવિલાસની અભિરુચિ છે તે બુદ્ધિવિલાસ અને શબ્દજાલામાં, પરિભાષાનાં વિવચનામાં અને તેમને મુખ પાઠ કરવામાં, એ પક્ષે તત્ત્વ માન્યું છે; તેથીજ સામાન્ય જનાના મનમાં તત્ત્વજ્ઞાન ઉપર આવી અરુચિ થઈ આવી છે. એટલું જ નથી, પણ તવજ્ઞાન અને વ્યવહાર એ બેનો એ વિરોધ સમજાઈ ગયો છે કે એ ઉભયે સાથે હાઈ શકે એમ માનનાર કાઇકજ મળી આવશે. છતાં સત્ય એજ છે કે તત્ત્વજ્ઞાન વ્યવહારથી જુદુ નથી, વ્યવહાર અને જીવનનો અર્થ કરી આપી જીવનનો હેતુ અને ઉદ્દેશ સમજાવવા એજ તત્ત્વજ્ઞાન અથવા પરમાર્થવિચારના મુખ્ય આશય છે. પરમાર્થવિચારરહિત જે જીવન તે અવ્યવસ્થિત, હેતુથન્ય અને મરણપ્રાયજ રહે છે. જીવનને અવશ્ય કોઇ ભવ્યભાવનાનું બલ હોવું જોઇએ, તે ભાવનામાંજ સવ બલ અને તવ્યનું સમર્પણ થયેલું રહે એ વેગ હો જોઇએ. એ ભાવના અને એ વેગ તત્ત્વવિચારમાંથીજ ઉદ્ભવે છે, ને તે તત્ત્વવિચાર વ્યવહારની બહારની બહાર છે, સાનપક્ષના આડંબરમાં અને પારિભાષિક વચનયુક્તિઓમાં છે, એમ માનવા કરતાં વધારે મહાટી ભુલ બીજી કઈ કહી શકાય ? છે ત્યારે તત્ત્વ જે વ્યવહારથી અભિન્ન હોય તો વેદાન્તસિદ્ધાન્તના સાધ્યરૂપે તે તત્ત્વ કેવલ બુદ્ધિવિલાસમાં અને વાયુક્તિમાંજ સમાઈ રહેવું ન જોઈએ. એ તત્ત્વના પ્રહણથી આચાર અને વિચારમાં તત્ત્વનું અનુસંધાન થવું જોઈએ. જેટલી જેટલી તાત્ત્વિક ભાવનાઓ છે, વેદાન્ત વિનાના જે જે તર્ક અને વિચારે છે, તે સર્વમાં ભેદને આશ્રય કરેલ છે, ને તેટલાજ માટે તેમને અનિષ્ટ માની અદ્વૈતવાદે અભેદના સિદ્ધાન્ત પ્રસિદ્ધિમાં આર્યો છે. મનુષ્પા એક એકથી અનેક અનેક પ્રકારે ભિન્ન છે: સ્વાભાવિક રચનાથી તેમ જનસમાજે બાંધેલા અનેક નિબંધોથી મનુષ્યજાતિમાં જે ભેદ વધી ગયા છે તેની ગણના કરવી પણ andhi H eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50