આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અધિકાર, ૧૮૫ પરંતુ સુખ, સત્ય, ન્યાય ઇત્યાદિ ભાવનાઓ, કે જેનું સ્થૂલ વિશ્વમાં પ્રત્યક્ષ પ્રમાણ આપી શકાય તેમ નથી, તે પણ પાછી ભેદના સામ્રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે. જુદી છતાં પણ ઘણી વ્યક્તિઓને સામાન્ય રીતે પણ લાગુ થઈ શકે તેવે રૂપે એ ની એજ ભાવનાઓને દર્શાવાય છે, અને તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, આદિનો ઉદ્દેશ આવી ભાવનાએ કયારે સર્વમાન્ય થઈ શકે તે દર્શાવવાનેજ હોય છે. શાઅને અવકાશ પણ એથીજ છે; અને શાસ્ત્રપ્રતિપાદિત જે સર્વ સામાન્ય ભાવનાઓ તેની સમીપ જવાને વ્યક્તિમાત્રને આયાસ અને ચારિત્રવ્યાપાર છે. એથીજ સત્ય અને અસત્ય, સુખ અને દુઃખ, ન્યાય અને અન્યાય, એવાં વિરોધીદ જગતમાં વિદ્યમાન છતાં વ્યક્તિ વ્યક્તિની બુદ્ધિ અને પ્રકૃતિના તારતમ્યાનુસાર સત્ય અસત્યાદિ સમજાય છે, વિશ્વ રચનામાં તેવું’ વિરોધી વગીકરણ છે નહિ એમ સમાધાન કરી વિશ્વરચનાને નિર્દોષ બતાવી શકાય છે. એ બુદ્ધિતારતનેજ અધિકાર કહીએ છીએ. - એક વ્યક્તિએ જે સત્ય માન્યું તેને બીજી વ્યક્તિ સત્ય ન માને તો એ બેમાંથી કોઈને પણ એક બીજાને અસત્યાનુયાયી કહેવાનો હક કેટલે દરજે છે તે પ્રશ્ન વિચારવા જેવો છે. એ બે માણસે જે જેને સત્ય માને છે તે તેને તેટલે દરજો અસત્યાનુયાયી કહી શકે પણ જે સર્વમાન્ય, સત્ય, શાસ્ત્ર, અનુભવ, વિશ્વવ્યવસ્થા આદિના વિચાર ઉપરથી ઉપજેલું" હોય તે પરત્વે તો એ બન્ને જણ અસત્યાનુયાયી પણ હોઈ શકે. “ જ્ઞાનસુધા ”ના જુન માસના અંકમાં “ સ્વધર્મ પરધર્મ ”ની ચર્ચા કરતાં બે પેતાની બુદ્ધિને પ્રમાણિકપણે જે સત્ય લાગે તેનું અવલંબન કરવું ” એવા માગનું બોધન કર્યું છે, અને “ સત્ય એકજ હાઈ શકે, છતાં અધિકારભેદથી તે સત્ય કરતાં દૂર ભાસતી અન્ય વાત પણ અસત્ય નથી” એમ “ સનાતન ધર્મ પરિષદ્ ”માં વંચાયલા અમારા એક લેખને સાર હતા તે ઉપર આક્ષેપ કરવાનો યત્ન કર્યો છે. પરંતુ બે પેતાની ” બુદ્ધિ એટલે માણસ માણસની પાત પિતાની બુદ્ધિને જે સત્ય લાગે તે તે હવણાંજ અમે કહી આવ્યા તેમ સત્ય હાયે ખરૂ ને ન પણ હોય; એમાં “ પ્રમાણિકપણે” એવો વિશેષ ઉમેરવાથી પણ લાભ થતો નથી, કેમકે “ પ્રમાણિકપણું ” એટલે “પ્રમાણથી કરીને સિદ્ધ કરી લેવાની બુદ્ધિ ' તે શું ? એનાજ નિર્ણય નથી. જ્ઞાનસુધા શાને જ પ્રમાણ ” માને છે ? “ પોતાની બુદ્ધિ ”ને; અને જ્યારે માણસે પોત પોતાની બુદ્ધિનેજ ( પ્રમાણ” માનવાની છે ત્યારે “ પ્રમાણિકપણે ” એ કહેવું પુનરુક્તિમાત્રજ છે; અને પિત પિતાની બુદ્ધિથી માનતાં જેને જે સત્ય તે સત્ય ગણવું જ જોઈએ. પણ હવણાંજ આપણે બતાવી આવ્યા તેમ એવું સત્ય તે માણસે માણસે જુદુ હોય છે, તે બધાએ ખાટા પણ હોઈ શકે કે ખરા પણ હોઈ શકે. “ જ્ઞાનસુધા ” અને “ સુદર્શનકાર ” બને છેટા હોય કે બન્ને કાંઈક સાચા હોય એવું સર્વથા સંભવે છે, કેમકે મેતતાની બુદ્ધિને પ્રમાણુ ગણીને બન્નેની વાત પ્રવર્તે છે. પણ ‘‘ પાતાની બુદ્ધિ ” એ ખરું પ્રમાણુજ નથી; સમગ્ર જનસમૂહની સાહજિક બુદ્ધિ અને અનંતકાલથી શાસ્ત્રગ્રંથમાં સંગ્રહી રાખેલાં તેવી જનસમૂહની સાહજિક બુદ્ધિનાં અવલોકન એ બે ખરાં પ્રમાણ છે. ટૂંકામાં શાસ્ત્ર (Philosophy and History) અને યુક્તિ (Reason) એ બે સત્ય નિર્ણયનાં પ્રમાણ છે, “ પોતાની બુદ્ધિ ” એ પ્રમાણુ નથી. અમે પોતે આ એ પ્રમાણાને સ્વીકારીએ છીએ અને તેથીજ કહીએ છીએ કે “ સત્ય એક Gandhifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50