આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

.'. આશરે ૧૪ વર્ષની ઉમ્મરે એમને દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે મૂક્યો. પણ ત્યાં એ કાંઈ ભણી રાક્યા નહિ. થાકું લખતાં વાંચતાં ને સાધારણ રીતે ના નિશાળ, આંક આવડ્યા પછી આસરે ૭ વર્ષની ઉમ્મરે જનોઈ દીધા પછી એમણે સરકારી ગુજરાતી નિશાળે જવા માંડ્યું. ત્યાં પણ એમનો અભ્યાસ ઠીક ચાલ્યા નહિ. ખાસ કંટાળો હિસાબ ઉપર હતા; એ વિંય આવે એટલે ગેરહાજર રહેવાનું મન થયા વિના રહે નહિ. વિશેષમાં પિતાની પણ ભણાવવા માટે કાળજી થોડી, અને વિદ્યાની કિંમત પણ એવી જ, પાંચમી પડી પૂરી કરી. “ ઘેરથી રડી કકળી રજા મેળવી ” ને કેટલાક સોબતીઓ સાથે અંગરેજી નિશાળમાં જવા માંડયું. પ્રાઈમર અને સેકન્ડ બુક ભણતાં સુધી તો અભ્યાસ હતો તે જ સાધારણ રહ્યા. પણ થર્ડ બુક માં ઝવેરલાલ લલ્લુભાઇ નામે માસ્તર હતા તેમની મમતા થવાથી અભ્યાસ સુધર્યો. અને એ ધોરણમાં ૫હેલે નબરે પાસ થયા, અને ઇનામ મળ્યું—અને વધારે મહત્તવનું એ કે એમને ત્યારથી ભણવામાં રસ પગે. હેડમાસ્તરે એમને એક ધારણ કુદાવી આગળ ચઢાવ્યા–પણ તેમાં એમને દીક ન પડ્યું, સંસ્કૃત તથા યુક્લિડ એ બે વિષય પર ઘણો અણગમો પેદા થઈ આવ્યા, અને એમને એમ થયું કે નીચલા ધોરણમાં રીતસર અભ્યાસ કર્યો હોય તો ઠીક. તેથી એ કલાસના માસ્ટર મારફત હેડમાસ્તર પાસે ગયા ને કહ્યું કે “મને ઉતારી પાડો.” હેડમાસ્તરે હસીને કહ્યું કે “ તું વિચિત્ર છોકરો જણાય છે. ભલે, તારી એમ મરછ હાય તે નીચલા ધારણમાં બેસ. ” આ પ્રમાણે આમાવલોકન અને આત્મસુધારણાનાં ચિહ્નો ન્હાનપણથી જ દાખવતો આ મહાન પુર–કળદભ ન રાખતાં પોતે જે ધારણનો અધિકારી હતા તે ધારણમાં પોતાની મેળે જઇને બેઠે. અને અભ્યાસ પણ ઠીક કરવા માંડ્યો. આ અરસામાં સ્વ. બાલાશંકર ઉલ્લાસરામ-જે આ વખતે એક ધોરણ પાછળ હતા-એમની દોસ્તીથી મણિલાલને થએલા એક અસાધારણ લાભની નોંધ લીધા વિના ચાલશે નહિ. ! સુરત વગેરે તરફ ફરતાં બાલાશંકરને કાઇએ કાવ્ય રચવાનો છંદ લગાડેલે; અને એ છન્દ એમણે મણિલાલને ચઢાવ્યા. મણિલાલ બાલાશંકર અને એક કવિતા કરવાના ત્રીજા મિત્ર મેહનલાલ પ્રસાદરાય-એમની મુખ્ય ગમ્મત ઘણાં વર્ષ, - શાખ, સુધી એ જ રહી કે કવિતા વાંચવી, સમજવી અને કરવી. નર્મદા શંકર અને દલપતરામ એ બેમાં કયા કવિ સાર એ મહાવિવાદ આ બાળમંડળ સુધી પણ પહોંચે હતા–અને આગળ જતાં નર્મદ માટે પક્ષપાત ધરાવનાર અને દલપતરામના માનસિક બંધારણથી સર્વથા વિદૂર આ રસિક યુવાને નિર્ણય કર્યો કે દલપતરામ ચઢે ! લપતરામનાં પુસ્તકાને આ બાળમંડળમાં ખાસ અભ્યાસ ચાલવા માંડચો જો કે નર્મદ અને દયારામ તદ્દન વિસારી મૂકવામાં આવ્યા નહિ. કાલિદાસનાં નાટકના તરજુમા પણુ લક્ષપૂર્વક વંચાતા અને કવિતા કરવાના શોખ દિનપરદિન વધતા જતા હતા. વળી મંડબીઓ સ્થાપી સુધારો કરવાનો ઉત્સાહ સુધારાના યુગનું ખાસ લક્ષણ–તે પણ આ યુવકમંડળમાં દાખલ થયું હતું: ભેદ માત્ર એટલે કે સુધારાવાળાઓની દષ્ટિ પૈતા કરતાં અન્યને આ દેશને-સુધારી દેવા તરફ વિશેષ હતી, અને આ મંડળે પોતાને અને બહુમાં બહુ તા | પાતની જ્ઞાતિને સુધારવા કરતાં અધિક અભિલાષ રાયે ન હતે: આ મંડળનું નામ Gandhi Heritage Porta