આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 २१४ સુદર્શન ગદ્યાવલિ. તેમને જ્ઞાન આપવામાં મદદ કરે છે. આવા પ્રસંગમાં જે વિચાર કરવા માંડે. ને કેવલ જડ શ્રદ્ધા ન રાખે તે પરીણામ વિપરિત થયા વિના રહે નહિ. જ્યાં સુધી જે બાબતનું પાકું જ્ઞાન આવ્યું નથી ત્યાં સુધી તે બાબતમાં ગમે તેટલી અવસ્થા થયા છતાં પણ સર્વે બાળકને જ છે એમ સમજવું. સંસારમાં ગુરૂ કરવાની અને તેની પાસે ઉપદેશ લઈ કેવલ જડ શ્રદ્ધાથી આચાર કરવાની જરૂર આટલા સારૂં જ છે. આવી રીતની શ્રદ્ધામાંથી વિચારયુક્ત શ્રદ્ધા થાય છે અને તે વખતે એક વાર કસાયેલું બેવડુ કસાવાથી જ્ઞાન એટલે સુખ પણ સજડ થઈ આવે છે. તારે ગુરૂ કેણ ? તારે જે પતિ હોય તે તેજ તારેતા સેવ્ય છે. તે જે કહે. જે બતાવે તે ઉપર પ્રથમ જડ અને દૃઢ એકતા થયા પછી વિચારયુક્ત શ્રદ્ધા સહજ રીતે થઈ આવવી જોઈએ. જે તુ જડ શ્રદ્ધાથી તારા પતિના હિતમાં રહીશ, તો તમારી એકતા એવી થશે કે વિચારયુક્ત શ્રદ્ધાને એની મેળેજ થઈ આવશે અને તમારા બનેના સુખમાં ખામી રહેશે નહિ. વેપારને માટે ઠરાવેલા મંદિરમાં દોડાદોડ કરવા કરતાં, અથવા શરીરે દુ:ખી થવાનાં વ્રત જુઠી જુઠી આશાઓ બાંધીને કરવા કરતાં, જે આ શ્રદ્ધા રાખવાનો નિયમ જ. ળવાશે તો સર્વ વાત સિદ્ધ થઈ સમજજે સર્વ દેવ સહજમાં પ્રસન્ન થશે, તારા સર્વે હેતુ તરતજ પુરા પડશે. સંસારમાં જન્મ લીધા પણ આત્માનું સાર્થક કર્યું” નહિ તે જન્મ વ્યર્થ ગયા એ સિદ્ધ વાત છે. તો ધર્મને વિચાર પણ સર્વ સ્ત્રી પુરૂષને કર્તવ્ય છે. જે માટામાં મોટું ને કેદાપિ પણ ફરે નહિ તેવું સુખ હોય એ ખરા ધર્મનું પરિણામ છે અને તેને મેક્ષ કહેવાય છે. એ મોક્ષ મેળવવા માટે કોઈ સગુરૂના બંધની અવશ્ય કરીને જરૂર છે. ખરા બ્રહ્મનિ જ્ઞાની વિના અનુભવનું સાક્ષાત જ્ઞાન આપવા બીજા લેાક સમથ નથી. શ્રીમદ્ ભાગવતમાં ભરતજીએ પણ કહ્યુ છે કે વિનામાવડિમિત્તેવ : મહાત્માના ચરણની રજનો સાથે અભિષેક થયા વિના મોક્ષ થતો નથી. માટે મનુષ્યમાત્રને ગુરૂની અપેક્ષા છે કેમકે ધર્મજ્ઞાન પરત્વે ઘણા લોક એંશી એંશી વર્ષના થયા છતાં પણ કેવલ એક એક વર્ષના બાળક જેવા અજ્ઞાન હોય છે. પણ કરીથી કહીએ છીએ કે તારે આવા ગુરૂ પણ તારો પતિજ છે, પતિ વિના બીજે ગુરૂ કર એ તારે માટે તે પરિપૂર્ણ પાપનું દ્વાર છે. જેને તારા પતિએ ગુરૂ માન્યાં હોય તેમને તારે તારા ગુરૂ તરીકે માનવાં એ તો ખુલ્લું જ છે પણ તારા પતિથી કઈ રીતે સંબંધ ન ધરાવનારને ગુરૂ કરવો એ જ્યાં સુધી તું પતિ સાથે રહેતી હોય ત્યાં સુધી પાપનેજ રસ્તા છે. આવી રીતે આ ધર્મવિચાર કરી સ્ત્રી પુરૂષને મોક્ષ મેળવવાનું જે મુખ્ય કર્મ તેમાં પણ શ્રદ્ધા વિના સિદ્ધિ થતી નથી. ત્યારે શ્રદ્ધાનું સર્વરીતે કેટલું માહાતમ્ય છે એ તારેજ વિચારવાનું છે. શ્રદ્ધાનું આટલું રૂપ જાણ્યા પછી સિદ્ધ થઈ આવશે કે શ્રદ્ધા વિના કોઈ પણ રીતિનું જ્ઞાન માણસને થઈ શકતું નથી અથવા કોઈ પણ પ્રકારનું સુખ તેને પ્રાપ્ત થતું નથી. આટલા વખત સુધી શ્રદ્ધાનું કે રૂપ નિરૂપણ કરી બતાવ્યું તે પેાતાની પારકા ઉપર શ્રદ્ધા રાખવા બાબતનું હતું. પણ શ્રદ્ધાનું સામાન્ય રૂપ જે હવે સમજી શકાયું હોય તો એ કરતાં પણ વધારે જરૂરની શ્રદ્ધા તે પોતાની જાત ઉપરની છે. પોતાના ઉપર શ્રદ્ધા ન હોવાથી માણસોનાં કાઈ પણ કાર્ય સિદ્ધ થયાં નથી. જે જે મહાન કાર્ય કરવાવાળા થઈ ગયા છે તેમને આત્મશ્રદ્ધા અસાધારણ હતી એમાં શક નથી. ખરી વિદ્વત્તા કે ખરૂં જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આવી આત્મશ્રદ્ધા અમુક અમુક કાર્યપર આવે છે, ને તેમાંથીજ સારા પરિણામ sanahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50