આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૩૨ સુદર્શન ગાથાવલિ. નિવૃત્તિમાર્ગ. (Pessimism.) (૩૫) કેટલાક તત્ત્વો “મનુષ્ય”નું લક્ષણ “ માંડલિક સંસર્ગમાં વસનારૂ પ્રાણી” એવું કરે છે, અને એમ આશય જણાવવા ઇ .છે છે કે માણસની સાહજિક પ્રકૃતિ જ એવી છે કે તેનાથી એકલા રહી શકાય નહિ. શરીર ને સાચવવા તથા પુષ્ટ કરવા સારુ જે સાધનાની અપેક્ષા છે તે પ્રાપ્ત કરવા માટે માણસને પરસ્પરની સાહાય અપેક્ષિત છે એટલું જ નહિ પણ બુદ્ધિની અને હદયની તથા આત્માની જે જે સાહજિક વાંછનાઓ છે તેને પૂર્ણ કરવા સારુ માણસને પરસ્પરના સહવાસની આવશ્યક્તા છે. યદ્યપિ પસ્વાદિને શરીર સંબદ્ધ વાંછનાઓને લીધે પરસ્પરસ સર્ગ શોધવાની આવશ્યકતા હોય એમ લાગતું નથી, તથાપિ બુદ્ધિ હૃદય અને આત્માની વાંછનાઓને લીધે તેમને પણ પરસ્પર યોગ અપેક્ષિત હશે કે નહિ એ વાત નિર્વિવાદ સિદ્ધ કહેવાય નહિ; તે પણ સાહજિક પ્રકૃતિના યોગે કરીને જેનાથી એકલા રહી જ ન શકાય, એકલા રહેવાથી શરીરના વિકાસ કુંઠિત થાય, મનેબલ વિસ્તાર પામે નહિ, ચારિત્ર ઉદ્ભવે નહિ, અને આત્માનુભવ થાય નહિ, એવું પ્રાણી તો માણસ એકલું જ છે, એટલે “ માંડલિક સં. સર્ગ માં વસનારૂં પ્રાણી ” એવું તેનું લક્ષણ યોગ્ય લાગે છે, પરન્તુ એ લક્ષણની પરીક્ષા કરવી એ આ લખવાના હેતુ નથી; આટલી પરીક્ષા કરવાની આવશ્યક્તા તે એટલા ઉપરથીજ થઈ આવી કે માણસના યથાર્થ સ્વરૂપનું વાચકને ભાન કરાવી પ્રકૃત ચર્ચા ઉપર આવવું ઠીક પડે. માણસના સ્વભાવને સાહજિક નિયમજ એવું જણાય છે કે તેણે કોઈ પણ પ્રકારના વિનિમય, અથત કાંઈક આપ લે કરતા રહેવું જોઈએ, નહિ તે તે પેતાનું મનુષ્યત્વજ સિદ્ધ કરી શકે નહિ, જગતમાં રહીજ શકે નહિ. પદાર્થ માત્રને આવો સ્વભાવ તે છેજ, સાત કે અજ્ઞાત વિનિમય પદાર્થ માત્ર કર્યા જ કરે છે, પણ માણસ એક કરતાં વધારે પ્રકારના વિનિમય પિતાના સાહજિક સ્વભાવને અનુસારે નિરંતર કર્યા કરે છે એ તેનામાં વિશેષ છે. તેણે શરીરતા નિર્વાહ માટે પોષણ આચ્છાદનાદિ સામગ્રીના વિનિમય કરવાનો છે, તેમ મન (અર્થાત બુદ્ધિ ) અને ચારિત્ર ( અર્થાત હૃદય ) ના નિવાં માટે અનેક વિચાર વિતર્ક તથા વિવિધ પ્રસંગે ઉત્તમાધમ હૃદયગુણોનો વિનિમય પણ કરવાનો છે. શરીર, મન, હૃદય, એ સવ થટ્ટી જે પ્રત્યેક પ્રત્યેકના અન્ય વિનિમય ચાલે છે તેમાંથીજ વિવિધ કલા, શાસ્ત્ર, કાવ્ય, તત્વજ્ઞાન પ્રેમાસક્તિ, ઉત્સાહ, ઈત્યાદિ પ્રકારે ઉદભવે છે. શરીર, બુદ્ધિ, હૃદય, ત્રણનો વિનિમય બતાવ્યા પણ ચેથા આત્માને પણ વિનિમય આપણે કહી ગયા તે બતાવવા જોઈએ, પણ તે વિષયે તો આ આખા લેખમાંથીજ ફલિતાર્થ રૂપે નિર્ણય ઉપજાવવાના છે એટલે ઉપધાતમાં તેના વિષે કાંઈ કહ્યું નથી. ત્યારે સર્વ પ્રકારના જે આવા વિનિમય થાય છે તેને સાર માત્ર “ પ્રવૃત્તિ ” એટલેજ નીકળે છે. કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિ માણસને જોઇએ, શરીરની, મનની, ચરિત્રની; પછી તે પ્રવૃત્તિ પરસ્પર વિનિમય રૂપ હોય કે પેતાનીજ મેળે એકથી અનેક વિચાર તર્ક ક૯૫તા ઉર્મિ આદિ વિરતારવા રૂપ હોય, પણ ઉભયત્ર “ પ્રવૃત્તિ ” એજ સાર છે, પ્રવૃત્તિમાત્ર સહેતુક થાય છે. પ્રત્યેક પ્રવૃતિથી ફેઇને કેાઈ હેતુ સિદ્ધ કરવાનો હોય છે.. Gandhi Herita 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32/50