આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હેતુ સમજી જીદગીને નિશ્ચિત માર્ગે દોરવા માટે મણિલાલે ઘણાં પુરતા વાંચ-જેને કાંઈકે ખ્યાલ “ સિદ્ધાન્તસાર ” ના વાચકને આવી શકશે. e ૨ પ્રખ્યકાર, મણિલાલની કેળવણીનું પ્રકરણ હું આટલેથી સમાપ્ત થયું ગણું છું. મનુષ્યનું આખું જીવન કેળવણીનું સ્થાન છે એ સિદ્ધાન્ત કેઇએ પણ સવિશેષ માન્ય કર્યો હોય તો તે મણિલાલ કર્યો હતા—તથાપિ આજના સામાન્ય નિરૂપણ માટે એ પ્રકરણને અને સમાપ્ત થયું ગણીને ગ્રન્થકાર તરીકેનું એમનું ખાસ સ્વરૂપ આ કેળવણી સાથે જોડવાને હું ડાકે પ્રયત્ન કરીશ. મુખ્ય મળ્યા, મણિલાલના મુખ્ય ગ્રન્થા નીચે પ્રમાણે મણિલાલના મુખ્ય સાહિત્યના ત્રણ વિભાગ પાડી શકાય? (૧) કાવ્ય–જેમાં પ્રેમજીવન અને અભેદોર્મિ, તથા સંસ્કૃત નાટકોનાં ભાષાન્તરઃ માલતીમાધવ અને ઉત્તરરામચરિત્ર અને સ્વતન્દ્ર નાટક કાન્તા તથા નૃસિંહા વતાર, અને નવલા ગુલાબસિંહ, (૨) સુધારાને લગતું સાહિત્ય-નારી પ્રતિષ્ઠા, સિદાસારનાં કેટલાં પ્રકરણો તથા પ્રિયવંદા અને સુદર્શન દ્વારા કરેલા કેટલાક બેધ. (૩) ધર્મ સંબધી સાહિત્ય-શ્રીમદ્ભગવદ્ગીતાનું ભાષાન્તર; વૃત્તિપ્રભાકરનું ભાષા ર; પ્રેમજીવન અને અભેદામિની ટીકાઓ; સિદ્ધાન્તસાર, પ્રાણુવિનિયમ અને પ્રિયવંદા સુદર્શનના કેટલાક લેખો; તથા ચેતનશાસ્ત્ર વગેરે; અગ્રેજી પુરતમાં Advaitism or Monism, Imitation of Sankara,Mandukyopanishad, Jivanmukti-Viveka, Symbology, Hinduism વગેરે પુસ્તકો તથા નિબન્ધો. ઉપર આપેલા મણિલાલના પૂર્વવયના હેવાલમાંથી જો આપણે એટલું સમરણમાં રાખીએ કે મણિલાલનું મન ન્હાનપણથીજ ધર્મ તરફ વળેલું, પ્રેમ માટે તરસ્યું, સુખ દુઃખ વેઠવામાં દઢ અને કામ કરવામાં નિશ્ચયવાળું હતું—સાથે એ પણ ધ્યાનમાં રાખીએ કે મણિલાલના ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ અસાધારણ માનને પાત્ર હતો અને એમના પ્રતિપક્ષીએએ એમની આ વિષયમાં કરેલી અવજ્ઞા જેવી હાસ્યજનક તેવીજ અન્યાયી છે તે મણિલાલના લગભગ સર્વ પ્રત્યેનું સ્વરૂપ આપણને સહજ લક્ષમાં આવી જશે, અને એના ગુ. ણદોષ તપાસવાનું એક કિંમતી સાધન હાથ લાગશે. - (૧) મણિલાલના કાવ્યગ્રન્થ ઉપર એમના તત્વજ્ઞાનની બે રીતની અસર થઇ છે; એક બાહ્ય સૃષ્ટિ (Nature ) કરતાં મનુજહૃદય ( Human heart ) ને પ્રાધાન્ય આપવામાં;૪ અને કવિતામાં પણ જીવિતના પરમ હેતુને–પરમ પુરુષાર્થને—આગળ

  • આ ગ્રન્થની ટીપ પૂરેપૂરી નથી. - ૪ કાવ્યનું સ્વરૂપ અને તત્વજ્ઞાન તરફ વલણ બંને કાર્ય કારણરૂપ નહાઈ એક જ આ

ન્તર બંધારણનાં ફળ છે એમ માનવામાં પણ બાધ નથી એટલે આ “ અસર ' શબ્દ જરૂર પડે ત્યાં વિશાળ સંબન્ધના અર્થ માં લેવો. તેટલા માટેજ આરંભમાં મેં’ ‘સંકળાએલ’ શબ્દ વાપર્યો છે. Gandhi Heritage Portal