આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાર્થના. એમ જણાય છે, તથા તેમાં આનંદ લાગે છે. અને આ સંસારમાં સંતોષ અને સમાધાન એ પારસમણિ છે, કેમકે તેમના સ્પર્શથી દુ:ખરૂપી લેહ અને પાષાણુનું પણ સુખરૂપી સુવર્ણ થઈ જાય છે. ત્યારે વૃત્તિને સ્થિર કરવા પ્રયત્ન કરજ જોઇએ. વૃત્તિ સ્થિર થઈતો પછી જે કરવાનું હોય તે થાય છે. વ્યવહારમાં પણ એ વાત અનુભવસિદ્ધ છે. કોઈપણ કામ સ્થિરવૃત્તિથી તે કામમાં પાવાયા વિના સિદ્ધ થતું નથી. એમજ સ્થિર વૃત્તિને આમા ઉપર દૃઢ કરવી કે આત્માનો સ્વભાવિક પ્રકાશ સહજમાં આનંદ પમાડે. આમ થવાથી બહાર ફેલાઈ ગયેલી વૃત્તિઓ અંતર્મુખ થાય છે એટલે પોતાના આધાર તરફ વળે છે, જે જે ધર્મક્રિયાઓ છે તેને હેતુ વૃત્તિની સ્થિરતા અને તેની આભા ઉપર દુતા કરાવવાના છે. એમ ન થાય તે તે ક્રિયાઓના ચાળા કરવાથી કશો લાભ નથી. પણ આવી રીતે વૃત્તિ દૃઢ તથા સ્થિર થાય એમાં એ વૃત્તિ કોઈ કઇવાર ચાલે એવો સંભવ રહે છે. જયારે વૃત્તિ હંમેશ માટે આભામાંજ મરી જાય, ને ફરી ઉદય પામેજ નહિ, ત્યારે પરમસુખ જેને એકરસ- મોક્ષ કહે છે તે થાય છે. એનેજ યોગશાસ્ત્રમાં સમાધિ કહે છે, જેને આમ થાય છે તે જાણતા નથી કે અમને એમ થયું છે, કેમકે એમ જાણવું એ વૃત્તિજ થઈ. | ત્યારે હવે પ્રાર્થનાને પણ હેતુ સમજાઈ શકાશે. વૃત્તિને સ્થિર કરી આપણે જેને આત્મા, ઈશ્વર, પરમદેવ, જાણતાં હોઈએ તેના ઉપર દૃઢ કરવી ને છેવટ તે રૂપજ રહે એમ કરી દેવી તે ખરી પ્રાર્થના છે. એનેજ યોગશાસ્ત્રમાં ધ્યાન કહે છે. નિરંતર એમજ થાય ત્યારેજ સત્ર એકભાવે અનુભવાય છે, ને આનંદ વિના બીજું કાંઇ સંભવતું જ નથી. કેવલ સ્તુતિ ગાવી કે ભણવી, પાઠ કરવો કે કરાવવો, એમાં કશું ફળ નથી. પ્રાર્થના કરનારા એક બીજી વાત પણ પૂછશે કે કરેલાં પાપના પ્રાયશ્ચિત અથવા પાશ્ચારાપથી કાંઈ કલ ખરું કે નહિ ? કુલ ખરૂંજ, પણ તે એટલુંજ કે તેવું કામ કરવાની વૃત્તિ ફરીથી ન થાય, અને તે કર્યાને લીધે જે વૃત્તિ તથા શરીરમાં વિક્ષેપ થયો હોય તે સુધરે. એમાં પણ જે સુધારો થાય તે ભવિષ્યને માટે થાય, પણ તેથી ભ્રત સમયમાં જે પેલા પાપને લીધે હાનિ થઈ હોય તે કાંઇ ફલ પેદા કર્યા વિના રહે નહિ. વૃત્તિની સ્થિરતા એજ સવત્ર મુખ્ય વાત છે; ને થયલા રોગના આસડ કરતાં રોગ ન થવા દેવે એ વધારે ડહાપણુ ભરેલું છે. ' હજુ એક બીજી વાત રહી. પ્રાર્થના કે તેવાંજ જ પહોમ વગેરેથી લાકે ધારેલાં કામ કરવા ઈચ્છે છે એ કેમ થતુ" હશે ? એવું જે પ્રવર્તાવું તે તે વૃદ્ધિને વધારે ફેલાવવાનું કામ છે, ને પરિણામે દુઃખજ આપે છે. પણ એમાંએ કદાપિ ફલ મળતું હોય છે, તે પ્રાર્થના કે જપ હામથી રાજી થઈને કાઈ આપતું નથી, પણ પિતાની વૃત્તિજ અતિ બલવતી થઇ તે ફલને ખેંચી લાવે છે. મનમાં બહુ વેગથી જે સંક૯૫ થાય તે ઘણીવાર સફલ થાય છે, એ જ આ પણ પ્રકાર છે, છતાં તે કાંઇ શ્રેયને માર્ગ નથી.. મનની વૃત્તિના અત્યંત અટકાવ થઈ, તે વૃત્તિ સર્વવ્યાપી એકરસ આમમય થઈ જાય, ને તેમ થયું છે એ પણ જાણવાની વૃત્તિ ન રહે, એજ ખરા સુખના અનુભવને પ્રસંગ છે. એજ ખરૂં ધમ કેમ છે, એજ ખરી પ્રાર્થના છે. જ લાય છે. મનમાં જ એમને માટે સર્વવ્યાપી એકર ૧. તટસ્થ, કતો, પુષ્પ, એવા ઈશ્વર નથી, ત્યારે પ્રાર્થનાનો અવકાશ નથી. ૨. આત્મારૂપે સર્વત્ર નિરાકાર સર્વવ્યાપી ચૈતન્ય સાથે સર્વને અભેદ છે, તે નથી સમજાતા "માટે ચિત્તશુદ્ધિ ઈત્યાદિ વાતે ઉપાસના, ભક્તિ, આદિની જરૂર છે, એમ હોય તે- " sitade. Portal Gandhi 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગાવલી 49/50