આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદેશન ગદ્યાવલિ, બુદ્ધિનો અર્થ કરતાં આપણે કહી આવ્યા તેમ, પોતાના રવરૂપને ઓળખી સમગ્ર વિશ્વ સાથે પાતામાં જે સમાન અંશ છે તેને વળગી, પોતાને સવથી ભીન્ન રાખનાર શાને સમાન અંશામાં મેળવી લેઈ, પ્રતિલને બદલે અનુલ કરી લેવાય, તેમાંથી સિદ્ધ થાય છે એમ સ્પછ સમજાય છે. સમષ્ટિભાવનાના બુદ્ધિથી ગ્રહ થાય અને તેને કર્તવ્યમાં એટલે આચાર વિચાર સર્વમાં, સવંદા, અનુભવ થતોજ રહે, એ આત્મજ્ઞાનની ખરી કસોટી છે; અને તેજ પરમ ઉન્નતિનું સ્થાન છે. જ્યાં સુધી સ્વાભિમાનનું અર્પણ કરવાની અને તે અર્પણપૂર્વક કર્તવ્ય કરવાની ભાવના ધમરૂપે મનુષ્યના હદયનાં શ્રદ્ધા અને ભક્તિને આકર્ષે નહિ ત્યાં સુધી તે ઉન્નત જીવન કે આત્મજ્ઞાનને પહોચી શકનાર નથી, સાદી, સીધી, સાધુતા પણ તેને ઉન્નત જીવન અપી શકનારી નથી. - શ્રીવસિર્ફ રામને કહ્યું છે. વૃક્ષો પણ જીવે છે, મૃગ પક્ષી આદિ પણ જીવે છે, તથાપી તેજ વાસ્તવિક જીવે છે, જેનું મન મનનથી આવતું નથી. જીવનના અનંત ક્રમ જોતાં ‘જીવવું” એ તે સર્વસામાન્ય, સર્વત્ર, જડ ચેતન એવા આપણે માનેલા સર્વે વિભાગોમાં પણ, પ્રસિદ્ધ છે. પણ તે બધું માત્ર “ જીવવુંજ' છે. સત્ય જીવન તે તો ઉન્નત જીવન હોય તેજ છે. એ ઉન્નત જીવન વસિષ્ઠ મહાભાએ ‘ મનનરહિત મન –માં સ્થાપ્યું છે. મન અથવા બુદ્ધિને સ્વભાવેજ મનન કરવા, પામવાનો છે; ચાંચલ્ય એજ તેની પ્રકૃતિ છે; છતાં તેને સ્થિર કરવામાંજ ઉન્નતિ છે, મેક્ષ છે, એમ એમના વચનનું તાત્પર્ય ભાસે છે. પ્રકૃતિને અન્યથા કરી શકાતી નથી. વિશ્વક્રમ અથવા વસ્તુગતિને કાઈ બદલી શકતું નથી, માત્ર તે તે પ્રાકૃતિક પદાર્થ અને વિચારને અન્ય અન્ય પ્રકારે વિનિયોગ કરી શકાય છે. યોગ્ય વિનિયેગથી વિષ પણ અમૃત થઈ! જાય છે, અને કુશલ આચાર્ય કે ગુરુની ઉપયોગિતા પણ તેના વિનિયોગચાતુર્ય માંજ સમાપ્ત થાય છે. ત્યારે પ્રકૃતિથી મનનશીલ અને ચંચલ એવા મનને મનનરહિત કરીને રહેવાય તે ખરું જીવન છે એમ શી રીતે થઈ શકે ? મનને સ્વભાવ અન્યથા ન થાય, તથાપિ તેની જે પ્રકૃતિ છે તેનો યોગ્ય વિનિયોગ કરી લેવાય અને એમ તેને મનનરહિત કરી શકાય. કોઈ એક વિચાર:કે સ્થિતિમાં ક્ષણવારે ટકવું નહિ એ મનનો સ્વભાવ છે તેમાં ધીમે ધીમે, ધર્મભાવનાનો ટકાવે રાખતાં મનને શીખવવું, સ્વાર્પણ અને કર્તવ્યને સમૃષ્ટિભાવનામાંજ તેનું ચાંચલ્ય નિરંતર ચંચલતાથી રમે એમ તેને ટેવ પાડવી, એટલે મનનરહિત અથાત નિઃસાર અને ક્ષણિક તથા હેતુશન્ય ચંચલતાથી રહિત થઈ, મન, અતિ ભવ્ય પરાક્રમ અને ઉન્નતિના પ્રેમમાર્ગમાં વિલાસી બનતાં, વૃક્ષ પશુ મૃગાદિના જીવન કરતાં તેવા મનયુક્ત મનુષ્યનું કવન ખરૂં ઉન્નત જીવન થઈ રહે છે, મૈક્ષિના અનુભવ થાય છે. એમ મહાતમા વસિષ્ટને ઉપદેશ છે. આચાર અને વિચારની સંપૂર્ણ એકતા તે આનું જ નામ; નાના નાના પ્રસંગોથી આરંભી ! છેક સમષ્ટિભાવના પર્યત આચાર વિચારની એકતામાંજ ઉન્નત જીવનને માર્ગ છે; એજ અંત છે. ઉન્નત જીવનના મુખ્ય મંત્ર સ્વાર્પણ અને કર્તવ્ય છે. સ્વાર્પણ એટલે અભિમાનની વૃત્તિનો ત્યાગ કરીને પોતાને જે જ્ઞાન થયું હોય તે બધું પિતાના આચારમાં પ્રદર્શિત કરવું, એજ સ્વાપણુપૂર્વક કર્તવ્ય કરવાનો અર્થ છે. પછી તે કર્તવ્ય પોતાના લાભને અર્થે હાય કે પિતા કરતાં વધારે સંખ્યા કે સ્થાનના લાભને માટે હોય કે આખા વિશ્વના લાભને માટે હોય તે પણ જે કાલે જેટલું જ્ઞાન હોય તે જ્ઞાનમાત્રને અભિમાન વિનાજ, આચારમાં આણવું એ ઉન્નતવનનો માર્ગ છે. ‘ લાભ ' એટલે અત્ર જેને ઉન્નતિ કે ઉન્નત i anaini Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850