આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2013/ ૨૮૦ સુદર્શન ગદ્યાવલિ, નાદિકાલથી ચાલી આવેલા કરાર છે. શબ્દોના અર્થ જેમ સાંકેતિક છે, તેમ નીતિની પરિભાષા માત્ર સાંકેતિક અને જનસમાજના હિતને અર્થે જેલી છે. આ એક પક્ષ છે, જે વતન માન સમયે સામ્રાજ્ય ભોગવે છે. એની વિશેષ વિવેચના થવી આવશ્યક છે. - નવેમ્બર-૧૮૯૭ કત, e ( ૫૦ ) - કર્તવ્ય એટલે શું ? ગત અંકમાં તેમ આ અંકમાં વેદાન્તનું તાત્પર્ય શોધતાં, નીતિના પ્રદેશ ઉપર તેની કોટી કરી જોતાં, કર્તવ્ય એજ પરમસાય છે એવું વારંવાર કહેવામાં આવ્યું છે. એ કર્તવ્ય શામાં છે ? શું કરવાથી કતર્થ કર્યું કહેવાય ? એવા પ્રશ્નના સ્વાભાવિક છે; તેમાં પણ વળી કર્તવ્યને “ સમષ્ટિદષ્ટિથી ' કરવું એમ વારંવાર કહેવાયું છે તેની સ્પષ્ટતા થવી પણું આવશ્યક છે. અભેદભાવનાને પોતાના અંતથી આરંભી, ઘર બહાર, અને આખા વિશ્વ પ્રતિના વ્યવહારમાં લાગુ કરવારૂપ જે સાક્ષાત્કાર છે તે પ્રત્યેક વ્યક્તિ પોતાના આચારમાં સમણિદષ્ટિથી કતવ્ય કરે એટલામાંજ સમાપ્ત થઈ શકે છે. મનુષ્યમાત્ર બાહ્ય અને આંતર એવાં બે કારણોથી પોતાના વિચાર અને આચારમાં નિયમાય છે. બાહ્ય કારણોમાં પોતાના દેશ, કાલ, સંબંધ આદિ સમાય છે, આંતર કારણોમાં પિતાનું શારીરિક અને માનસિક સામર્થ્ય તેમ પ્રકૃતિ ઉપર પડેલા પ્રારબ્ધના સંસ્કાર એ સવને સમાસ થાય છે. અમુક દેશમાં અમુક સમયે વસતા અમુક સંબંધવાળા મનુષ્યને કોઈ એક આચાર કરવાના પ્રસંગ આવતાં, તે, બાહ્ય કારણો વિચારીને, પૈતાની પ્રકૃતિ તથા માનસિક અને શારીરિક શક્તિના પ્રવાહાનુસાર, તે પ્રસંગે આચાર કરશે. આવું” પ્રત્યેક જનને પ્રત્યેક ક્ષણે થયાંજ કરે છે. પોતપોતાની પ્રકૃતિ અને પતતાના સ્વાર્થને અનુસરીને સર્વ કાઈ પ્રસંગાનુસાર વર્તન કરે છેજ, આમાં કર્તવ્ય થયું' કહેવાય ? અને તે કર્તવ્ય સમષ્ટિ દૃષ્ટિથી થયું કહેવાય ? કર્તવ્યની એવી વ્યાખ્યા ઘણી વાર અપાયલી છે કે પ્રવાહપતિત સ્વકર્મને કરવું: જે પ્રસંગે જે આવે તે કરવું. માણસ પ્રસંગેનેજ આધીન છે, અને જે પ્રસંગે જે યોગ્ય હોય તે કરી લેવું, એમાં આલસ્ય કે પ્રમાદ ન રાખતાં, પ્રામાણિસ્મૃદ્ધિથી, શુદ્ધ હદયે, હુકમ કરવું એજ કર્તવ્ય છે. રાજાથી રંક પ ત સર્વને એવા કર્તવ્યના પ્રસંગે પ્રતિક્ષણ આવે છે, ને સર્વ કાઈ એમ પતતાનું કર્તવ્ય કરે છે. આવી રીતે કર્તવ્યને સમવુ એ એક રીતે ઠીક છે, તેમ બીજી રીતે ખોટું પણ છે. ડીક એટલામાં છે કે આવી પડતા પ્રસંગને નિવટુ કરવાનો અર્થ કરવામાં જે સ્ત્ર અને સ્વાર્થને આગળ પાડવામાં ન આવે તે, કત ગ્યની આ વ્યાખ્યા પણુ ચાલી શકે; મેટું એટલામાં છે કે આવી પડતા પ્રસંગને નિર્વાહ કરવાને નિમિત્તે સ્વાર્થ અને સ્વપરાયણતા સાધવાનો માટે જ કરવામાં આવે તે કતવ્યને હેતુજા થર્થ થઈ જાય. સ્વાર્થ સિદ્ધ થાય એ કર્તવ્યનું કુળ છે, અને કુલ ઉપર દૃષ્ટિ રાખીને કર્તવ્ય કરવું તે કર્તવ્ય નથી, - કલાભિસંધિરહિત સ્વકર્માને કરવું એ કતવ્ય છે. જે કાંઈ કરવાનું આવે તે ફલતા અને ભિસંધિ વિના ફરવું. એમ વારંવાર પૂછવામાં આવે છે કે ફલને અભિસંધિ રાખ્યા વિના, Gandhu Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3 0/50