આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, અને ક્રીસ્થીઅન ધર્મના પ્રવર્તક થયા. ક્રીસ્થીઅન પાદરીઓ આ દેશમાં આવી પોતાને ધમ અવતાવવા અનેક પ્રયાસ કરે છે, પોતાના સ્વદેશીઓ પાસેથી ધર્મને નિમિત્તે મોટી રકમ કઢાવે છે, અને અધમમાં ડુબી ગયેલા હિંદુઓના આત્માને અંધકારમાંથી 'તારવાને પરમાર્થ કરવા તેઓને અત્ર આવવાની જરૂર છે એમ બતાવે છે. જે માણસ જે ધર્મને કે જેનિશ્ચયને સત્ય માનતા હોય તે તે તેણે બીજાને પણ ગળે ઉતારવા યત્ન કર, અને એમ, જે સુખશાન્નેિ પોતાને મળતાં હોય તે બીજાને પણ આપવા ઈચ્છા રાખવી, એમાં કાંઈ દોષ નથી; પરંતુ જેમને તે નિશ્ચય કરાવવા કે તેવાં સુખશાન્તિ આપવા આપણે આયાસ કરીએ તેમને પિતાને શું કહેવાનું છે તે સાંભળ્યા વિના, તેમની સ્થિતિ રીતિ વિચાર આચાર આદિને પૂર્ણ લક્ષ લીધા વિના, એવા પ્રયાસ કરવા તે એક ઘેલછા, સ્વાર્થ, કે અવિચાર જેવું જણાય છે. આખા વિશ્વના જે જે ધર્મ છે, ને તે તે ધર્મોને જે તત્ત્વજ્ઞાનને આધાર છે, તે ધર્મો કરતાં અને તે તત્ત્વજ્ઞાન કરતાં આયૌવતને ધર્મ અને તેમાં રહેલું" તત્ત્વજ્ઞાન અતિ ઉત્કૃષ્ટ છે એ વાત નિર્વિવાદ રીતે મનાય છે, અને ધર્મવિચારમાત્રનું નિદાન આ દેશના તત્ત્વવિચારેજ છે એમ પણ હવે મનાતું ચાલે છે. આટલું છતાં “ અજ્ઞાન,’ ‘ મૂર્તિપુજક, ” “ વગરસુધરેલા,’ ‘ અધમ,’ એ અને એવાં વિશેષણથી હિંદુઓને વિશિષ્ટ કરી તેમના ધર્મનું તત્ત્વ માન્ય ન કરવું તથા તેમને અને તેમના ધર્મને અપમાન આપી નિરંતર તેમને જગત આગળ એક હલકી પ્રતિના મનુષ્યવર્ગમાં બતાવવા એ વાત પ્રામાણિક્તાને કે સ્વદેશપ્રીતિને અરુચિકર લાગે એમાં નવાઈ નથી.' | સ્થિતિ આવી છે, તે પ્રસંગે જેમ એક પાસાથી આપણા દેશનું તત્ત્વજ્ઞાન સર્વોપરિ છે, સર્વ ધર્મજ્ઞાનનું મૂલ કારણ છે, ધર્મભાવનાજ પ્રથમે આપણા દેશમાંથી નીકળી છે, એમ સાબીત થતું ચાલે છે, તેમ બીજી પાસાથી હવણાં એવા પુરા બહાર આવવા લાગે છે કે જે ક્રીસ્થીઅન ધર્મ અને તદનુસારી લોકોને ઉત્તમોત્તમ બતાવવાનો યત્ન કરવામાં આવે છે તે ધર્મના પ્રથમ સ્થાપનાર તેજ આર્યાવર્તના મહાત્માઓને ચેલે હતે. નટવીચ નામે કાઈ રશીઅન મુસાફર, બે એક વર્ષ ઉપર, ફરતા ફરતે તીબેટમાં આવ્યો. તેને હેતુ ધર્મ કે તત્ત્વ સંબંધી શોધ કરવાને હતો નહિ, તેને તો માત્ર તે દેશ જેવા હતા, તેને જોવાનું ઘણું મળ્યું, અને સર્વ કરતાં લોકોની મીલનસાર અને દયાળુ તથા આવકાર ભરેલી રીતિ પ્રકૃતિ જોઈને તે બહુ પ્રસન્ન થયા. લામાઓ સાથે તે ઘણી વખત સાંસારિક તેમ ધાર્મિક વિષયે ઉપર વિ. વાદ ચલાવતા. એવા એક વિવાદને પ્રસંગે તેને કહેવામાં આવ્યું કે ઈસા નામના પૈગ' મરના ઈતિહાસ અમારા જાણવામાં છે, તે પશ્ચિમથી આ દેશમાં આવ્યા હતા, અને હજી પણ તીબેટમાં તેનું નામ સ્મરણમાં છે. મુસાફ આ ઉપરથી વધારે તપાસ ચલાવી અને ઇસાન ઉછવનચરિત્ર લખેલું હોય તો જોવા ઈચ્છા બતાવી. તેને ખબર મળી કે લાડકના મઠમાં તે પુસ્તક છે. તે લાડક તરફ ગયા. પણ લેહમાં તેને ખબર મળી કે હિમિસના મઠમાં એ પુસ્તક છે. હિમિસના મઠાધીશો પાસે તેણે જઈ એ પુસ્તક જોવા માગ્યું પણ તેમણે આપવા ના પાડી. નટવીચે ઘડીઆળ, થરામીટર, આદિ ભેટ આપી પણ તેથી સાધુઓ લલચાયા નહિ. ત્યાંથી નિરાશ થઈ પાછા જતાં રસ્તામાં આ મુસાફરને પગ ભાગ્યા, અને એજ મઠમાં તે સારું' થતા સુધી રહેવા આવ્યું. મઠાધીરોએ તેની સારી બરદાસ્ત કરી અને પરિચય વધતાં પેલું પુસ્તક બતાવ્યું. મોટાં બે વોલ્યુમ જેટલું તે તીબેટની ભાષામાં રચેલું જણાયું. તેમાંથી 'આ મુસાફરે, પોતાના દુભાશીઓનો સમાવ્યા પ્રમાણે, કેટલાક ભાગના તરજુમે ઉતારી લીધા 12 CE Porta Gandhi Heri © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50