આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગધાવલી ૩૦૨ સુદન ગદ્યાવલિ, માં આવે તો તેમાંથી જ્ઞાત કે અજ્ઞાત રીતે અનંત લાભ સિદ્ધ થાય છે. મનુષ્ય પોતાને આચાર ગમે તેવા રાખે છે. વ્યવહાર માત્રને ત્યાગ કરી પારમાર્થિક જીવનમાં નિમગ્ન રહેવું, સ્વદેશ કે સ્વજનના હિતને સ્વકર્તગ્ય સ્થાને સ્થાપી રણક્ષેત્રમાં પ્રાણ પણ કરવું કે રાજસભાના રાજકીય વ્યાપારમાં આયુષ નિર્ગમવું અથવા પામરજનને સુલભ ક્ષણિક આવેશના વેગમાં અનેક ક્ષુદ્રવ્યાપારપરાયણ થવું એ બધી પ્રવૃત્તિ યદ્યપિ સ્વરૂપે ભિન્ન છે અને વ્યાવ. હારિક એટલે બાહ્ય અથવા સ્થૂલ પ્રદેશમાં દૃષ્ટિએ આવે છે તથાપિ તે સર્વનું નિદાન તે તે સ્થાને કોઈ એક ભાવના વિના અન્ય હોતું નથી. અંતઃકરણમાં જેવી ભાવનાને મનુષ્ય પૂજે છે તેવો તેમનો આચાર થાય છે ને તે તેમના વ્યવહાર જણાય છે. ચાઇઃ સાવર: એમ શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ કહેલુંજ છે. ત્યારે વર્તમાન કરતાં ઉચ્ચતર સ્થિતિને માટે પ્રયત્ન કરનાર સુજનમાત્રને ઉચિત છે કે તેમણે બાહ્ય કરતાં આંતર ઉપર વ્યવહાર કરતાં પરમાર્થ ઉપર, આચાર કરતાં વિચાર ઉપર, પદાર્થ કરતાં ભાવના ઉપર, વધારે લક્ષ આપવું અને ભાવના જેમ વ્યવહારથી ઉચ્ચ, વ્યવહારથી મુક્ત, અને તેથી નિય, સુશ્લિષ્ટ સુખકર થાય તેવા ભાગ યોજવા; એટલું જ નથી પણ અમુક ભાવના બુદ્ધિ અને યુક્તિથી સત્ય કરે અને તે ઉપર મનુષ્યોને વિશ્વાસ અને દ્ધા અને પ્રેમ આવે એની પણ સંપૂર્ણ આવશ્યકતા છે. ભાવનાના સત્યની યુકિતથી પ્રતીતિ થાય અને તેના બલ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા ચોટે ત્યારેજ નિશ્ચય અને પ્રેમસહિત ઉચ્ચ આચાર થઈ શકે છે એ સુવિદિત છે. - વર્તમાન સમયે આર્યાવર્ત માં અનેક ભાવનાઓ પ્રચલિત થઈ છે. પાશ્ચાત્ય પ્રજાના જે સંસર્ગથી આપણી આધુનિક સ્થિતિ ઘડાઈ છે, તેમાં આપણને મુખ્ય લાભ એ થયો છે કે સંસ્કૃત વિદ્યાના પુનરજજીવનથી આપણે આપણી પ્રાચીન ભાવનાઓને અર્વાચીન ભાવનાઓની સાથે સરખાવવાને સમર્થ થયા છીએ, અને સારાસારનો વિચાર કરવાને યોગ્ય થયા છીએ. તથાપિ વિચાર કરવાની યોગ્યતામાત્રનેજ સર્વસ્વ માની લેવી એ ભૂલ છે. આપણા રાજ્યકતો જે ભાવનાઓને અવલંબી પિતાનો વ્યવહાર વિસ્તારે છે એજ ભાવનાઓ આપણને આપાતતઃ રમણીય કે સુખકર અને લાભપ્રદ જણાય તથાપિ તેજ ભાવનાઓ આપણને અનુઢ્ય થશે કે નહિ એ વાત પ્રથમ વિચારવાની છે. કેવલ અનુકૂલતાને જ પ્રશ્ન છે એટલું નથી, વિશ્વવ્યવસ્થા અનાદિસિદ્ધ એવા જે અમુક નિયમોથી ચાલે છે, એ નિયમોને પરિપૂર્ણ વિચાર કરી વિવેક કરી જોવો જોઈએ: પ્રાણી પદાર્થ આદિ સર્વની ઉત્પત્તિ સ્થિતિ કીયા હે તુથી અને શા અર્થને માટે થઈ છે તે જાણવું જોઈએ, અને મનુષ્યના સ્વરૂપનો વિવેક કરી તેના અસ્તિત્વ અને જીવનના ઉદ્દેશ સ્પષ્ટ રીતે વિશ્વવ્યવસ્થામાં ઘટાડી લેવો જોઈએ; એમ કરતાં જોવું 6ોઈએ કે જે અનાદ્રિસિદ્ધ નિયમને અધીન રહી વિશ્વવ્યવસ્થા ચાલી રહી છે તે નિયમને અત્રય પ્રાચીન ભાવના અનુલ છે કે બીજી કૈોઈ અનુકલ છે. અત્રે એ વિચાર કરવાનો અવકાશ નથી; પણ મારું નમ્ર મત એવું છે કે અત્રત્ય જે ભાવના છે તે વિશ્વનિયમાનુસાર તેમ આપણી પ્રકૃતિને અનુલ છે. એથી અન્યભાવનાનો આશ્રય કરવામાં આપણા દેશનું અને આપણામાંની વ્યકિત વ્યક્તિનું અકલ્યાણ છે એટલું જ નથી પણ મનુષ્યજીવન કે જીવન માત્રને ઉદેશ કેવલ વ્યર્થ કરી નાખવા જેવું છે. પાશ્ચાત્ય અને અત્રય ભાવનાને સરખાવી તેમાંથી પાશ્ચાત્ય ભાવનાને સારી માનવા sanahitleritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850