આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩ર૬. નારીપ્રતિણ અને પુનર્લગ્ન, સૃષ્ટિ સુખકારક છે માટે પશુવૃત્તિ પણ તેવી છે ને તેને અટકાવવી એ ઈશ્વરના નિયમ વિરૂદ્ધ વાત છે. હું ટીકાકારને પુછું છું કે “ભાણસમાં ઈશ્વરે જે જે ગુણ અને વૃત્તિઓ મુકેલી છે તે તે બધી ઉપયોગી” હોય તો ક્રોધ, મેહ, લાભ વગેરે પણ ઈશ્વરે મુશ્કેલીજ વૃત્તિઓ છે એટલે તેમને અટકાવવી એ પણ ઈશ્વરના ગુના મના જોઈએ. સીમલ ખાવાથી પણ સુખ થવું જોઈએ. ટીકાકારને એટલી સમજ નથી કે ઈશ્વરસૃષ્ટિ ભલે સુખમય હો પણ તે સવી સર્વને સ્થાને સુખમય થઈ શકે. એજ વાત વળી ફરી વિચાર કરતાં ટીકાકાર માન્ય કરે છે કેમકે લખે છે કે, “બીજી વસ્તુઓ તથા ગુણાને નિયમમાં રાખી વ્યવહાર ચલાવવામાં આવે છે તેમ પશુવૃત્તિને પણ નિયમમાં રાખી વ્યવહાર ચલાવવામાં આવે તો તેમાં કાંઈ પાપ નથી.” જ્યારે પરિણામે આમ માનવું પડે છે ત્યારે ટીકાકાર જેમ લગ્નની નિત્ય આવશ્યકતા અથત સ્ત્રી પુરૂષે કદાપિ રાંડેલું રહેવું જ નહિ એવું બતાવે છે તેમ બનતુ' (ાત તે પશુત્તિ નિયમમાં કયે અવતાર આવવાની ? કેવળ અનવસ્થા થઈ રહે છે. ને લગ્ન, પુન લગ્ન પુનઃ પુનર્લગ્ન એમાં કયાં અટકાશે તે જણાતું નથી. એજ નથી જણુતું ત્યારે પશુત્તિ અર્થાત પ્રેમ સિવાયની બીજી જે વૃત્તિથી આ અનવસ્થા ચાલે છે તે બંધ રાખવાની તો વાત પણ કયાં ? ટીકાકરનારને તો આવી અનવસ્થા ઈષ્ટ છે, ત્યારે એમ શા માટે બોલે છે કે પશુવૃત્તિને નિયમમાં રાખી પુનર્લગ્નને વ્યવહાર થાય તો પાપ નથી ! તેમના સિદ્ધાંતમાં પશુવૃતિનો નિયમ કરવાની વાતજ ઘટતી નથી, કેમકે તે સિદ્ધાંત પ્રમાણે પોષણાદિકનો બંદોબસ્ત કરી વિયાનંદ લેવા એજ માણસના જીવ્યાનું ફલ કરે છે. અમારે તે પ્રેમરૂપ લગ્ન માન્યું કે તરત પશુવૃત્તિ નિયમમાં આવી અને આખા જીવિતનેમાટે પણ ઈશ્વરરૂપ પ્રેમની ભક્તિ ને તેથી મોક્ષસુધીની વ્યવસ્થા સહજ બની રહી. પણ આમ થવામાં પુનર્લગ્નનો અવકાશ ન આવ્યા ને નજ આવવાનો. એવી તુચ્છ વાત અંદર આણી છેક ઈશ્વર અને ધર્મસુધી ધક્કો લગાડી માણસના જીવિતને હેતુ નિષ્ફલ જે મનાવવા પડે એવો સિદ્ધાંત અંગીકાર કરવાની મરજી પણ નથી. મારા સિદ્ધાંત પ્રમાણે આ રીતે પુનર્લગ્ન માત્ર પશુત્તિજન્યજ હોઈ શકે છે એટલે જે તેને નિયમમાં રાખવી હોય તો લગ્ન પછી બીજું લગ્ન થયાજ નહિ. ટીકાકારનો આશય કદી એમ હોય કે એકાદ પુનર્લ ન થવા દેવું એમાં પશુત્તિ વધવાની નથી, તે એના જવાબ તો એજ છે કે પશુત્તિ અહીંયાં વધશે ને અહીંયાં નહિ વધે એવા કાંઈ કયસરેહિંદ મહારાણીના હુકુમ નથી કે તેમ વ્યવસ્થા કરાય. વસ્તુ ગતિ જોતાં તો બીજું લગ્ન થવું એનું નામજ પશુત્તિ કરે છે, એટલે તમારે પણ જે તેને નિયમમાં રાખવાનું મન હોય તે પુનર્લગ્નની વાત મુકી દેવી જોઇએ. - જ્યારે પુનર્લગ્નમાં પશુવૃત્તિ અર્થાત પ્રેમ સિવાય કોઈ વૃત્તિ કારણ કરી ત્યારે પુનલગ્ન, કરનાર વિષયવાંછનાવાળું પણ કાં ન હોઈ શકે ? ને તેવું હોય તે લગ્ન સંબંધમાં આવવાને અયોગ્ય પણ કાં ન મનાય ? આવા ઉપસંહારરૂપ વિવેચનમાં લખેલું" એક વાક્ય ટીકાકાર ઉપાડી લે છે તે એમ કહે છે કે પુનર્વિવાહુ કરનાર તમામ સ્ત્રીઓને લખનાર વિષયી માને છે એ નિયતાનું કામ છે. એમ માનવું’ એ ખરેખર નિર્દયતાજ છે, પણ મારું લખાણુ સમજ્યાવિના ટીકાકાર મારા ગ્રંથપર જે નિર્દયતા વાપરે છે તે કરતાં એ નિર્દયતા વિશેષ નથી. પશુવૃત્તિથી પુનર્લગ્ન બને એમ બતાવી તે પશવૃત્તિને એક દેશ જે વિષયવાંછના તેની તપાસ કરતાં મેં લખ્યું છે કે “ જે સ્ત્રી વિષય વાંછનાથીજ ભરેલી છે તે કોઈની alnaintertarwe Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50